કિયારા પ્રેગ્નન્ટ છે? ઉતાવળમાં કરવા પડ્યા લગ્ન? તસ્વીરમાં કઈક એવું જોવા મળ્યું કે લોકોએ ઉઠાવ્યા સવાલ

બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ મોસ્ટ પોપ્યુલર જોડી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આ કપલે ૭ જાન્યુઆરીનાં રોજ રાજસ્થાનનાં જેસલમેર નાં સુર્યગઢ પેલેસમાં સાત ફેરા લીધા હતા, જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ફેન્સ ની સાથો સાથ બોલીવુડ સેલિબ્રિટી પણ કપલને અભિનંદન આપી રહેલ છે. હવે તેની વચ્ચે કિયારા ને લઈને એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે કિયારા લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી, જેના કારણે તેમણે ઉતાવળમાં લગ્ન કરી લીધા. તો ચાલો જાણીએ કે આવી વાત કરવા પાછળનું કારણ શું છે.

હકીકતમાં કંઈક એવું બન્યું કે લગ્ન બાદ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા જેસલમેર થી સીધા દિલ્હી પરત ફર્યા હતા. જ્યાં તેમણે એરપોર્ટ ઉપર ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. જોઈ શકાય છે કે આ દરમિયાન કિયારા એ ગ્રે કલરની શાલ ઓઢેલી હતી. તેવામાં કિયારા વારંવાર પોતાની શાલ ને એડજસ્ટ કરતી જોવા મળી હતી અને પોતાનું પેટ પણ ઢાંકેલું હતું.

બસ પછી તો શું હતું, તેવામાં યુઝર્સ શરૂ થઈ ગયા અને તેમણે કિયારા ની પ્રેગ્નન્સી ની અફવા ફેલાવી દીધી. એક યુઝરે કોમેન્ટ કરીને કહ્યું હતું કે, “આ મેડમ ૩-૪ મહિનામાં ખુશખબરી આપશે. કિયારા નાં પણ પ્રેગ્નન્સી ના ન્યુઝ આવવાના છે. તેઓ દુપટ્ટાથી પોતાના પેટને છુપાવી રહેલ છે.” વળી અન્ય એક યુઝરે કહ્યું કે, “તે હકીકતમાં પ્રેગ્નેન્ટ છે.” તે સિવાય પણ ઘણા લોકોએ કિયારા ની પ્રેગ્નન્સી ઉપર વાત કરી હતી. જોકે આ વાત બિલકુલ સાચી નથી અને તેમણે ઉતાવળમાં પણ લગ્ન કરેલા નથી.

જણાવી દઈએ કે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા ત્યારબાદ તેમણે ૭ ફેબ્રુઆરીનાં રોજ જેસલમેર સુર્યગઢ પેલેસમાં લગ્ન કરેલા હતા. હવે ૧૦ ફેબ્રુઆરીના રોજ કપલ દિલ્હીમાં રિસેપ્શન રાખેલ હતું. ત્યારબાદ ૧૨ ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં એક ગ્રાન્ડ રિસેપ્શન થશે, જેમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા તમામ સિતારાઓ હાજર રહેવાના છે.

જણાવી દઈએ કે કિયારા અડવાની અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ એક સાથે ફિલ્મ “શેરશાહ” માં કામ કર્યું હતું. ફિલ્મમાં બંનેની જોડીને ખુબ જ પસંદ કરવામાં આવેલ. ત્યારબાદ આ બંનેની વચ્ચે અંતર ઘટવા લાગ્યું અને આ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. જણાવી દઈએ કે યુઝર્સ પણ કિયારા અડવાની અને સિદ્ધાર્થ મલ્હોત્રાને ખુબ જ પસંદ કરે છે. જોકે કિયારા પહેલા સિદ્ધાર્થ મલ્હોત્રા એ મશહુર અભિનેત્રી આલિયા ભટ્ટને ડેટ કરેલ હતું, પરંતુ ખુબ જ જલ્દી આ બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

ત્યારબાદ આલિયા એ જાણીતા અભિનેતા રણબીર કપુર સાથે લગ્ન કરી લીધા. બંનેનાં લગ્ન એપ્રિલ ૨૦૨૨નાં થયા હતા અને લગ્નનાં અઢી મહિના બાદ પોતાની પ્રેગનેન્સી ની ઘોષણા કરી દીધી હતી. તેમજ જ્યારે ક્યારે લગ્ન કર્યા તો ઘણા યુઝર્સ એવો અંદાજો લગાવી રહ્યા છે કે કિયારા પણ ૨-૩ મહિના બાદ પ્રેગનેન્સીની ઘોષણા કરી દેશે. જોકે આ વાત બિલકુલ સાચી નથી અને આ વાતમાં કોઈ હકીકત નથી.