જ્યારે ગર્લફ્રેંડની ભુલ માટે સલમાન ખાને સુનિલ શેટ્ટી પાસે માંગવી પડી હતી માફી, જાણો શું હતો મામલો

સુનીલ શેટ્ટી બોલિવૂડના એક એવા કલાકારો છે જેમણે પડદા પર પોતાના એક્શન સીનને કારણે ધમાલ મચાવે છે અને પોતાની કોમેડીથી લોકોને હસાવ્યા પણ છે. ઇન્ડસ્ટ્રીમાં સુનિલને “અન્ના” કહીને બોલાવવામાં આવે છે અને એનો મતલબ થાય છે “ભાઈ”. સુનીલ શેટ્ટીનો ઇન્ડસ્ટ્રીમાં દરેક વ્યક્તિ સાથે સંબંધ ભાઈ જેવો જ છે. સુનીલ શેટ્ટી એક સારા કલાકાર હોવાની સાથે-સાથે યારો ના યાર પણ છે. પરંતુ એક વખત જો કોઈ કારણસર તેમનું મન કોઈ વ્યક્તિ પરથી હટી જાય તો તેઓ તેમની સાથે વાત કરવાનું પણ પસંદ કરતા નથી.

સુપરસ્ટાર સલમાન ખાન અને સુનીલ શેટ્ટી ના સંબંધો પણ ખૂબ જ સારા છે. જો કે એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે રીસાયેલા સુનિલ શેટ્ટીને મનાવવા માટે સલમાન ખાને માફી માંગવી પડી હતી. તો ચાલો તમને જણાવીએ કે આખરે મામલો શું હતો.

આ વાત ૯૦ના દશકની છે, જ્યારે સુનીલ શેટ્ટી પોતાની પહેલી ફિલ્મને લઈને ચર્ચામાં આવ્યા હતા જેનું નામ “બલવાન” હતું. આ ફિલ્મ બાદ થી સુનિલ શેટ્ટીને ઘણા પ્રોજેક્ટ મળવા લાગ્યા હતા અને સુનીલ પણ સારી સારી ફિલ્મો સાઇન કરી રહ્યા હતા. તેવામાં એક ફિલ્મ માટે સુનિલને એક વખત ફરી એપ્રોચ કરવામાં આવ્યા અને સ્ટોરી જોઇને સુનિલે હાં કરી દીધી. આ ફિલ્મમાં તેમની ઓપોજિટ સોમી અલનું નામ નક્કી કરવામાં આવ્યું હતું.

જ્યારે મેકર્સ સોમી અલી પાસે ફિલ્મની ઓફર લઈને ગયા તો તેમણે હાં કરી દીધી હતી. સોમી ફિલ્મ માટે તૈયાર હતી. પરંતુ જેવું તેમને જાણવા મળ્યું કે સુનીલ શેટ્ટી ફિલ્મના હીરો છે તો તેમણે ફિલ્મ કરવાથી ઇનકાર કરી દીધો. સોમીનું કહેવું હતું કે તેઓ સ્ટ્રગલર્સ ની સાથે કામ કરી શકતી નથી. જોકે સુનીલ અને સોમી બંને એક સમય પર જ કામ કરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં પરંતુ બંને ક્લાસમેટ પણ હતા. તેવામાં સોમીનું આવું વર્તન જોઈને સુનિલ ખૂબ જ નારાજ થઈ ગયા.

ત્યારબાદ સુનીલ શેટ્ટી એ “વક્ત હમારા હૈ” અને “દિલવાલે” જેવી ફિલ્મોમાં કામ કર્યું. આ ફિલ્મ મોટા પડદા પર જબરદસ્ત હિટ સાબિત થઈ અને સુનીલ શેટ્ટીનું નામ મોટા સિતારાઓમાં આવવા લાગ્યું. વળી બીજી તરફ સુનિલને રિજેક્ટ કરવા વાળી સોમી એક જ ફિલ્મ “બુલંદ” કરીને બેસી ગઈ. વળી આ ફિલ્મ પણ ઘણા સમય સુધી રિલીઝ થઈ શકી નહીં. જોકે સોમીની પાસે સલમાન ખાન હતા. જણાવી દઈએ કે તે દિવસોમાં સોમીનું અફેર સલમાન ખાન સાથે ચાલી રહ્યું હતું.

સલમાન પોતાની ગર્લફ્રેન્ડનું ધ્યાન રાખે છે એ વાત દરેક વ્યક્તિ જાણે છે. વળી તેની વચ્ચે સોમીને એક ફિલ્મની ઓફર થઈ “અંત”, જેના માટે તેણે તરત જ હાં કહી દીધી. તેમને જણાવવામાં આવ્યું કે આ ફિલ્મમાં તેમની ઓપોજિટ સુનીલ શેટ્ટી હશે. હિટ ફિલ્મની તલાશમાં બેસેલી સોમીએ તુરંત આ ફિલ્મ માટે હાં કહી દીધી. જ્યારે સુનિલને આ ફિલ્મની ઓફર કરવામાં આવી તો તેમને જણાવ્યું કે ફિલ્મની હિરોઈન સોમી અલી છે. સુનિલે સોમીનું નામ સાંભળતા જ ફિલ્મોમાં કામ કરવાથી ઇનકાર કરી દીધો.

ત્યારબાદ સુનીલ શેટ્ટીને પૂછવામાં આવ્યું કે તેઓ ફિલ્મ શા માટે નથી કરવા માંગતા, તો તેમણે પાછળની બધી જ વાતો જણાવી. ત્યારબાદ પ્રોડ્યુસર સોમી અલી પાસે ગયા અને કહ્યું કે સુનિલ તમારી સાથે કામ કરવા માંગતા નથી અને જો ફિલ્મમાં સુનિલ નહીં હોય તો ફિલ્મ જ બનશે નહીં. તેવામાં સોમી ટેન્શનમાં આવી ગઈ. વળી સલમાનને જ્યારે આ વાતની જાણ થઈ તો પોતાની ગર્લફ્રેન્ડ તરફથી સુનીલ શેટ્ટી પાસે માફી માંગવા ગયા. તેમણે ફિલ્મ માટે સુનિલ શેટ્ટીને મનાવી લીધા અને કહ્યું કે તેઓ આ ફિલ્મ કરી લે. ત્યારબાદ સુનિલ માની ગયા અને સોમીની સાથે તેમણે કામ કર્યું.