કરીના કપુરે નેપોટીજ્મ પર દર્શકોને કહ્યું કે – કોણે કહ્યું કે અમારી ફિલ્મો જુઓ, નહીં જોતાં અમારી ફિલ્મો”, જુઓ વિડિયો

Posted by

ઘણા સમયથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં નેપોટીજ્મને લઈને ચર્ચા ચાલી રહી છે. ઘણા સિતારા આ બાબતને લઈને સતત પોસ્ટ કરી રહ્યા છે. તેવામાં અભિનેત્રી કરિના કપૂર ખાનનો એક વિડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે. જેમાં તેમને ટ્રોલ કરવામાં આવી રહેલ છે. જણાવી દઈએ કે કરીના કપૂર ખાને પોતાના લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “તમે લોકો જ સ્ટાર કિડ્સની ફિલ્મો જોવા માટે જાઓ છો, એટલા માટે તેઓ મશહૂર થાય છે. તમે લોકો ના જાઓ. તમારા ઉપર કોઈપણ પ્રકારનો દબાણ કરવામાં નથી આવતું કે તમે અમારી ફિલ્મ જોવા માટે જાઓ.”

બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લઈને બે જૂથમાં વહેંચાઈ ગઈ છે. હવે ઇન્ડસ્ટ્રીમાં અલગ-અલગ લોકો આ બાબત પર પોતાનું મંતવ્ય જણાવી રહ્યા છે. તેવામાં કરીના કપૂર ખાનનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે નેપોટીજ્મને લઈને વાત કરી રહી છે. કરીના કપૂરની વાતો અમુક યુઝર્સને પસંદ આવી નહીં, જેના કારણે હવે તેમને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહેલ છે.

આ વીડિયોમાં કરીના કપૂર ખાન બોલી રહી છે કે, “દર્શકોએ અમને સ્ટાર બનાવ્યા છે અને આજે એજ લોકો અમારા ઉપર નેપોટીજ્મને લઈને આંગળી ઉઠાવી રહ્યા છે. તમે અમારી ફિલ્મો જોવા માટે જાઓ છો ને? તો જતા નહીં. કોઇ ફોર્સ નથી કરતું કે તમે અમારી ફિલ્મ જુઓ. મને લાગે છે કે આ બધી ચર્ચા જ કારણ વગરની છે.” હવે કરીના કપૂરનાં વિડીયો બાદ સોશિયલ મીડિયા પર તેમને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહેલ છે. લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આ વિડિયો સામે આવ્યા બાદ લોકો સતત તેમને ટ્રોલ કરી રહ્યા છે અને નેપોટીજ્મ પર કૉમેન્ટ કરી રહ્યા છે. કરિના કપૂર ખાનનો વિડીયો એટલી ઝડપથી વાયરલ થઇ રહ્યો છે કે ટ્વિટર ઉપર પણ ટ્રેન્ડ થઈ રહ્યો છે. તે સિવાય લોકો કહી રહ્યા છે કે કરીના કપૂરની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને નહીં જોવામાં ન આવે. અમુક લોકો આ વીડિયો પર કૉમેન્ટ કરી રહ્યા છે કે તમે કઈ રીતે પોતાની ફિલ્મને પ્રમોટ કરી શકો છો.

તે સિવાય અમુક યુઝર્સ એવા પણ છે જે કરીના કપૂર ખાનના સપોર્ટમાં ઉભા થયેલા છે અને લોકો તેમનો સાથ આપી રહ્યા છે. કરિના કપૂર ખાનનો વિડીયો ધડાધડ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. કરીના કપૂર ખાન હાલના સમયમાં ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને લઈને ચર્ચામાં ચાલી રહી છે અને તેમાં તે આમિર ખાનની સાથે નજર આવશે. આમિર ખાન આ ફિલ્મમાં શાનદાર પાત્ર નિભાવતા નજર આવશે. આ પહેલા બંનેની જોડી ૩ ઈડિયટ્સ માં નજર આવી હતી.