જુઓ બોલીવુડની ૧૦ અજીબ જોડીએ, નંબર ૪ ને જોઈને તો એવું લાગશે કે દાદા-પૌત્રી ઈશ્ક લડાવી રહ્યા હોય

કોઈ પણ સફળ બોલિવૂડ ફિલ્મમાં હીરો અને હિરોઈન વચ્ચેની કેમેસ્ટ્રી ખૂબ જ મહત્વની હોય છે. બોલિવૂડમાં એક્ટર એક્ટ્રેસ ની ઘણી એવી જોડીઓ છે જે ખૂબ જ હિટ રહેલી છે અને લોકો તેમની સાથે જોવાનું પસંદ કરે છે. જેમ કે શાહરુખ ખાન અને કાજોલની જોડીને લોકો આજે પણ યાદ રાખે છે. જો કે આજે અમે તમને બોલિવૂડની એવી જોડીઓ સાથે મુલાકાત કરાવીશું, જે ઓન-સ્ક્રીન ખૂબ જ અજીબ લાગી રહી હતી.

રણબીર કપૂર – એશ્વર્યા રાય (એ દિલ હે મુશ્કિલ)

એશ્વર્યા રાયનું ફિલ્મોમાં આવવાનું બંધ થઇ ગયું હતું. એક લાંબા બ્રેક બાદ તેમણે કરણ જોહરની એ દિલ હે મુશ્કિલ માં કમબેક કર્યું હતું. આ ફિલ્મમાં ઐશ્વર્યા રણબીર કપૂરની સાથે રોમાન્સ કરતી નજર આવી હતી. જોકે એશ્વર્યા ઉંમરમાં રણવીર કરતા ખૂબ જ મોટી છે એટલા માટે ફિલ્મમાં તેમનો રોમાન્સ જોવામાં થોડો અજબ જરૂરથી લાગતો હતો.

નસરુદ્દીન શાહ – વિદ્યા બાલન (ધ ડર્ટી પિક્ચર)

ડર્ટી પિક્ચરમાં હોટ અને બોલ્ડ સીન આપીને વિદ્યા બાલને તહેલકો મચાવી દીધો હતો. આ ફિલ્મમાં તેઓ પોતાના પિતાની ઉંમરના નસરુદ્દીન શાહની સાથે ઇશ્ક લડાવતા નજર આવી હતી. આ જોડી જોવામાં ભલે અજીબ લાગી રહી હતી પરંતુ ફિલ્મ હિટ રહી હતી.

કરિશ્મા કપૂર – મનોજ બાજપાઈ (ઝુબેદા)

કરિશ્મા પહેલાં ગ્લેમરસ રોલ કરવા માટે જાણીતી હતી અને મનોજ બાજપાઈ સિરિયસ અથવા સારી સ્ક્રિપ્ટ વાળી ફિલ્મોમાં કામ કરવા માટે ફેમસ હતા. એવામાં આ બંને જોડીએ આ ફિલ્મમાં જોવા મળી તો લોકો હેરાન થઈ ગયા હતા. જોકે લોકોને આ અજીબ જોડી પણ પસંદ આવી હતી.

અમિતાભ બચ્ચન – જિયા ખાન (નિશબ્દ)

નિશબ્દ ફિલ્મ ખૂબ જ વિવાદોથી ઘેરાયેલી રહી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પોતાની પપૌત્રી ની ઉંમરની યુવતી સાથે રોમાન્સ કરતા નજર આવ્યા હતા. અમિતાભ જેવી છબી વાળા અભિનેતાને આવું કરતા જોઈને ઘણા લોકોને અજીબ લાગ્યું હતું.

રાહુલ બોસ – મલ્લિકા શેરાવત (પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ)

મલ્લિકા શેરાવત ની ઇમેજ બોલિવૂડમાં કેવી છે તે તો તમે બધા જાણો જ છો. તેવામાં તેમને સીધાસાદા દેખાતા રાહુલ બોસ ની સાથે પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ ફિલ્મમાં રોમાન્સ કરતા જોઈને ઘણાંને અજીબ લાગ્યું હતું. મલ્લિકા ની ઊંચાઈ પણ રાહુલ કરતાં ઘણી વધારે છે.

ઉદય ચોપડા – પ્રિયંકા ચોપડા (પ્યાર ઇમપોસિબલ)

પ્રિયંકા બોલિવૂડની હિટ એક્ટ્રેસ માંથી એક છે, જ્યારે ઉદય ચોપડા ની ગણતરી ફ્લોપ એક્ટરમાં થાય છે. લૂકની બાબતમાં પણ બંને એકબીજા સાથે મેળ ખાતા નથી. એટલા માટે પ્યાર ઇમપોસિબલ ફિલ્મમાં બંનેની જોડી અજીબ લાગી રહી હતી.

રણદિપ હુડા – આલિયા ભટ્ટ (હાઈવે)

હાઈવે આલિયા ભટ્ટ ની સૌથી અલગ પ્રકારની ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેઓ રણદીપ હુડાની સાથે પહેલી વખત નજર આવ્યા હતા. આ ફિલ્મને ફેન્સ અને ક્રિટીક બંને ખૂબ જ પસંદ કરી હતી.

કેટરીના – કેફ ગોવિંદા (પાર્ટનર)

કેટરીના હાઈટમાં ગોવિંદા કરતા ખૂબ જ લાંબી છે. સાથોસાથ આ બંનેની જોડી પણ સારી લાગતી નથી. જો કે પાર્ટનર ફિલ્મની સ્ક્રીપ્ટ અને ડિમાન્ડ હોવાને કારણે તેમણે આ એક મિસમેચ કપલ બતાવવું પડ્યું હતું.

હિમેશ રેશમિયા – હંસિકા મોટવાણી (આપકા સૂસુર)

હિમેશની ઉંમર હંસિકા કરતા ખૂબ જ મોટી છે, તેવામાં આપકા સુરુર ફિલ્મોમાં બંનેની કેમેસ્ટ્રી બિલકુલ મેચ થતી ન હતી. આ ફિલ્મ પણ ફ્લોપ રહી હતી.