કપિલ શર્માનાં શો માં જવા માટે કેટલા રૂપિયા આપવા પડે છે? કપિલ શર્માએ જણાવ્યુ રહસ્ય

કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં એવો કોહરામ મચાવ્યો છે કે મોટા-મોટા સેલિબ્રિટી પણ ઘરે બેસવા માટે મજબૂર બની ગયા છે. ભારતમાં લાંબો સમય સુધી લોકડાઉન ચાલ્યું અને ધીમે ધીમે હવે લોકડાઉન ખોલવામાં આવી રહ્યું છે. ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ બધા લોકો પોતાના ઘરમાં કેદ હતા. મનોરંજન જગતની વાત કરવામાં આવે તો અહીંયા પણ ફિલ્મ અને ટીવી શો ના શુટ થઇ રહ્યા ન હતા. તેવામાં લોકો જુના એપિસોડ વારંવાર જોઈને સમય પસાર કરી રહ્યા હતા. તેવામાં એક શો એવો પણ છે જેને ગમે તેટલી વખત જોઈએ હસવું જરૂરથી આવી જાય છે. તમે સમજી જ ગયા હશો કે અમે અહીંયા “ધ કપિલ શર્મા શો” ની વાત કરી રહ્યા છીએ.

કપિલ શર્મા વર્તમાન ભારતનાં નંબર વન કોમેડિયન છે. તેનો શો સોની ટીવી ઉપર ખૂબ જ ચર્ચા માં રહે છે. આ શોમાં મોટા મોટા સિતારાઓ પોતાની ફિલ્મના પ્રમોશન કરવા માટે આવે છે. આ દરમિયાન દર્શકોને સ્ટાર્સના અંગત જીવન વિશે જાણવાનો અવસર મળે છે. તેની સાથે કપિલનાં શો પર બેસેલી લાઈવ ઓડિયન્સ સાથે પણ વાતચીત થાય છે. ઘણી વખત ઓડિયન્સમાં બેઠેલા લોકો એટલા મજેદાર સવાલ પૂછે છે કે દરેક વ્યક્તિને હસવું આવી જાય છે. લાઈવ ઓડિયન્સને કપિલ શર્માની સાથે સાથે બોલિવૂડના સ્ટાર્સને પણ મળવાનો અવસર પ્રાપ્ત થતો હોય છે. તેમાં ઘણા લોકો આ લાઈવ શો જોવાનું સપનું પણ જોતા હોય છે.

આ શોમાં ઓડિયન્સ બનીને જવા માટે લોકોના મનમાં અમુક સવાલો પણ હોય છે. જેમ કે શું આ શો પર જવા માટે ટીકીટ બુક કરાવવી પડે છે? તેના માટે શું પૈસા આપવા પડે છે અને જો હાં તો કેટલા રૂપિયા એક ટિકિટના હોય છે? આ સવાલ કદાચ તમારા મનમાં પણ આવ્યા હશે. હાલમાં જ કપિલે આ સવાલનો જવાબ આપીને લોકોના દિલ ખુશ કરી દીધા. હકીકતમાં કપિલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફેન્સની સાથે સવાલ-જવાબનું સેશન રાખ્યું હતું. આ દરમિયાન ફેન્સે કપિલને ઘણા પ્રકારના સવાલ કર્યા. જેમાંથી એક સવાલ “ધ કપિલ શર્મા શો” ની ટિકિટ પ્રાઈઝને લઈને પણ હતો.

કપિલનો શો જોવા માટે કેટલા પૈસા આપવા પડે છે?

હકીકતમાં કપિલ શર્મા પોતાના શો પર આવતી ઓડિયન્સ પાસેથી એક પણ પૈસો લેતા નથી. તેમના શો ને લાઈવ દર્શકો બીલકુલ મફતમાં જોઈ શકે છે આ વાતની પુષ્ટી ખુદ કપિલે પોતાના ટ્વિટરના માધ્યમથી કરી હતી. જ્યારે કોઈએ તેમને પૂછ્યું કે શું તમારા શો માં આવવા વાળી ઓડિયન્સને ટીકીટ બુક કરાવી પડે છે? તો તેના પર કપિલે જવાબ આપતા કહ્યું હતું કે, “અમે અમારા દર્શકો પાસેથી ક્યારેય પૈસા લેતા નથી તે બિલકુલ મફત છે.”

લાઈવ ઓડિયન્સ પણ કપિલના શો ને હિટ કરવામાં મહત્વનું યોગદાન આપે છે. જ્યારે કપિલ શો માં જોક કરે છે, તો ત્યાં બેસેલી ઓડિયન્સ ખડખડાટ હસે છે અને વાતાવરણને ખુશનુમા બનાવી દે છે. તે સિવાય શોમાં આવનારા લોકો દિલચસ્પ સવાલો થી સૌનું મનોરંજન પણ કરતા હોય છે.