કેટરીના કૈફનાં પુશ અપ્સ જોઈને ભાઇજાનનાં પુશ અપ્સ પણ ઝાંખા લાગશે, જુઓ વિડિયો

કેટરીના કેફ બોલિવૂડની સુંદર અભિનેત્રીઓ માંથી એક છે. તેની સુંદરતા અને ફિટ બોડી ના કરોડો લોકો દિવાના છે. આવું શાનદાર ફિગર મેળવવા માટે જીમમાં કલાકો સુધી પરસેવો વહાવે છે. તે સિવાય પ્રોપર ડાયટ પણ ફોલો કરે છે. હાલમાં જ તેમણે પોતાની ફિટનેસનું એક નાનું ટ્રેલર બતાવીને બધાને આશ્ચર્યમાં મુકી દીધા હતા. હકીકતમાં તેમનો એક વિડીયો હાલના દિવસોમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં કેટરીના પુશ અપ્સ કરતી નજર આવી રહી છે. દિલચસ્પ વાત એ છે કે તે પુશ અપ્સ જમીનને હાથ લગાડયા વગર કરે છે.

જમીનને સ્પર્શ કર્યા વગર લગાવ્યા પુશ અપ્સ

ફિલ્મફેર દ્વારા પોતાના અધિકારિક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટરીના કેફનો એક વિડિયો શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં કેટરીના કેફ જમીન પર પુશ અપ્સ લગાવતી નજર આવી રહી છે. પહેલા તે બંને હાથને જમીન પર રાખીને પુશ અપ્સ કરતી હોય છે. પછી તેમનો ટ્રેનર તેમનો એક હાથ હટાવી લેવા માટે કહે છે. ત્યારબાદ તેઓ એક હાથથી જમીન પર પુશ અપ્સ લગાવતી નજર આવે છે. પછી તેનો ટ્રેઇનર બીજો હાથ પણ હટાવી દેવા માટે કહે છે. આશ્ચર્યજનક રૂપથી કેટરીના જમીનને સ્પર્શ કર્યા વગર બંને હાથ પીઠ પાછળ રાખીને પુશ અપ્સ લગાવતી નજર આવે છે.

આ છે કેટરીનાનાં પુશ અપ્સનું રહસ્ય

થોડા સમય બાદ વીડિયોમાં ખુલાસો થાય છે કે કેટરિના કૈફ જમીનને સ્પર્શ કર્યા વગર પુશ અપ્સ કેવી રીતે કરે છે. તેના બંને પગ એક સીસા જેવા પથ્થર પર હોય છે. આ પથ્થરની બીજી બાજુ એક વ્યક્તિ ઊભો હોય છે, જે કેટરીનાનાં વજનને બેલેન્સ કરવાનું કામ કરતો હોય છે. વીડિયોમાં જેવો આ ટ્રિકનો ખુલાસો થાય છે ત્યાં રહેલા બધા જ લોકો હસવા લાગે છે.

આ વીડિયોને શેયર કરતા ફિલ્મફેર કેપ્શન માં લખે છે કે, “કોઇ આશ્ચર્યની વાત નથી કે કેટરિના કૈફને ઇન્ડિયાની પહેલી ઓનસ્ક્રીન મહિલા સુપર હીરો પ્લે કરવા માટે પસંદ કરવામાં આવેલ છે.”

જુઓ વિડિયો

 

View this post on Instagram

 

No wonder #KatrinaKaif was chosen to play India’s first female superhero on screen.

A post shared by Filmfare (@filmfare) on


કેટરિનાનો આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અત્યાર સુધીમાં ૧ લાખ ૨૩ હજારથી વધારે વખત વિડિયોને જોવામાં આવ્યો છે. કેટરિના હંમેશા કંઈક નવી નવી ચીજો ટ્રાય કરવાનો શોખ રાખે છે. હજુ થોડા દિવસો પહેલા જ તેમનો અન્ય એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તે સમુદ્રની અંદર એક મોટી માછલી સાથે તરતી નજર આવી રહી હતી.

 

View this post on Instagram

 

#tb to A beautiful day in the ocean 🌊 with my most incredible friend 🐳

A post shared by Katrina Kaif (@katrinakaif) on

તેમના કામ વિશે વાત કરવામાં આવે તો કેટરીના ખૂબ જલ્દી રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત સૂર્યવંશી ફિલ્મ નજર આવશે. આ ફિલ્મમાં તેમની સાથે અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે. આ પહેલા ફિલ્મ અને માર્ચમાં રિલીઝ કરવામાં આવનાર હતી, પરંતુ કોરોના મહામારી અને લોકડાઉનને કારણે તેના રિલીઝને પાછળ ધકેલી દેવામાં આવ્યું હતું. હાલમાં ફિલ્મની નવી રિલીઝ ડેટ આવી નથી. તે સિવાય કેટરીના કેફ ખૂબ જલ્દી રણવીર સિંહની સાથે પણ એક ફિલ્મમાં જોવા મળશે.