જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જાણો ક્યારે થશે કોરોનાનો અંત?

ચીનના પાડોશી દેશ ચીનથી ફેલાયેલા કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં ચેપ લાગ્યો છે. લોકોના મનમાં અત્યારે એક જ સવાલ છે કે કોરોનાનો અંત કેટલો સમય આવશે? કોરોના સંક્રમણને કારણે, લોકોનું જીવન રોકાઈ ગયું છે. આપણાં જીવનમાં ઘટિત થતી ઘટનાઓમાં ગ્રહોનું પણ મહત્વપૂર્ણ યોગદાન છે. સમગ્ર વિશ્વમાં ફેલાયેલા આ ચેપના કારણોને ગ્રહોની સ્થિતિ સાથે પણ જોડી શકાય છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, કોરોનાનું સંક્રમણ ફેલાવવા પાછળ ગ્રહોની વર્તમાનની સ્થિતિ જવાબદાર છે. કોરોના વાયરસ માટે મુખ્ય રૂપથી ગ્રહો જવાબદાર છે. આ બાબત વિશે જ્યોતિષ શું જણાવે છે એ જાણવું હોય તો અમારા આ આર્ટિક્લમાં તમને જણાવીશું કે કોરોનાનો અંત ક્યારે થશે અને કેટલી સાવધાનીઓ જરૂરી છે.

કોરોનાનો અંત : આ ગ્રહોની દેખાઈ રહી છે અસર

જ્યોતિષ શાસ્ત્ર આ વિશે જણાવે છે કે, બે ગ્રહો રાહુ અને કેતુ મુખ્યત્વે રોગચાળા માટે જવાબદાર છે. માનવામાં આવે છે કે રાહુ અને કેતુ બંને ગ્રહોના વાયરસ અને બેક્ટેરિયાથી થતાં ચેપનું કારણ છે અને કોઈ અચાનક ઉત્પન્ન થનાર બીમારીનું કારણ માનવામાં આવે છે. ગુરુને શુભ માનવામાં આવે છે. ગુરુ જીવન આપનાર ગ્રહ છે. રાહુ અથવા કેતુ સાથે બૃહસ્પતિનું મિલન વિશ્વવ્યાપી મહામારીનું કારણ બની રહ્યો છે.

એવું માનવામાં આવે છે કે જ્યારે ગુરુ કેતુ સાથે એકરુપ થાય છે, ત્યારે કોઈ સંક્રામક બિમારીનું સમાધાન સરળતાથી થતું નથી, જ્યારે ગુરુ ગ્રહની સાથે રાહુ સાથે સંયોગ થવા પર્ણ આવી બીમારીનો ઈલાજ મળી જાય છે. કેતુ સાથે ગુરુનો સંયોગ ૨૬ ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ થયો હતો, જેના કારણે કોરોના વાયરસ રોગની સારવાર ઉપલબ્ધ નથી.

તો ક્યારે થશે કોરોનનો અંત?

એસ્ટ્રો અને વાસ્તુ નિષ્ણાત રિદ્ધિ બાહલના જણાવ્યા અનુસાર “કેતુ પહેલા ધન રાશિમાં હતો પરંતુ નવેમ્બરમાં જ બૃહસ્પતિનો પવેશ પણ ધન રાશિમાં થઈ ગયો અને ત્યારબાદ ગુરુ અને કેતુ એક સાથે આવી ગયા. આ ગ્રહોની અસર સ્પષ્ટ રીતે ૨૬ ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ જોવા મળી હતી. ૨૬ ડિસેમ્બરે સૂર્યગ્રહણમાં ૬ ગ્રહો એકરુપ થયા, જેના કારણે નકારાત્મકતામાં વધારો થયો. આ જ કારણ છે કે ચીનમાં વાયરસ ફેલાતા આખા વિશ્વમાં ફેલાવા માંડ્યો અને મહામારીનું સ્વરૂપ લીધું.

રિદ્ધિ બહલ કહે છે કે પરિસ્થિતિ રાતોરાત બદલાશે નહીં. પરિસ્થિતિને બદલવામાં થોડો સમય લાગશે. ૧૪ એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં જશે તેના કારણે પરિસ્થિતિમાં થોડો ફેરફાર થશે. પરંતુ પરિસ્થિતિમાં સંપૂર્ણ સુધારો થશે નહીં. ૧૦ અને ૧૫ મેની વચ્ચે, ત્રણ ગ્રહો (શનિ, ગુરુ અને શુક્ર) વક્ર બનશે. જેના કારણે, પરિસ્થિતિઓમાં વધુ ફેરફારો અનુભવાશે. વળી, ૨૦ મેના રોજ, રાહુ તેની દિશા બદલશે, જેના કારણે ખરાબ પરિસ્થિતિમાં સુધારો થશે. એટલે કે, એમ કહી શકાય કે મે મહિનો રાહત લાવી શકે છે.

લોકોએ હાલમાં સરકાર દ્વારા જારી કરાઈ ગાઇડલાઇન્સનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ. ઉપરાંત, સામાજિક અંતરની સંપૂર્ણ કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારા ગ્રહો મજબુત હોય પરંતુ તમે સાવચેતી ન રાખશો તો તમારે ખતરાનો સામનો કરવો પડી શકે છે. એટલે યોગ્ય રહેશે કે તમે તમારી સંભાળ રાખો.

અગાઉ પણ આ પ્રકારના ગ્રહોની રચના થઈ છે

એસ્ટ્રો અને વાસ્તુ નિષ્ણાત રિદ્ધિ બહલ કહે છે કે આ પહેલીવાર નથી જ્યારે આ પ્રકારના ગ્રહોની રચના થઈ રહી છે. ગ્રહોનો આવો યોગ વર્ષ ૨૦૦૫ માં પણ બનેલ હતો જ્યારે બર્ડફ્લૂ નામની બીમારી ફેલાઈ હતી. વળી, ૧૯૯૩ માં જ્યારે એડ્સનો વાયરસ ફેલાયો હતો, ત્યારે પણ આવો જ યોગ હતો. આજ સુધી, એડ્સ વાયરસ માટે દવા બનાવવામાં આવી નથી, પરંતુ બચાવ એ જ તેનો ઉપાય છે. જ્યારે પણ ગુરુ-કેતુની રચના થાય છે, વિશ્વમાં સંક્રામક બીમારીઓ વધવા લાગે છે. સ્પેનિશ ફ્લૂ મહામારી દરમિયાન પણ આ પ્રકારનો જ યોગ બનેલો હતો. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે કોરોનાનો અંત આવે, પરંતુ આ રોગચાળાને રોકવા માટે દરેક વ્યક્તિએ તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરવા પડશે.