કમાણીની બાબતમાં તહેલકો મચાવી ચુકી છે આ ૫ ફિલ્મો, જાણો આ ૫ ફિલ્મોએ કેટલી કમાણી કરી છે

બોલીવુડે હાલના વર્ષોમાં જ દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે અને હવે ભારતીય ફિલ્મોને પણ અન્ય દેશોમાં ખૂબ જ જોવામાં આવે છે. હિન્દી સિનેમાની સફળતા પાછળ ઘણી સારી ફિલ્મોનો હાથ છે. જે પ્રકારની ફિલ્મો હવે હિન્દી સિનેમા જગતમાં બનાવવામાં આવી રહી છે, તેના કારણે જ આજે બોલિવૂડ વિશ્વમાં આટલું ફેમસ થઈ ચૂક્યું છે.

આજે અમે તમને ભારતની એવી પાંચ ફિલ્મો વિશે જાણકારી આપવાના છીએ, જેમણે બોક્સ ઓફિસ ઉપર સૌથી વધારે કમાણી કરી છે અને આ ફિલ્મો સમગ્ર વિશ્વમાં ખૂબ જ ફેમસ રહી છે. તો ચાલો જાણીએ કે બોક્સ ઓફિસ ઉપર સૌથી વધારે કમાણી કરનારી ભારતીય ફિલ્મો કઈ કઈ છે.

બાહુબલી-૨

“બાહુબલી-૨ ધ કોન્ક્લુજન” ફિલ્મ વર્ષ ૨૦૧૭માં આવી હતી. આ ફિલ્મ એસ.એસ. રાજામૌલી દ્વારા બનાવવામાં આવી હતી અને તેનું કુલ બજેટ ૨૫૦ કરોડ રૂપિયા જેવું હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર ૧૮૧૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ એક એક્શન ફિલ્મ છે, જે રાજાઓના સમય પર આધારિત છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પ્રભાસ, અનુષ્કા શેટ્ટી અને રાણા દગ્ગુબાટી છે.

પીકે

“પીકે” આમિર ખાનની ફિલ્મ છે અને આ ફિલ્મ વર્ષ ૨૦૧૪માં આવી હતી. આ ફિલ્મને રાજકુમાર હિરાણીએ બનાવી હતી અને આ એક કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મ સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મોમાં સામેલ છે અને આ મુવીએ ૮૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ ચીનમાં ખૂબ જ હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં આમિર ખાને બીજા ગ્રહમાં રહેવાવાળા વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું.

બાહુબલી

બાહુબલી વર્ષ ૨૦૧૫માં આવી હતી. આ ફિલ્મમાં અભિનેતા પ્રભાસ મુખ્ય પાત્રમાં છે. બાહુબલી ફિલ્મે ૬૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ ખૂબ જ હિટ રહી હતી. ત્યારબાદ તેનો બીજો પાર્ટ પણ બનાવવામાં આવ્યો હતો, જે તેનાથી પણ વધારે સફળ સાબિત થયો હતો.

બજરંગી ભાઈજાન

સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાન વર્ષ ૨૦૧૫માં આવી હતી અને આ ફિલ્મમાં કરીના કપૂર ખાન પણ હતી. આ ફિલ્મ એક પાકિસ્તાની બાળકીનાં જીવન પર આધારિત હતી. આ ફિલ્મમાં સલમાન ખાને બજરંગી નામના એક વ્યક્તિની ભૂમિકા નિભાવી હતી, જે ભૂલથી ભારત આવેલી પાકિસ્તાનની બાળકીને પરત તેના દેશમાં લઇ જવાનું કામ કરે છે. આ ફિલ્મને ૯૦ કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવેલ હતી, જ્યારે તેણે બોક્સ ઓફિસ ઉપર ૬૩૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ સલમાન ખાનની કારકિર્દીની બેસ્ટ ફિલ્મોમાંથી એક છે.

સુલ્તાન

સુલ્તાન ફિલ્મ ૨૦૧૬ માં આવી હતી અને આ ફિલ્મ ૧૪૫ કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી હતી, જ્યારે તેણે ૫૯૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ એક પહેલવાનનાં જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે સુલ્તાન અલી ખાન એટલે કે સલમાન ખાન પોતાની કારકિર્દી છોડી દે છે. વળી અમુક વર્ષો બાદ તે ફરીથી પોતાના ખોવાયેલા સન્માનને પરત મેળવવા માટે ખેલ જગત માં પરત ફરે છે. જોકે વધારે ઉંમર હોવાને કારણે તેને ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડે છે.