કિયારા ની માતા સુંદરતાની બાબતમાં કિયારા કરતાં પણ એક ડગલું આગળ છે, જોઈને તમે પણ કહેશો કે આ તો મોડેલ જેવી દેખાય છે

Posted by

બોલીવુડ સ્ટાર આડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા એ ૭ ફેબ્રુઆરી, ૨૦૨૩નાં રોજ રાજસ્થાનનાં જેસલમેરમાં સુર્યગઢ પેલેસમાં સાત ફેરા લીધા હતા. હજુ સુધી તેમના લગ્નની તસ્વીરો ઇન્ટરનેટ ઉપર છવાયેલી છે. એટલું જ નહીં તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ મલ્હોત્રા આડવાણીનાં લોંગ ટાઈમ બોયફ્રેન્ડ પણ રહી ચુકેલ છે. પરંતુ તમને જણાવી દઈએ કે કિયારા આડવાણી નાં લગ્નમાં તેની માં જેનેવિવ આડવાણી ખુબ જ ચર્ચામાં રહી હતી.

કિયારા અને સિદ્ધાર્થનાં લગ્નમાં જેનેવિવ ખુબ જ લાઈમલાઈટમાં રહી હતી. સાથોસાથ હવે તેની ખુબ જ દિલચસ્પ તસ્વીરો સામે આવી રહી છે. જો આપણે દીકરીના લગ્નમાં જેનેવિવ આડવાણીના લુકની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે તેમણે કિયારા નાં લગ્નમાં મનીષ મલ્હોત્રા એ ડિઝાઇન કરેલ પિંક કલરનો ખુબ જ સુંદર લહેંગો પહેર્યો હતો, જેની એક તસ્વીર સામે આવી છે. જે હાલના સમયમાં ખુબ જ ઝડપથી ઇન્ટરનેટ ઉપર વાયરલ થઈ રહી છે.

કિયારા આડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા નાં લગ્નમાં એક્ટ્રેસની માં જેનેવિવ એકદમ હિરોઈન જેવી નજર આવી રહી હતી. એટલું જ નહીં માં-દીકરી બંનેએ પિંક કલરનો લહેંગો પહેરી રાખેલ હતો. જેમાં તેમની ટ્વિનિંગ પણ નજર આવી રહી હતી. જણાવી દઈએ કે રીયલ લાઇફમાં કિયારા આડવાણીની માં ખુબ જ સ્ટાઇલિશ નજર આવે છે. વાયરલ તસ્વીરોમાં એવું બિલકુલ દેખાતું નથી કે જેનેવિવ એક્ટ્રેસની માં છે. જો કોઈ પણ વ્યક્તિ તેને પહેલી ઝલકમાં જુએ તો એવું જ કહશે કે તે કિયારા ની બહેન છે.

જો આપણે કિયારા આડવાણીની માં જેનેવિવ આડવાણીની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે તે મુળ રૂપથી સ્કોટલેન્ડ ની રહેવાસી છે. એટલું જ નહીં પરંતુ તે એક ટીચર પણ છે. વળી સાથો સાથ તે પોતાની દીકરી કિયારાના લગ્નના ફંકશનમાં પણ ખુબ જ ધુમ મચાવતી નજર આવી હતી. સાથોસાથ તમને જણાવી દઈએ કે કિયારા અને સિદ્ધાર્થ બંનેની ઘણી તસ્વીરો દરરોજ ઇન્ટરનેટ પર વાયરલ થતી નજર આવી રહી છે, જેને જોઈને ફેન્સ પણ ખુબ જ વધારે એક્સાઇટેડ થઈ જાય છે.

તમને જણાવી દઈએ કે કિયારા આડવાણીની માં જેનેવિવ આડવાણી ફેશનમાં પણ ખુબ જ આગળ રહે છે અને તે પોતાને ખુબ જ ફીટ રાખે છે. જેનેવિવ આડવાણી પહેલાના સમયમાં એક ટીચર હતી, પરંતુ બાદમાં તેમણે એડ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. વળી જેનેવિવ આડવાણી નો એક દીકરો પણ છે, જે એક મ્યુઝિશિયન છે. જેનું નામ વિશાલ આડવાણી છે અને તે કેમેરાથી હંમેશા દુર રહેવાનું પસંદ કરે છે.

આ તસ્વીરમાં માં અને દીકરી ખુબ જ સુંદર જોવા મળી રહ્યા છે. જેનેવિવ એ લાલ રંગનું ફુલ લેન્થ ગાઉન પહેરેલું છે અને તેના વાળમાં હળવા કલ્ર્સ જોવા મળી રહ્યા છે. કિયારા એ હાઇ થાઈ લેગ કટ ડ્રેસ પહેરેલો છે અને બંને હાથ પકડીને રેમ્પ ઉપર ઉભા છે.

કિયારા અને જેનેવિવ બંને આ તસ્વીરમાં પાર્ટીના મુડમાં નજર આવી રહ્યા છે. જેનેવિવ એ બ્લેક ડ્રેસ ની સાથે આકર્ષક હિલ્સ પહેરી રાખેલ છે. વળી કિયારા એ સફેદ રંગનો ડ્રેસ પહેરેલો છે, જેની સાથે તેણે ગુલાબી રંગના બુટ્સ પહેરી રાખેલા છે. જેનેવિવ નાં હાથમાં કલચ અને કિયારા એ સ્લીંગ બેગ રાખેલ છે.