કારકિર્દી માટે આ સિતારાઓએ છોડી દીધો હતો અભ્યાસ, કોઈ ફક્ત ૬ ધોરણ પાસ તો કોઈ ૧૦ ધોરણ

બોલીવુડ સિતારાઓની જિંદગી એટલી શાનદાર હોય છે કે તેમના ફેન્સ તેમની લાઈફ સ્ટાઈલ જોઈને આકર્ષિત થઇ જાય છે. ફેન્સ પોતાના સ્ટાર વિશે દરેક જાણકારી રાખવાનું પસંદ કરે છે. તેમના ખાવા-પીવા અને ઘર સિવાય તેમના રિલેશનશિપને લઈને પણ ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ રહેતા હોય છે. વળી ફેન્સને તે જાણવામાં પણ દિલચસ્પ રહેતી હોય છે કે તેમના ફેવરિટ સ્ટાર્સ કેટલું ભણેલા છે. તેવામાં આજે અમે તમને જણાવીશું તે સિતારા વિશે જેમણે પોતાની કારકિર્દીને પ્રાથમિકતા આપતા અભ્યાસ વચ્ચે છોડી દીધો હતો.

પ્રિયંકા ચોપડા

બોલિવૂડની દેશી ગર્લ આજે બોલિવૂડની સાથે-સાથે હોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ નામ કમાઈ રહી છે. પ્રિયંકા ચોપડાએ ખૂબ જ સુંદર અભિનેત્રી છે અને તે સિવાય તેમનું માઇન્ડ પણ ખૂબ જ શાર્પ છે. જો કે પ્રિયંકાએ ફક્ત ૧૨માં ધોરણ સુધી અભ્યાસ કરેલ છે. પ્રિયંકા ચોપડા ખૂબ જ નાની ઉંમરમાં મિસ વર્લ્ડનો ખિતાબ જીતી ચુકી હતી અને ત્યારબાદ તેમને સતત મોડલિંગના ઓફર આવવા લાગ્યા હતા. તેવામાં તેઓએ આગળ અભ્યાસ કર્યો નહીં અને પોતાની કારકિર્દી પર ફોકસ કર્યું. આજે પ્રિયંકા ગ્લોબલ સ્ટાર બની ચૂકી છે.

કરિશ્મા કપૂર

૯૦ના દશકની સુંદર અને પ્રતિભાવાન અભિનેત્રી કરિના કપૂર એક સમયે બધા લોકોના હૃદય પર રાજ કરતી હતી. કપૂર પરિવારની દીકરીએ પોતાના પરિવારની મહિલાઓ ઇન્ડસ્ટ્રીમાં કામ ન કરવાની પરંપરા પણ તોડી હતી. જોકે કરિશ્માએ ફક્ત ૬ ધોરણ સુધી જ અભ્યાસ કરેલ છે, ત્યારબાદ તે સ્કૂલ ગયેલ નથી. કરિશ્માએ બોલિવૂડમાં એન્ટ્રી કરી અને સખત મહેનતથી પોતાને સ્ટાર બનાવી.

આમિર ખાન

એકથી એક ચડિયાતી ફિલ્મો કરીને મિસ્ટર પરફેક્ટનિસ્ટ ના રૂપમાં ઓળખવામાં આવતા આમિર ખાન અભ્યાસની બાબતમાં ખૂબ જ પાછળ છે. આમિર ખાને ફક્ત ૧૨ ધોરણ સુધી અભ્યાસ કરેલ છે. જોકે આમિર ખાનને હંમેશા ઓછો અભ્યાસ કરવાનો દુઃખ રહ્યું છે. આમિર ખાને પહેલાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે તેઓ વધારે અભ્યાસ કરવા માંગતા હતા.

કેટરીના કૈફ

બ્રિટિશ બ્યુટી કેટરીના કૈફે પણ ૧૦માં ધોરણ સુધી અભ્યાસ કરેલ છે. કેટરિનાએ ખૂબ જ નાની ઉંમરથી જ મોડલિંગ શરૂ કરી દીધું હતું. તેના માટે તેમણે અભ્યાસ છોડવો પડયો હતો. કેટરિનાને બોલિવૂડમાં એક આઉટસાઈડર ના રૂપમાં એન્ટ્રી મળી હતી, ત્યારબાદ તેઓને સલમાન ખાનનો સાથ મળી ગયો. આજે કેટરિનાની ગણતરી ટોપ એક્ટ્રેસમાં થાય છે.

બિપાશા બસુ

બ્લેક બ્યુટી તરીકે ઓળખાતી બિપાશા બાસુએ પોતાની હોટનેસ અને ગ્લેમરને કારણે ઇન્ડસ્ટ્રીમાં આગ લગાડી દીધી હતી. તેમને હોરર ફિલ્મો માટે ખૂબ જ પસંદ કરવામાં આવતા હતા. હાલના સમયમાં બિપાશા ફિલ્મોથી દૂર છે. બિપાશા પહેલા એક્ટ્રેસ નહીં પરંતુ સીએ બનવા માંગતી હતી. ત્યારબાદ તેમણે સુપરમોડલ કોન્ટેસ્ટમાં ભાગ લીધો અને જીતી ગઈ. બિપાશાએ ૧૨ ધોરણ સુધી અભ્યાસ કરેલ છે.

દીપિકા પાદુકોણ

પોતાની એક્ટિંગ અને સુંદરતાથી લોકોના દિલ પર રાજ કરવા વાળી દીપિકા પાદુકોણ પણ અભ્યાસના આ મામલામાં ઘણા સ્ટાર્સ થી પાછળ છે. દીપિકાએ ફક્ત ૧૨ ધોરણ સુધી અભ્યાસ કરેલ છે. ૧૨માં ધોરણ બાદ તેમણે ગ્રેજ્યુએશન માં એડમિશન લીધું હતું, પરંતુ મોડેલિંગને કારણે તેમણે કારકિર્દી છોડી દીધી. ત્યારબાદ તે વિડિયો આલ્બમ માં નજર આવી. દીપિકાને તેમની કારકિર્દીનો સૌથી મોટો બ્રેક ફરાહ ખાનની ફિલ્મ “ઓમ શાંતિ ઓમ” થી મળ્યો હતો.