કપાળ પર તિલક લગાવવાથી થાય છે જબરદસ્ત ચમત્કારિક ફાયદાઓ, તિલકનાં મહત્વ વિશે જાણો

Posted by

કોઈપણ વ્યક્તિના કપાળ પર તિલક જોઈને મનમાં સવાલ ઉભો તો સ્વાભાવિક છે કે આખરે તિલક લગાવવાના ફાયદો શું છે. શું તે ફક્ત અન્ય લોકો સામે દેખાડો કરવા માટે લગાડવામાં આવે છે કે પછી તિલક ધારણ કરવાનો કોઈ વૈજ્ઞાનિક આધાર પણ છે? હકીકતમાં તિલક લગાવવા પાછળ આધ્યાત્મિક ભાવનાની સાથે સાથે અન્ય લાભ પણ છુપાયેલા છે. સામાન્ય રીતે ચંદન, કંકુ, માટી હળદર, ભસ્મ વગેરેનુ તિલક લગાવવાનો રિવાજ છે.

જો કોઈ વ્યક્તિ તિલક લગાવવાના લાભ લેવા માંગે છે, પરંતુ તે અન્ય વ્યક્તિને બતાવવા નથી ઇચ્છતો કે તેણે તિલક લગાવ્યું છે, તો શાસ્ત્રોમાં તેનો પણ ઉપાય બતાવવામાં આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે આવી સ્થિતિમાં કપાળ પર પાણીથી તિલક લગાવી લેવું જોઈએ. તેનાથી લોકોની પ્રત્યક્ષ રૂપ થી અમુક લાભ ખૂબ જ સરળતાથી મળી જાય છે.

તિલક લગાવવાની પરંપરા સદીઓથી ચાલતી આવી રહી છે. લોકો તિલક ત્યારે જ લગાવે છે, જ્યારે તેઓ કોઈ ધાર્મિક કાર્યક્રમમાં સમ્મલિત થાય છે અથવા ઘરે કોઈ પૂજા કરવામાં આવેલ હોય. સામાન્ય રીતે લોકો તિલક લગાવતા નથી. આધુનિક યુગમાં હવે તિલક લગાવવાની પરંપરા ખોવાઈ ચૂકી છે. લોકો તિલક લગાવવું આઉટડેટેડ સમજે છે. પરંતુ તમને જાણ નહીં હોય કે તિલક તમારા તન નહી પરંતુ મનનાં વિકાસ માટે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.

કપાળ પર તિલક લગાવવાનું ફક્ત ધાર્મિક નહીં પરંતુ મનોવૈજ્ઞાનિક કારણ પણ છે. આવું કરવાથી તન અને મન બંને શાંત રહે છે. એટલા માટે કોશિશ કરો કે જ્યારે પણ તમને મોકો મળે તો પોતાના કપાળ પર તિલક જરૂર લગાવો. આજે આપણે અહીંયા તિલક લગાવવાથી થતા ફાયદા વિશે જાણકારી મેળવીશું.

  • તિલક લગાવવાથી વ્યક્તિત્વ પ્રભાવશાળી બની જાય છે. હકીકતમાં તિલક લગાવવાની મનોવૈજ્ઞાનિક અસર થાય છે. કારણ કે તેનાથી વ્યક્તિના આત્મવિશ્વાસ અને આત્મબળ ખૂબ જ વધારો થાય છે.

  • કપાળ પર નિયમિત રૂપથી તિલક લગાવવાથી મસ્તિષ્કમાં તરવરાટ આવે છે. આપણને શાંતિનો અનુભવ થાય છે. તિલક આપણને ઘણા પ્રકારની માનસિક બીમારીઓથી બચાવે છે.
  • મગજમાં સેરાટોનીન અને બીટા એંડોર્ફિન નો સ્ત્રાવ સંતુલિત રીતે થાય છે. જેનાથી ઉદાસી દૂર થાય છે અને મનમાં ઉત્સાહ જાગે છે. આ ઉત્સાહ લોકોને સારા કામો કરવામાં પ્રોત્સાહન આપે છે.
  • તેનાથી માથાના દુખાવાની સમસ્યા ઓછી થઈ જાય છે.
  • હળદર યુક્ત તિલક લગાવવાથી ત્વચા શુદ્ધ થાય છે. હળદરમાં એંટી બેક્ટેરિયલ તત્વ હોય છે, જે રોગોથી મુક્ત કરે છે.

  • ધાર્મિક માન્યતા અનુસાર ચંદનનું તિલક લગાવવાથી મનુષ્યના પાપોનો નાશ થાય છે. લોકો ઘણા પ્રકારના સંકટમાંથી બચી શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તિલક લગાવવાથી ગ્રહોની શાંતિ પણ થાય છે.
  • માનવામાં આવે છે કે ચંદનનું તિલક લગાવવાથી ઘરમાં અન્ન અને ધન ભરેલું રહે છે અને સૌભાગ્યમાં વધારો થાય છે.
  • ઋષિ મુનિઓ અને યોગી લોકો મેડીટેશન શરૂ કરતા પહેલા તેઓ પોતાના કપાળ પર તિલક લગાવતા હોય છે. કારણકે કપાળની આ જગ્યા પર આજ્ઞાચક્રમાં ઉપસ્થિત ભીડમાં જોડાયેલી બધી નાડીઓનો સમૂહ આવેલો હોય છે. જેથી કપાળ પર તિલક કરવાથી માનસિક એકાગ્રતા વધે છે અને મગજ શાંત રહે છે.

Comments are closed.