જુઓ બોલીવુડની ૫ બેસ્ટ જીજા-સાળીની જોડીઓ, નંબર ૩ તો સાથે રોમાન્સ પણ કરી ચુક્યા છે

બોલિવૂડમાં હંમેશા અલગ-અલગ જોડીઓ પોપ્યુલર હોય છે. આજે તમને ફિલ્મી દુનિયાના ફેમસ જીજા-સાળી ની જોડીઓ વિશે જણાવીશું. જીજા અને સાળીનો સંબંધ સામાન્ય રીતે ખૂબ જ નટખટ અને શરારતી થી ભરેલો હોય છે. તેમના વચ્ચે હસી મજાક ચાલતી હોય છે, જેમ ભાઈ બહેન વચ્ચે થતી હોય. બોલિવૂડના જીજા સાળી પરસ્પરમાં ખૂબ જ સારા લાગે છે. તેમાંથી અમુક તો એક સાથે ફિલ્મમાં રોમાન્સ પણ કરી ચુક્યા છે.

જીજા – અક્ષય કુમાર, પત્ની – ટ્વિંકલ ખન્ના, સાળી – રિંકી ખન્ના

અક્ષય કુમાર બોલીવુડ ના ટોપ લીસ્ટના એક્ટર છે, જેમણે વર્ષ ૨૦૦૧માં બોલીવુડ એક્ટર્સ ટ્વિંકલ ખન્ના જોડે લગ્ન કર્યા. લગ્ન પછી ટ્વિન્કલે પોતાની ફિલ્મો ઓછી કરી નાખી. તેમની એક બહેન પણ છે, રિંકી ખન્ના. તે અક્ષય કુમારની સાળી છે. રિંકીને “પ્યાર મેં કભી કભી” ફિલ્મ બોલીવૂડમાં કામ કર્યું હતું, પરંતુ તે એક સફળ અભિનેત્રી ના બની શકે.

જીજા – અજય દેવગન, પત્ની કાજલ, સાળી રાની મુખરજી અને તનિષા મુખર્જી

અજય દેવગન બોલિવૂડના બહેતરીન અભિનેતાઓ માંથી એક છે. તેમણે વર્ષ ૧૯૯૯માં અભિનેત્રી કાજલ જોડે લગ્ન કર્યા. અજય દેવગન ખૂબ જ લકી છે કે તેમનું એક નહીં પરંતુ બે-બે સાળી છે. તેમાંથી પહેલી સાળી તનિષા મુખર્જી છે, તનિષા કાજોલની સગી બહેન છે. તેમણે બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવા માટે અનેક પ્રયત્નો કર્યા, પરંતુ તે ફ્લોપ રહી ગઈ. ત્યાં જ બીજી સાળી છે, તે કાજોલની સગી બહેન તો નથી. પરંતુ સંબંધમાં કાકા ની દિકરી થાય છે. રાની નું બોલિવૂડમાં કેટલું મોટું નામ છે તે તો તમે બધા જાણો છો.

જીજા – સેફ અલી ખાન, પત્ની – કરીના કપૂર ખાન, સાળી – કરિશ્મા કપૂર

સૈફ અલી ખાન અને કરીનાના લગ્ન ૨૦૧૨માં થયા હતા. તેમના લગ્નની સાથે જ કરીના ની મોટી બહેન કરિશ્મા સેફ અલી ખાનની સાળી બની ગઈ હતી અને કરિશ્મા એકબીજાને ખૂબ જ રિસ્પેક્ટ આપે છે. તે બંને એ “હમ સાથ સાથ હૈ” ફિલ્મ માં રોમેન્ટિક કપલ ની ભૂમિકા પણ નિભાવી છે.

જીજા – રાજ કુંદ્રા, પત્ની – શિલ્પા શેટ્ટી, સાળી – શમિતા શેટ્ટી

શિલ્પા શેટ્ટી માટે બોલિવૂડના કરિયર ખૂબ જ સારું રહ્યું છે. લગ્ન પછી તે ફિલ્મોમાં ઓછી જોવા મળી છે. શિલ્પાએ વર્ષ ૨૦૦૯ બિઝનેસમેન રાજ કુંદ્રા જોડે લગ્ન કર્યા. શિલ્પા ના કારણે અત્યારે રાજ પણ એક સારી ઓળખ મેળવી ચૂક્યા છે. રાજ ની સાળી શમિતા શેટ્ટી છે. શમિતા પોતાની બહેન શિલ્પા ની જેમ બોલિવૂડમાં નામ ના મેળવી શકી. તેણે ૨૦૦૦માં “મહોબતતે” ફિલ્મ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. અત્યારે તે એક્ટ્રેસ ની સાથે સાથે એક ઇન્ટીરીયર ડિઝાઈનર પણ છે.

જીજા – શક્તિ કપૂર, પત્ની – શિવાંગી કોલ્હાપુરે, સાળી – પદ્મિની કોલ્હાપુરે

શક્તિ કપુર બોલિવૂડ નાં જાણીતા એક્ટર છે. તે પોતાના કોમિક અને વિલેન વાળા અભિનયથી મશહૂર છે. શક્તિ કપૂરે વર્ષ ૧૯૮૨માં ઘેરથી ભાગીને શિવાંગી કોલ્હાપુરે સાથે લગ્ન કર્યા હતા. શિવાંગી એક જમાનામાં અભિનેત્રી હતી. પરંતુ તેમનું ફિલ્મ કરિયર કોઈ ખાસ ના રહ્યું. ત્યાં જ શક્તિ કપૂરની સાળી એટલે કે શિવાંગીની બહેન પદ્મિની કોલ્હાપુરે બોલિવૂડમાં સારું નામ મેળવ્યું.