ખુબ જ મુશ્કેલીથી શુટિંગ થયો હતો રામાયણનો આ સીન, કલાકારોની સાથે રામાનંદ સાગર પણ ધ્રુસકે-ધ્રુસકે રડ્યા હતા

દેશભરમાં કોરોનાને લઈને લોકડાઉન ચાલી રહ્યું છે. તેવામાં દર્શકોની માંગના લીધે દૂરદર્શન પર ૯૦ના દશકના રામાયણનું પ્રસારણ કરવામાં આવ્યું છે. રામાનંદ સાગરના નિર્દેશક માં બનાવેલા રામાયણમાં ૯૦ના દશકના ઘણા કિસ્સાઓને ફરીથી તાજા કરી દીધા છે. રામાયણ પૂર્ણ થયા પછી ઉત્તર રામાયણને પણ દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે.

રામાયણ અત્યારે પૂર્ણ થયું ચૂક્યું છે પરંતુ તેના કિસ્સા પૂર્ણ થવાનું નામ નથી લેતા. રામાયણ શૂટિંગ દરમિયાન અનેક કિસ્સાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. તેવામાં લક્ષ્મણનો રોલ નિભાવનાર સુનિલ લહેરીએ એક એવો કિસ્સો સંભળાવ્યો છે કે, તેની શૂટિંગ દરમિયાન કાસ્ટની સાથે-સાથે રામાનંદ સાગર પણ રડવા લાગ્યા હતા.

આ સીન જોઈ રડવા લાગ્યા હતા બધા

સુનિલ લહેરીએ જણાવે છે કે રામાયણમાં રામના વનવાસ ગયા પછી રાજા દશરથનું નિધન થઇ જાય છે, ત્યારે આ સીન જોઈ ને બધાની આંખોમાં આંસુ ભરાઈ જાય છે. આ સીન જોઈ ત્યાં હાજર રહેલા બધા રડવા લાગ્યા હતા અને તેની સાથે રામાનંદ સાગર પણ ખુદ રડવા લાગ્યા હતા. સુનિલ લહેરીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેયર કર્યો છે જેમાં તે સીનની વાત કરી છે.

રિકવર થવામાં એક દિવસ લાગ્યો હતો

સુનિલ લહેરીએ બતાવ્યું હતું કે આ એપિસોડને શૂટ કરવું સરળ ન હતું. આ શૂટિંગ દરમિયાન સૌથી વધારે ઉદાસ હતી તે કૌશલ્યા હતી. જે દશરથ એટલે કે જયશ્રી ગાડકર ની રીયલ વાઈફ હતી. તેમણે જણાવ્યું કે આ કેસ પછી તેમને રિકવર થવામાં તેમણે એક દિવસનો સમય લાગ્યો હતો. તે એ માટે પણ ગમગીન હતા કારણ કે તે મહારાજ દશરથનું લાસ્ટ શુટ હતું. તે સ્વભાવના ખૂબ જ હસમુખ હતા. જણાવી દઈએ તો વર્ષ ૧૯૮૭માં રામાનંદ સાગર દર્શકો માટે ટીવી પર રામાયણ લઈને આવ્યા હતા અને ઈતિહાસ રચી નાખ્યો, તેનું પ્રસારણ અનેક ભાષાઓમાં કર્યું.

ખૂબ જ લોકપ્રિય હતો શો

રામાયણ નું નામ ભારતીય ટેલિવિઝન ઇતિહાસના સૌથી સફળમાં લોકપ્રિય શો ની સૂચિ માં આવે છે. એક સમય હતો જ્યારે રામાયણનો ટીવી પર પ્રસારણ થતું હતું ત્યારે તેને જોવા માટે ગલીમાં એકદમ સન્નાટો થઈ જતો હતો. દરેક પોતાના ઘરમાં ટીવી ઉપર રામાયણ જોવા માટે બેસી જતું હતું. તે સમય દરમિયાન જેના ઘરમાં ટીવી ન હતું તે આજુબાજુ પડોશીના ઘરે જતા હતા.

જાણીતા ચહેરાઓ કર્યું હતું કામ

સીરિયલમાં રામના પાત્રમાં અરુણ ગોવિલ, લક્ષ્મણ ના પાત્રમાં સુનિલ લહેરી, હનુમાનના પાત્રમાં દારાસિંહ, સીતાના પાત્ર માં દિપીકા ચીખલીયા જેવા દિગ્ગજ કલાકાર જોવા મળ્યા હતા. લક્ષ્મણનાં રોલમાં સુનિલ લહેરીને ખૂબ જ વધારે પસંદ કરવામાં આવ્યા હતા. તેમણે લક્ષ્મણનો રોલ કરીને ખૂબ જ વધારે લોકપ્રિયતા મેળવી હતી. રામાયણ ફરીથી ચાલુ થયા પછી સુનિલ લહેરીનાં ફેન ફોલોઈંગ ખૂબ જ વધી ગયા છે અને અત્યારના સમયમાં તે ફેન્સ ના લીધે સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ છે. તે રામાયણ સાથે જોડાયેલા કિસ્સાઓ અને તેના ફોટા શેયર કરે છે.