“ખરાબ પાડોશી” સાબિત થયા હતા આ ૫ સિતારાઓ, તેમની હરકતોથી લોકો હતા પરેશાન, નંબર ૪ તો કપડાં વગર ફરતો હતો

Posted by

“સારા પાડોશી” આ શબ્દ ખુબ જ ઓછો સાંભળવા મળે છે. દરેક વ્યક્તિ પોતાના પાડોશી થી પરેશાન રહેતા હોય છે, પછી ભલે તે પાડોશી બોલિવૂડનો કોઈ મોટો સિતારો જ કેમ ન હોય. જ્યારે વાત શાંતિ અને સુકુન થી રહેવાની આવે છે, તો ખરાબ પાડોશી થી બધા લોકો ચિડાય છે. આજે અમે તમને અમુક એવા મામલા બતાવવા જઈ રહ્યા છીએ જ્યારે બોલીવુડના દિગ્ગજ સિતારા એક ખરાબ પાડોશી સાબિત થયા હતા. એટલે સુધી કે કંટાળીને તેમના પાડોશીઓએ પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરાવી હતી.

પ્રીતિ ઝિન્ટા

બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા પડદા પર ખૂબ જ ક્યુટ અને માસૂમ દેખાય છે, પરંતુ તેમના પાડોશીઓની નજરમાં તે એવી નથી. હકીકતમાં પ્રીતિના પાડોશીઓનો આરોપ છે કે તે પોતાના સ્ટાર હોવાનો ખોટો ફાયદો ઉઠાવી રહી છે. તે જ્યારે પણ સ્વિમિંગ પૂલ અથવા ગાર્ડનમાં જાય છે તો પોતાની સાથે બે બાઉન્સર પણ લઈને આવે છે. તેવામાં પ્રીતિ જ્યારે સ્વિમિંગ પૂલ અથવા ગાર્ડન થી બહાર નથી આવતી, ત્યાં સુધી આ બાઉન્સર અન્ય બાળકોને અંદર જવા દેતા નથી. આ મામલો ૨૦૧૫માં હાઈલાઈટ થયો હતો. ત્યારે પ્રીતિના પાડોશીઓએ તેમના વિરુદ્ધ ફરિયાદ પણ કરી હતી.

કરીના કપૂર

કરીના કપૂરને હંમેશા યુવાન બની રહેવું પસંદ છે. તેના માટે તે પોતાની બોડીનો ખાસ ખ્યાલ રાખે છે. પરંતુ યંગ મહેસૂસ કરવા માટે તે ઘણી પાર્ટીઓ પણ કરતી રહે છે. તેવામાં એક વખત કરીનાએ પોતાના ઘર પર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેના કારણે ઘણા બોલીવુડ સિતારાઓ અને મીડિયાવાળા તેમના ઘરની આસપાસ ઘુમતા હતાં. કરીનાના પાડોશીઓને આ ભીડભાડ અને લેટ નાઈટ પાર્ટી થી પરેશાની થઇ રહી હતી. તેવામાં તેઓએ પાર્ટી અટકાવવા માટે કથિત રૂપથી પોલીસ પણ બોલાવી હતી.

એશ્વર્યા રાય

એ સમયે યાદ છે જ્યારે ઐશ્વર્યા અને સલમાન ખાનનું બ્રેકઅપ ચાલી રહ્યું હતું? ત્યારે આ બંને મોટા વિવાદોથી ઘેરાયેલા રહેતા હતા. એ દરમિયાન એશ્વર્યા લોખંડવાલા માં રહેતી હતી. એક વખત સલમાને ઐશ્વર્યાના ઘરે પહોંચ્યો હતો અને જોરજોરથી તેનો દરવાજો ખખડાવીને ખૂબ જ હંગામો કરી રહ્યો હતો. એશ્વર્યાએ ત્યારે દરવાજો તો ખોલ્યો નહીં પરંતુ સલમાન ખાનનાં આ ડ્રામાથી એશ્વર્યાનાં પાડોશી જરૂર પરેશાન થઇ ગયા હતા. તેવામાં તેઓએ એશ્વર્યા વિરુદ્ધ કેસ પણ દાખલ કર્યો હતો.

શક્તિ કપૂર

શક્તિ કપૂરને આપણે બોલીવુડની મોટા ભાગની ફિલ્મોમાં વિલનના પાત્રમાં જોયા છે. તેવામાં એક વખત તે પોતાના પાડોશીઓ માટે પણ હકીકતમાં વિલન બની ગયા હતા. હકીકતમાં આ ઘણા લાંબા સમય પહેલાંની વાત છે. શક્તિ કપૂરનાં પાડોશીઓનો આરોપ છે કે શક્તિ તેમની લિફ્ટમાં પેશાબ કર્યો હતો. એટલું જ નહીં કોરિડોરમાં તે કપડાં વગરના નગ્ન પણ ફરી રહ્યા હતા. આ મામલામાં જ્યારે પાડોશીઓએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી તો શક્તિએ પોતાના પાડોશીઓ પાસેથી માફી માંગવી પડી હતી.

શાહિદ કપૂર

એક વખત શાહિદ કપૂરના ઘરનું રિનોવેશન ચાલી રહ્યું હતું, તેવામાં ખૂબ જ ઘોંઘાટ થઈ રહ્યો હતો. તેનાથી શાહિદના પાડોશી પરેશાન થઈ ગયા હતા અને તેમણે તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. તેમનો એવો પણ આરોપ હતો કે રીનોવેશન કરવાવાળા મજૂરો અમારા ઘરની દિવાલ પર પેશાબ કરે છે.