ખુબ જ આલીશાન છે નિક અને પ્રિયંકાનું નવું ઘર, જુઓ ૭ બેડરૂમ વાળાઆ મહેલની ઇનસાઇડ તસ્વીરો

Posted by

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા અમેરિકાના સિંગર નિક જોનાસ સાથે લગ્ન કરીને અમેરિકા ની વહુ બની ચૂકી છે. પ્રિયંકા અને નિક બોલિવૂડ અને હોલિવૂડનાં બેસ્ટ કપલ માં એક માનવામાં આવે છે. બંનેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. હાલમાં જ નિક અને પ્રિયંકાએ અમેરિકાના એનસિનો (કેલિફોર્નિયા)માં એક શાનદાર ઘર ખરીદ્યું છે. આ ફક્ત ઘર નહીં પરંતુ પ્રિયંકા અને નિક નો રાજમહેલ છે, જેની તસવીરો જોઇને તમે આશ્ચર્યચકિત થઈ જશો. હાલમાં જ પ્રિયંકાએ આ ઘરની ઈનસેટ તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.

આલીશાન છે નિક-પ્રિયંકાનું ઘર

નિક અને પ્રિયંકા નું ઘર અંદાજે ૩ એકરમાં ફેલાયેલું છે અને બિલકુલ શાંત જગ્યા પર છે. તેની આસપાસ સુંદર પર્વતો પણ છે. તેના રૂમમાં બેસીને આરામથી પ્રકૃતિની સુંદરતાને નિહાળી શકાય છે.

આ શાનદાર ઘરમાં લિવિંગ રૂમ છે અને સાથોસાથ એક લાંબુ ડાઈનીંગ ટેબલ છે. જ્યાં નિક અને પ્રિયંકાનો સમગ્ર પરિવાર આરામથી બેસીને ભોજન લઇ શકે છે.

જણાવી દઈએ કે પ્રિયંકાના આ ઘરમાં ૭ બેડરૂમ છે અને સાથોસાથ ૧૧ બાથરૂમ પણ છે. વળી ઘણા રૂમ એવા પણ છે જ્યાંથી ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે.

પ્રિયંકા અને નિક ના ઘરમાં એક શાનદાર જીમ પણ છે, જ્યાં બંને આરામથી એકસાથે એક્સરસાઇઝ કરી શકે છે. સાથોસાથ મુવી થિયેટર, બાર, ગેમ રૂમ, ઇન્ડોર બાસ્કેટ કોર્ટ, એક બોલિંગ એલી, ઇન્ફિનિટિ પુલ પણ છે.

સાથે એક લોન અને અલગ બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમનું આ શાનદાર આલિશાન ઘર એનકિન કેલિફોર્નિયામાં છે. ખબરો નું માનવામાં આવે તો આ ઘરની કિંમત ૧૪૨ કરોડ રૂપિયા છે.

ઘરમાં રહેલી છે બધી જ સુવિધાઓ

આ ઘરમાં હજુ પણ ઘણી ચીજો છે જે ખૂબ જ ખાસ છે અને નિક અને પ્રિયંકા કોઈપણ ડ્રાઇવ માટે બહાર જાય છે તો પરત ફરીને સીધા પોતાની કારને અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં જઈને પાર્ક કરી શકે છે.

આ ઘરમાં ગાડીઓ માટે અંડરગ્રાઉન્ડ ગેરેજની પણ સુવિધા છે. પ્રિયંકા અને નિક નું ઘર એટલું સુંદર છે કે તેને છોડીને જવાનું મન ક્યારેય નહીં થાય.

જણાવી દઈએ કે પ્રિયંકા અને નિકે વર્ષ ૨૦૧૮ માં ડિસેમ્બર મહિનામાં લગ્ન કર્યા હતા. ૧ ડિસેમ્બરના રોજ ઈસાઈ રીતિ રિવાજથી લગ્ન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રિયંકાએ ૨ ડિસેમ્બરના રોજ નિક સાથે સાત ફેરા લઈને હિંદુ રીતિ રિવાજથી લગ્ન કર્યા હતા. તેમના લગ્નનું ફંકશન જોધપુરના ઉમેદ ભવન પેલેસ માં કરવામાં આવ્યું હતું. આ લગ્નમાં પ્રિયંકા અને નિક ના ઘરના લોકો હાજર રહેલ હતા.

ધામધૂમથી થયા નિક-પ્રિયંકાના લગ્ન

ત્યારબાદ નિક અને પ્રિયંકાના ઘણા રિસેપ્શન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી એક રિસેપ્શનમાં પ્રધાનમંત્રી મોદી પણ સામેલ થયા હતા. લગ્નની ઉજવણી પણ ઘણો લાંબો સમય સુધી ચાલી હતી. મહત્વપૂર્ણ છે કે લગ્નના થોડા દિવસો બાદ એવા સમાચાર સામે આવ્યા હતા કે પ્રિયંકા માં બનવાની છે. પરંતુ પ્રિયંકા ચોપડાની માં મધુ ચોપડાએ આ બધા સમાચારને નકારી કાઢ્યા હતા.

વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો પ્રિયંકા ચોપડા ની છેલ્લી ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિંક હતી. આ ફિલ્મમાં પ્રિયંકાની સાથે ફરહાન પણ હતા. ફિલ્મ દર્શકોને ખુબ જ પસંદ આવી હતી. જાણવા મળેલ છે કે પ્રિયંકા ખૂબ જલ્દી બોલિવૂડની વધુ એક ફિલ્મમાં નજર આવશે. હાલમાં પ્રિયંકા પોતાના પતિની સાથે અમેરિકામાં સમય પસાર કરી રહી છે. હાલમાં જ તેમણે કોરોના વોરિયર્સ માટે અમેરિકામાં જ પોતાના ઘરની બહાર તાળી વગાડી હતી.