કરોડોમાં સેલેરી મેળવે છે બોલીવુડ હસીનાઓનાં આ બોડીગાર્ડ્સ, સની લિયોન આપે છે સૌથી વધારે સેલેરી

Posted by

બોલિવૂડનાં સિતારાઓ જેટલું નામ અને ફેમ પ્રાપ્ત કરે છે, તેઓને પોતાની સુરક્ષાની પણ તેટલી જ ચિંતા સતાવતી રહે છે. એ જ કારણ છે કે બધા મોટા ફિલ્મી સિતારાઓ પોતાના પર્સનલ બોડીગાર્ડ રાખે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે બોલિવૂડમાં એવા ઘણા સેલિબ્રિટી છે જે પોતાના બોડીગાર્ડને કરોડોમાં સેલેરી આપે છે. અહીંયા તમને બોલિવૂડ સેલિબ્રિટીના કરોડોમાં સેલેરી મેળવતાં બોડીગાર્ડ વિશે જણાવીશું.

દીપિકા પાદુકોણ

લોકપ્રિયતાની બાબતમા હાલના સમયમાં બોલીવુડમાં દીપિકા પાદુકોણ લગભગ બધી અભિનેત્રીઓથી આગળ ચાલી રહી છે. ભીડમાં પોતાની સુરક્ષા માટે તેમણે જલાલ નામનો એક બોડીગાર્ડ રાખેલ છે, જેને તે પોતાનો ભાઈ મને છે અને દર વર્ષે તેમને રક્ષાબંધનના દિવસે રાખડી બાંધે છે. જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ તેને વાર્ષિક ૯૦ લાખ રૂપિયા સેલરીનાં રૂપમાં જલાલને આપે છે.

કેટરિના કૈફ

કહેવામાં આવે છે કે સલમાનનાં રહેવાથી કેટરીના કેફ પર કોઈ મુસીબત આવી શકતી નથી. પરંતુ તેમ છતાં પણ પોતાની સુરક્ષા માટે તેમણે દિપક સિંહ નામનો બોડીગાર્ડ રાખેલ છે. દિપક સિંહ એક સમયમાં બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનના પર્સનલ બોડીગાર્ડ રહેલા છે. બોલીવૂડના સૌથી હેન્ડસમ બોડીગાર્ડમાં તેમની ગણતરી કરવામાં આવે છે. જણાવવામાં આવે છે કે દીપકને વાર્ષિક ૧ કરોડ રૂપિયા આપવામાં આવે છે.

અનુષ્કા શર્મા

બોલિવૂડની મશહૂર અભિનેત્રી અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ પણ પોતાની સુરક્ષા માટે એક પર્સનલ બોડીગાર્ડ રાખેલ છે, જેનું નામ પ્રકાશ સિંહ છે. પોતાની સુરક્ષા માટે અનુષ્કા શર્મા આંખ બંધ કરીને પ્રકાશ સિંહ પર ભરોસો કરે છે. પ્રકાશ સિંહ પણ અનુષ્કાની સુરક્ષા માટે હંમેશા સચેત રહે છે. અનુષ્કા પાસેથી તેઓ વાર્ષિક ૧.૨ કરોડ રૂપિયા સેલેરીના રૂપમાં વસૂલ કરે છે.

કંગના રનૌત

બોલિવૂડની પંગા ગર્લ કંગના રનૌતને તો સામાન્ય રીતે બોડીગાર્ડની જરૂરિયાત નથી, પરંતુ તેમ છતાં પણ તેમણે કુમાર નામનો એક પર્સનલ બોડીગાર્ડ રાખેલ છે. કુમાર પણ ઘણાં અવસર પર સાથે જોવા મળે છે. કુમારને પોતાના પરિવારના સદસ્યોની જેમ કંગના માને છે અને તેમનો જન્મદિવસ પણ ઉજવે છે. કંગના કુમારને વાર્ષિક ૯૦ થી ૯૫ લાખ રૂપિયા સેલેરીનાં રૂપમાં આપે છે.

શ્રદ્ધા કપૂર

બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર કે જે શક્તિ કપૂરની દીકરી છે, તેમના પ્રશંસકોની સંખ્યા પણ લાખોમાં છે. ઘણી વખત ભીડમાં ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ચુકેલ છે. તેવામાં તેમણે અતુલ કાંબલે નામનો એક પર્સનલ બોડીગાર્ડ રાખેલ છે, જે પડછાયાની જેમ તેમની સાથે રહે છે. પોતાની જિંદગીનો એક મહત્વપૂર્ણ હિસ્સો શ્રદ્ધા અતુલ કાંબલેને માને છે. અતુલના જન્મદિવસ પર તેમની સાથે તે પોતાની એક તસવીર પણ શેયર કરી ચૂકેલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે અતુલને તે વાર્ષિક ૯૦ થી ૯૫ લાખ રૂપિયા આપે છે.

સની લીયોન

સની લીયોની એક ઝલક મેળવવા માટે તેના પ્રશંસકોની ખૂબ જ ભીડ થતી હોય છે. તેવામાં પોતાની સુરક્ષા માટે તેમણે એક યુસુફ ઈબ્રાહિમ નામનો એક પર્સનલ બોડીગાર્ડ રાખેલ છે, જે તેમનો સિક્યુરિટી મેનેજર પણ છે. જણાવવામાં આવે છે કે વાર્ષિક ૧.૫ કરોડ રૂપિયાની સેલરી સની લીયોન યુસુફને આપે છે અને રક્ષાબંધનનાં અવસર પર તેને રાખડી બાંધે છે.