જ્યારે ખુબ જ બોલ્ડ ડ્રેસમાં એવોર્ડ ફંકશન અટેન્ડ કરવા પહોંચી ઉર્વશી અને નુસરત, હકકા-બક્કા થઈ ગયા લોકો

બોલિવૂડમાં ઘણી બધી એક્ટ્રેસ એવી છે જેમણે પોતાની એક્ટિંગ અને સુંદરતાથી ફેન્સને પોતાના દિવાના બનાવી રાખ્યા છે. વળી અમુક એક્ટ્રેસ એવી પણ છે જે પોતાની એક્ટિંગ સિવાય પોતાના બોલ્ડ ફેશન સેન્સને કારણે પણ જાણીતી છે. ઉર્વશી રૌતેલા અને નુશરત ભરુચા બોલિવૂડની બે એવી એકટ્રેસ છે જે ઍક્ટિંગ થી વધારે પોતાની બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહેતી હોય છે. તેમનો બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે. થોડા સમય પહેલાં જ નુસરત અને ઉર્વશી પોતાના ડ્રેસને લઈને ચર્ચામાં આવી ગઇ હતી.

બ્લેક ગાઉનમાં ઉર્વશીએ ઉડાવ્યા હતા બધાના હોશ


ઉર્વશી રૌતેલા બોલિવૂડની ખૂબ જ સુંદર એક્ટ્રેસ માંથી એક છે. ઉર્વશી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેમનો લુક પણ ફેન્સના હોશ ઉડાવે છે. થોડા મહિના પહેલા ઉર્વશી એક ફિલ્મ એવોર્ડ ફંક્શનમાં થાઈ હાઈ સ્લીટ ડ્રેસથી પણ એક ડગલું આગળ જતા વેસ્ટ હાઇ સ્લીટ ગાઉન પહેરેલી નજર આવી હતી. આ ડ્રેસમાં ઉર્વશી ખૂબ જ હોટ અને સુંદર લાગી રહી હતી.

બ્લેક રંગના ગાઉનમાં ઉર્વશીએ એક બન બનાવેલ હતું અને કાનમાં સિલ્વર જ્વેલરી પહેરી હતી. ઉર્વશીનો આ લુક તે સમયે ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો. જણાવી દઈએ કે ઉર્વશી અવારનવાર પોતાના બોલ્ડ ડ્રેસને કારણે ચર્ચામાં રહેતી હોય છે .ઉર્વશી ફિલ્મોથી વધારે પોતાના લુકને લઈને ઓળખવામાં આવે છે. એ જ કારણ છે કે ઇન્સ્ટાગ્રામ પર તેના ૨૫ મિલિયનથી વધારે ફોલોઅર્સ છે. ઉર્વશી ઇન્સ્ટાગ્રામ પર એકથી એક ચડિયાતી તસવીરો શેયર કરતી રહે છે, જે ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. વર્કફ્રંટની વાત કરવામાં આવે તો ઉર્વશી ખૂબ જ જલ્દી ફિલ્મ “વર્જીન ભાનુપ્રિયા” માં નજર આવશે. આ ફિલ્મમાં ગૌતમ ગુલાટી તેમની ઓપોઝિટ નજર આવશે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ જી-5 પર ૧૬ જુલાઈના રોજ રીલિઝ થશે.

ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી નુસરત

બીજી તરફ વાત કરવામાં આવે એક્ટ્રેસ નુસરત ભરૂચાની તો બોલિવૂડની “સ્વીટી” પણ પોતાના અંદાજથી દરેક વ્યક્તિને ઘાયલ કરી દેતી હોય છે. નુસરત અવારનવાર પોતાના બોલ્ડ ડ્રેસને કારણે ચર્ચામાં રહેતી હોય છે. થોડા સમય પહેલા મુંબઈમાં આયોજિત થયેલ ફિલ્મફેર એવોર્ડ કર્ટન રેજર દરમિયાન નુસરત ખૂબ જ બોલ્ડ અંદાજમાં નજર આવી હતી. નુસરત રેડ કાર્પેટ પર પાઈન ગ્રીન રંગનો ડ્રેસ પહેર્યો હતો.

આ વન શોલ્ડર ડ્રેસનો સૌથી બેસ્ટ પાર્ટ તેની સાઇડ સ્લીટ હતી જે અપર વેસ્ટલાઇન સુધી હતી. આ સ્લીટને જોડવા માટે બે બ્રાઉન સ્મોલ બેલ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ડ્રેસમાં ખૂબ જ હોટ અને ગ્લેમરસ નજર આવતી હતી. મેકઅપની વાત કરવામાં આવે તો નુસરતે એકદમ ન્યૂડ શેડ મેકઅપ કર્યો હતો. જેમાં તેનો લુક ખૂબ જ શાનદાર લાગી રહ્યો હતો. તેની સાથે તેણે ચીક્સને બ્લશરથી હાઈલાઈટ કર્યા હતા. તેમણે પોતે જણાવ્યું હતું કે તેમને તૈયાર થવામાં અંદાજે ૩ કલાકનો સમય લાગ્યો હતો.

નુસરત અવારનવાર પોતાની બોલ્ડ ડ્રેસને કારણે ચર્ચામાં રહેતી હોય છે. આ ડ્રેસને લઈને તેમની પ્રશંસા પણ થયેલી છે. જોકે ઘણી વખત પોતાની બોલ્ડ ડ્રેસના ચક્કરમાં નુસરત યુઝર્સના નિશાના ઉપર પણ આવી છે, પરંતુ તે કોઈપણની પરવા કર્યા વગર પોતાની પસંદગીના કપડાં પહેરે છે. વર્કફ્રંટની વાત કરવામાં આવે તો નુસરત છેલ્લી વખત “ડ્રીમ ગર્લ” મા નજર આવી હતી. ખૂબ જલ્દી તે કોઈ મોટા પ્રોજેક્ટમાં નજર આવી શકે છે.