જ્યારે રાવણે “સીતા” માતા પાસે માંગી હતી માફી, જાણો શા માટે

ટીવીનાં મોસ્ટ પોપ્યુલર શો “રામાયણ” જે દમદાર કલાકારોને લીધે ઓળખવામાં આવે છે, તેનું હવે નિધન થઇ ચુક્યું છે. એક્ટર અરવિંદ ત્રિવેદીએ ૮૨ વર્ષની ઉંમરમાં ઘણી બધી બીમારીઓને લીધે છેલ્લા શ્વાસ લીધા હતા. અરવિંદ ત્રિવેદી નાં રામાયણમાં નિભાવવામાં આવેલ “રાવણ” નાં કિરદારને હજુ પણ લોકો યાદ કરે છે. અરવિંદ ત્રિવેદી ની અંતિમ યાત્રા માં શામિલ થયા બાદ તેમની સાથે સીતાનો રોલ પ્લે કરવા વાળી દીપિકા ચિખલિયાએ એક કિસ્સો શેર કર્યો છે.

એક ઇન્ટરવ્યુ દરમિયાન દીપિકા ચિખલિયા જણાવ્યું હતું કે સીતા અપહરણ નાં સીન દરમિયાન તેઓ મને ખેંચી રહ્યા હતા, મારા વાળ પણ ખેંચી રહ્યા હતા. તેઓ હકીકતમાં આ સીનને લઈને ખુબ જ ચિંતિત હતા અને તેમને ખુબ જ ખરાબ લાગી રહ્યું હતું. એક એક્ટર માટે આવી રીતે એક્ટ કરવી થોડી મુશ્કેલ હોય છે. તેઓ એક ગુજરાતી હતા અને તેઓ મને સતત પુછી રહ્યા હતા કે તમને લાગ્યું તો નથી? હું તેમને કહેતી હતી કે, હું ઠીક છું અને કોઈ ચિંતાની વાત નથી.

આગળ જણાવતા દીપિકાએ કહ્યું હતું કે, “સીનની માંગણી કંઈક એવી હતી કે તેમણે મારા વાળ પકડીને ખેંચવાના હતા, જેનાથી સ્કિન એકદમ નેચરલ લાગે. તેઓ આ બાબત માં ફસાઈ ગયા હતા કે સીન રિયલ દેખાવો જોઈએ અને મને નુકસાન પણ થવું જોઈએ નહીં. મને આજે પણ યાદ છે કે અરવિંદજી એ મારી પાસે સમગ્ર મીડિયાની સામે માફી માંગી હતી અને એ પણ સીતા અપહરણનાં સીન માટે. તેઓ ખુબ જ ધાર્મિક વ્યક્તિ હતા. તેમને સીન કર્યા બાદ કંઇ પણ સારું મહેસુસ થઇ રહ્યું ન હતું. તેઓ એક શિવભક્ત હતા, તેઓ એક સારા વ્યક્તિ હતા અને તેમની અંદર માનવતા પણ ભરેલી હતી.”

જાણકારી માટે જણાવી દઈએ કે લોકડાઉન દરમિયાન જ્યારે “રામાયણ” નું પ્રસારણ ટીવી પર થયું હતું. ત્યારે દીપિકાએ તેમની સાથે વાત કરી હતી. ઇન્ટરવ્યુ સમયે દીપિકાએ આ વાતનો પણ ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તે સમયે એવું લાગી રહ્યું ન હતું કે તેઓ આટલી બીમારીઓ સામે ઝઝુમી રહ્યા છે. જોકે ફોન ઉપર મારે તેમની સાથે યોગ્ય રીતે વાત થઈ શકે નહીં, પરંતુ અમે રામાયણ ની વાતો કરી હતી. મેં તેમને કહ્યું હતું કે આપણે ખુબ જ જલ્દી મળીશું. ત્યાર બાદ મેં સુનિલ લહરી સાથે તેમને મળવા જવાનો પ્લાન પણ બનાવ્યો હતો, પરંતુ અમે મળી શક્યા નહીં.