“કાંચા ચીના” થી ડબલ ખતરનાક છે “KGF: ચેપ્ટર-૨” માં સંજય દત્તનો લુક, જોઈને રુવાંડા ઊભા થઈ જશે

“કેજીએફ ચેપ્ટર-૧” આજ સુધી દર્શકોની ફેવરિટ ફિલ્મ બનેલી છે. ૨૦૧૮ માં આવેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર લગભગ ૩૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ફેન્સને એક્ટર યશ નો રોકી ભાઈનો અંદાજ ખૂબ જ પસંદ આવ્યો હતો. આ ફિલ્મ જોયા બાદ ફેન્સ “કેજીએફ ચેપ્ટર-૨” ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

કેજીએફ ચેપ્ટર-૨” માં ખલનાયક બન્યા છે સંજય દત્ત

આ ફિલ્મના સેકન્ડ પાર્ટમાં બોલિવૂડના બે કલાકાર સંજય દત્ત અને રવીના ટંડન પણ મુખ્ય ભૂમિકામાં નજર આવશે. જ્યાં એક તરફ રવીના ફિલ્મમાં એક રાજનેતાનો રોલ પ્લે કરી રહી છે, તો બીજી તરફ સંજય દત્ત ફિલ્મમાં ખલનાયક બનેલા છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે ખલનાયકનું નામ “અધીરા” છે. હાલમાં જ તેનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. “અધીરા”ના અવતારમાં સંજય દત્ત ખુબ જ જોરદાર દેખાઈ રહ્યા છે. તેમનો આ લુક સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહ્યો છે. સંજય દત્તે પોતે ફિલ્મના આ લુકને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરેલ છે.

પોતાના લુકને ફેન્સની સાથે શેયર કરતાં સંજય દત્તે કેપ્શન માં લખ્યું છે, “ફિલ્મમાં કામ કરીને ખૂબ જ ખુશી થઈ. તેનાથી વધારે બર્થ ડે ગિફ્ટ બીજી કોઇ હોઇ શકે નહીં.” તેની સાથે જ સંજય દત્તે કેજીએફ ની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. સંજય પોતાના ફેન્સને ક્યારે ભૂલતા નથી અને તેમને ધન્યવાદ કહેતાં કહ્યું “મારા ફેન્સને સ્પેશ્યલ થેંક્સ. તમે બધાએ હંમેશા મને પ્રેમ આપ્યો છે અને મારા સપોર્ટમાં ઉભા રહ્યા છો.”

અગ્નિપથ” ના “કાંચા ચીના” કરતાં પણ વધારે ખતરનાક લુક

આ પહેલા અગ્નિપથમાં સંજય દત્તનો “કાંચા ચીના” વાળો લુક ખૂબ જ વાયરલ થયો હતો. તે ફિલ્મમાં પણ સંજય દત્તે ખતરનાક વિલનનું પાત્ર નિભાવ્યું હતું. જોકે હવે “કેજીએફ ચેપ્ટર-૨” ના લુકને જોયા બાદ તેમના કાંચા ચીના વાળા લુક કરતા પણ તેઓ વધારે ખતરનાક જોવા મળી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે “કેજીએફ ચેપ્ટર-૨” માં અધીરા ના આ પાત્રને સંજયદત કઈ સ્ટાઇલમાં નિભાવે છે.

જણાવી દઈએ કે ૨૯ જુલાઇના સંજય દત્તનો જન્મ દિવસ પણ હતો. તેવામાં મેકર્સે તેમનો આ લુક તેમના બર્થડે વાળા દિવસે રિલીઝ કર્યો હતો. તમારા બધાની તો ખબર નથી પરંતુ અમને સંજય દત્તનો આ લુક ખૂબ જ પસંદ આવ્યો છે. બસ હવે ફિલ્મને જોવા માટે ની રાહ જોઈ રહ્યા છીએ. જો બધું યોગ્ય રહ્યું તો આ ફિલ્મ ૨૩ ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ રીલીઝ કરવામાં આવશે.