જ્યારે પાઇ-પાઇ માટે મોહતાજ બની ગયા હતા અમિતાભ, આ કારણને લીધે ઘર વહેંચવું પડે એવી સ્થિતિ ઊભી થઈ હતી

અમિતાભ બચ્ચન ફક્ત એક્ટર જ નહિ પરંતુ એક એવું નામ છે, જેમણે પોતાની મહેનતથી તે સ્થાન પ્રાપ્ત કર્યું છે જ્યાં પહોંચવું દરેક વ્યક્તિના હાથમાં નથી હોતું. અમિતાભ બચ્ચન આજે મહાનાયક છે. લોકો તેમના માટે પ્રાર્થના કરે છે અને તેમના દિવાના છે. જો કે અમિતાભના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો, જ્યારે તેમને સતત અસફળતા મળવા લાગી હતી અને તેમની પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ હતી. આ વાત તે સમયની છે જ્યારે અમિતાભ બચ્ચને પોતાના પ્રોડકશન કંપની ABCL ખોલી હતી. આ કંપનીએ અમિતાભ બચ્ચનના જીવનમાં ખૂબ જ ખરાબ દિવસો બતાવ્યા હતા.

પ્રોડક્શન કંપની માંથી પહેલા મળ્યો નફો

અમિતાભ બચ્ચને પોતાની પહેલી પ્રોડકશન કંપની ખોલી હતી ABCL. આ પ્રોડક્શન નું પહેલું કામ એક ટીવી શો “દેખ ભાઈ દેખ” હતો. આ શો દર્શકોને ખુબ જ પસંદ આવ્યો હતો. ત્યારબાદ “બોમ્બે” ફિલ્મના હિન્દી ડબીંગ થી ABCL કંપનીએ ફિલ્મો માટે કામ કરવાનું શરૂ કરી દીધું. પહેલા વર્ષે અમિતાભ બચ્ચન અને ૧૫ કરોડનો નફો થયો અને ૧૯૯૬માં ABCL નું કામ આગળ વધવા લાગ્યું.

અમિતાભે પહેલી વખતમાં જ કંપનીને મળેલી સફળતાને જોઈને તેને વધારે આગળ વધારવાનો નિર્ણય લીધો. બિગ બી પોતાના પ્રોડક્શનમાં મિસ વર્લ્ડનો પ્રોજેક્ટ લાવ્યા, પરંતુ કંપનીને આ દરમિયાન કોઇ સ્પોન્સર મળ્યા નહીં. ભારતમાં પહેલી વખત મિસ વર્લ્ડ ઇવેન્ટ થવા જઈ રહી હતી. પરંતુ તે સમયે ભારતીય દર્શકોને આ ઈવેન્ટ માં કોઈ દિલચસ્પી જણાવી નહીં. તેવામાં અમિતાભ બચ્ચને બધો ખર્ચ ઉઠાવો પડ્યો.

નુકસાની તરફ વધવા લાગી બિગ બી ની કંપની

મિસ વર્લ્ડ ઈવેન્ટ માટે અમુક પેમેન્ટ આપવાનું બાકી હતું. તેમાં કંપનીને મોટું નુકસાન થયું. આ દરમિયાન ABCL દ્વારા “તેરે મેરે સપને” અને “સાત રંગ કે સપને” નામની બે ફિલ્મો પ્રોડ્યૂસ કરવામાં આવી. આ ફિલ્મો પર ઘણા બધા પૈસા લગાવવામાં આવ્યા, કારણ કે અમિતાભ બચ્ચનને આશા હતી કે તેનાથી કંપનીને ફાયદો મળશે અને નુકસાની ભરપાઈ થઈ જશે. જો કે આવું કંઈ બન્યું નહીં અને આ ફિલ્મો સિવાય બોક્સ ઓફિસ પર ઘણી ફિલ્મો રિલીઝ થઈ રહી હતી. જેમાં રાજા હિન્દુસ્તાની, રંગીલા અને દિલ તો પાગલ હે જેવી મોટા સ્ટાર્સની ફિલ્મો શામેલ હતી. આ બધી ફિલ્મો જબરદસ્ત હિટ સાબિત થઈ અને અમિતાભની કંપનીને મોટું નુકસાન થયું.

અમિતાભે આ ફિલ્મોમાં મોટા સ્ટાર્સ લીધા હતા, પરંતુ તેની કહાની સારી ન હતી એટલે ફિલ્મ આગળ ચાલી શકી નહિ. તેમ છતાં પણ અમિતાભે હાર માની નહિ અને ફિલ્મ “મૃત્યુદાતા” લઈને આવ્યા. આ ફિલ્મ તે બંને ફિલ્મો કરતાં પણ વધારે ફ્લોપ સાબિત થઈ. ત્યારબાદ સમાચાર આવ્યા લાગ્યા કે અમિતાભ બચ્ચન બેંક કરપ્ટ થઇ ચુક્યા છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે ૧૯૯૯ આવતા-આવતા અમિતાભ બચ્ચને પોતાનું ઘર વેચવુ પડે તેવી પરિસ્થિતિ આવી ગઈ.

રસ્તા પર આવી જવાની સ્થિતિમાં પહોંચી ગયા હતા અમિતાભ

પોતાના સમયમાં એટલા મોટા સ્ટાર્સ રહેલા અમિતાભની પાસે તે સમયે નોકરોને આપવા માટે પગાર પણ બચ્યો ન હતો. એવી ખબરો સામે આવી રહી હતી કે અનિલ અંબાણીએ અમિતાભને અમુક પૈસાની મદદ કરવાની વાત કરી હતી. જોકે અમિતાભ બચ્ચને ખુદ્દારી બતાવતા કહ્યું હતું કે તેઓ બસ સપોર્ટ ઈચ્છે છે, પૈસા નહીં. અમિતાભ બચ્ચન મંથન કરતા રહ્યા કે આ ડુબતા વહાણને કેવી રીતે કિનારે પહોંચાડવું અને તેવામાં એક દિવસ યશરાજ તેમની પાસે પહોંચ્યા.

યશરાજ તે દિવસોમાં ફિલ્મ “મહોબ્બતે” બનાવી રહ્યા હતા. અમિતાભે પોતાની પરેશાની જણાવી અને યશરાજે તુરંત જ તેમને ફિલ્મમાં કામ આપવા માટે રાજી થઇ ગયા. આ ફિલ્મની કાસ્ટ તૈયાર થઈ ચૂકી હતી અને અમિતાભનો રોલ પહેલા બોમન ઇરાનીને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ બોમનને હટાવીને ફિલ્મમાં નારાયણ શંકરનું પાત્ર અમિતાભને આપી દેવામાં આવ્યું. ફિલ્મ હિટ સાબિત થઈ, પરંતુ અમિતાભે હજુ ઘણું કરજ ચૂકવવાનું બાકી હતું. ત્યારબાદ અમિતાભને એક ટીવી શોમાં કામ કરવા માટેની ઓફર આવી.

નાના પડદા ઉપર પણ ચાલ્યો બિગ બીનો જાદુ

આ શો હતો “કૌન બનેગા કરોડપતિ”. તે દિવસોમાં મોટા પડદાના સિતારાઓ નાના પડદા પર જલ્દી કામ કરવા માટે તૈયાર થતા ન હતા. જોકે અમિતાભે આ શો માટે હાં કરી દીધી અને એક-એક એપિસોડ માટે અમિતાભને સારી એવી રકમ આપવામાં આવી. શો સુપરહિટ રહ્યો અને તેની સાથે જ અમિતાભ બચ્ચનના સિતારા ફરી એક વખત ચમકવા લાગ્યા. આ પૈસામાંથી અમિતાભ બચ્ચને સૌથી પહેલા પોતાનું ઘર બચાવ્યું અને પછી વર્લ્ડનું અટવાયેલું બધું જ પેમેન્ટ ક્લિયર કરી દીધું. તે સમયે બાદથી અમિતાભ બચ્ચન મોટા પડદાની સાથે સાથે નાના પડદાનાં પણ શહેનશાહ બની ગયા.