સોનુ સુદ : જ્યાં સુધી છેલ્લા પ્રવાસી મજુરને ઘર સુધી ના પહોચાડી દઉં ત્યાં સુધી સડક પર જ રહીશ

પૈસા કમાવવા કોઈ મોટી વાત નથી. મોટી વાત ત્યારે બને છે જ્યારે આ પૈસાથી અમુક જરૂરિયાત લોકોને મદદ થઈ શકે. બોલિવૂડમાં એવા ઘણા સેલિબ્રિટી છે, જે ચેરિટિનું કામ કરે છે. આ સેલિબ્રિટી ની કમાણી ભલે ગમે તેટલી હોય, પરંતુ તે પોતાની કમાણીનો અમુક હિસ્સો ચેરિટિમાં આપે છે. હાલના દિવસોમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. તેમાં જાણીતા સેલિબ્રિટી મદદ માટે આગળ આવ્યા છે. કોઈએ પૈસા આપીને મદદ કરી, તો કોઈએ રાશન વહેંચીને મદદ કરી. વળી સોનુ સૂદ હાલના દિવસોમાં પ્રવાસી મજૂરોને ઘર મોકલવા માટે લાગેલા છે. સોનુ સૂદનાં આ સરાહનીય પગલાની ચારે તરફથી પ્રશંસા થઈ રહી છે.

સોનુ સૂદ હાલના દિવસોમાં ક્યારેક પ્રવાસી મજૂરોને ભોજન વહેંચતા નજર આવે છે, તો ક્યારેક તેમના માટે બસોની વ્યવસ્થા કરી રહ્યા છે. પ્રવાસી મજૂરો સોનુ સૂદ પાસેથી મદદ મેળવીને ધન્યવાદ કરી રહ્યા છે. ઘણા પ્રવાસીઓ મજુર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર સોનુ સૂદને ટેગ કરીને તેમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. ફક્ત મજુરો જ નહીં પરંતુ તેમની પ્રશંસા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ કરી છે.

તેમના આ ઉમદા કાર્ય થી તેમણે પ્રવાસી મજુરોના દિલ જીતી લીધા છે. સાથોસાથ તેમના ફેન્સ પણ સોશિયલ મીડિયા પર તેમના ખુબ જ વખાણ કરી રહ્યા છે. સોનુ સુદ ફક્ત મજુરો ની મદદ જ નથી કરી રહ્યા, પરંતુ સોશિયલ મીડિયા પર જો કોઈ તેમને ટેગ કરીને આભાર વ્યક્ત કરે છે તો તેનો જવાબ પણ આપી રહ્યાં છે. આજની આ પોસ્ટમાં અમે તમને બોલિવૂડનાં એ સેલિબ્રિટી સાથે મુલાકાત કરાવીશું જે ચેરિટી કરે છે, પરંતુ ખૂબ જ ઓછા લોકો તેમના વિશે જાણી શકે છે.

રાહુલ બોસ

રાહુલ બોસ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક જાણીતા કલાકાર છે. તેઓ પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ, દિલ ધડકને દો જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. ખૂબ જ ઓછા લોકોને જાણ હશે કે રાહુલ બોસ ઘણી સંસ્થાઓ સાથે જોડાઈને લોકોની મદદ કરી રહ્યા છે. વર્ષ ૨૦૦૪માં આવેલ સુનામી બાદ તેઓએ અંડમાન અને નિકોબાર આઇલેન્ડ પર રાહત કાર્યમાં પણ મદદ કરી હતી.

જોન અબ્રાહમ

બોલીવુડના ફેમસ એક્ટર જોન અબ્રાહમ પેટા અને હૈબિટાટ ફોર હ્યુમીનિટી જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ફંડ એકઠું કરીને જોન અબ્રાહમે ઘણા બેઘર લોકો માટે ઘરની વ્યવસ્થા કરી છે. જોનને ગરીબ લોકો પ્રત્યે સહાનુભૂતિ છે અને આ વાતની સાબિતી અવારનવાર તેઓ મદદ કરીને આપે છે.

નાના પાટેકર

નાના પાટેકરે સફળ કારકિર્દી મેળવવા માટે ખૂબ જ મહેનત કરેલ છે. ક્યારેક પોતાના જીવનમાં ૩૫ રૂપિયા મહિનાનાં કમાનાર નાના પાટેકર આજે ખૂબ જ સામાન્ય જીવન જીવવામાં માને છે. એક રિપોર્ટ અનુસાર નાના પાટેકર 1BHK ફ્લેટ માં પોતાની જિંદગી પસાર કરી રહ્યા છે અને પોતાને કમાણીનો લગભગ ૯૦% હિસ્સો ચેરિટિમાં ડોનેટ કરી ચુક્યા છે.

દિયા મિર્ઝા

ભલે દિયા મિર્ઝા હાલના દિવસોમાં ફિલ્મોમાં વધારે સક્રિય ન હોય પરંતુ તેમ છતાં પણ અવાર નવાર લોકોની મદદ કરતી જોવા મળી આવે છે. એક્ટ્રેસ દિયા મિર્ઝા પણ ઘણી ચેરિટી સંસ્થા સાથે જોડાયેલ છે. દિયા PETA, CRY, કેન્સર પેશન્ટ એસોસિએશન જેવી સંસ્થાઓ સાથે મળીને સરાહનીય કાર્ય કરી રહી છે. વળી લખનઉના ઝૂલોજિકલ પાર્ક પાસેથી દિયા મિર્ઝાએ ૨ ચિતાનાં બચ્ચાને પણ દત્તક લીધા છે.