કપિલ શર્માનાં કોમેડી શો માં આજ સુધી નથી થઈ આ સ્ટાર્સની એન્ટ્રી, જાણો તેનું કારણ

Posted by

ટેલિવિઝન ના ફેમસ કોમેડી શો ધ કપિલ શર્મા નો શો એવા શોમાં સામેલ છે, જેમાં ટીવી ઇન્ડસ્ટ્રી થી લઈને ફિલ્મ અને ક્રિકેટ જગતના લોકો પણ સામેલ થાય છે. જ્યારે પણ કોઈ ફિલ્મ રિલીઝ થાય છે તો ફિલ્મના કલાકારો આ શોમાં પોતાની ફિલ્મના પ્રમોશન માટે જરૂર પહોંચે છે. કપિલનો શો લોકોમાં લોકપ્રિય છે અને એ જ કારણ છે કે કલાકારો આ શોમાં આવીને પોતાના ફિલ્મનું પ્રમોશન કરે છે. પરંતુ આજે અમે તમને એવા કલાકારો વિશે બતાવીશું જેમણે કપિલ શર્માના શોમાં આવવાની ના પાડી હતી.

આમિર ખાન

બોલિવૂડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ કહેવાતા આમિર ખાને ઘણા નિયમો બનાવી રાખ્યા છે. જેને તેઓ શરૂઆતથી જ પાલન કરે છે. જણાવી દઈએ કે આમિર ખાન માત્ર એક જ ફિલ્મ માં કામ કરે છે. તેની સાથે જ આમીરખાન આજ સુધી કોઈપણ શો અથવા તો અવોર્ડ ફંકશનમાં નથી જતા. જણાવી દઈએ કે આ જ કારણને લીધે આમિર ખાન આજ સુધી કપિલ શર્માના શોમાં દેખાયા નથી.

સચિન તેંડુલકર

કપિલના શોમાં ઘણા ઇન્ડિયન ક્રિકેટર પણ આવી ચૂક્યા છે, જેમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પણ સામેલ છે. પરંતુ કપિલ શર્માના શો માં આજ સુધી સચિન તેંડુલકર નથી આવ્યા. જણાવી દઈએ કે કપિલ શર્મા સચિન ખુબ જ મોટા ચાહક છે, જેના લીધે તેમણે ઘણી વાર સચિનને પોતાના શોમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ સચિન તેમના શોમાં આવ્યા નહીં. જણાવી દઈએ કે કપિલનાં શો પર ભૂતકાળમાં ૧૯૮૩ ક્રિકેટ વર્લ્ડ કપની વિજેતા ભારતીય ટીમ પણ આવી હતી.

સંજય દત્ત

કપિલના શો માં ન જવામાં હોય બોલીવુડનાં બાબા એટલે કે સંજય દત્તનું નામ પણ સામેલ છે. જણાવી દઈએ કે સંજય દત્ત આજ સુધી પોતાની કોઇપણ ફિલ્મના પ્રમોશન માટે કપિલ શર્મા શો પર ગયા નથી. જોકે તેમના આ શોમાં ન જવા પાછળનું કારણ શું છે તે હજી સુધી બહાર આવ્યું નથી.

એમએસ ધોની

જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોનીની જ્યારે બાયોપિક “એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી” રિલીઝ થઈ ત્યારે કપિલ શર્માએ તેમને પોતાના શોમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ સમય ન હોવાથી ધોનીએ શોમાં આવવા માટે ના કહી હતી. જણાવી દઈએ કે આ ફિલ્મમાં ધોનીનું પાત્ર સુશાંત સિંહ રાજપૂતે ભજવ્યું હતું. ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું. સાથે જ ફિલ્મમાં સુશાંત સિંહ ની પણ પ્રશંસા કરવામાં આવી હતી.