ક્યારે, કેવી રીતે અને ક્યાં આવી શકો છો તમે કોરોના વાયરસની ઝપેટમાં? જાણો દરેક જરૂરી વાત

કોરોના વાયરસની બીમારી સતત વધી રહી છે. મેડિકલ સ્ટાફ જે ઇન્ફેક્ટેડ દર્દીઓની દેખભાળ કરી રહ્યા છે તેમનામાં પણ ઇન્ફેક્શન થવાનો ખતરો સૌથી વધારે હોય છે. જો તેમના કોઈપણ સાથીને ઇન્ફેક્શન થઈ જાય છે અને તેઓ તેમની સાથે કામ કરી રહ્યા છે તો તેમને પણ ઇન્ફેક્શન થવાની સંભાવના છે. વળી જો તમે પણ કોઈ ઇન્ફેક્ટેડ દર્દી સાથે જાણતા અથવા અજાણતા સફર કરો છો તો અથવા એક જ ઘરમાં રહો છો તો તમારા માટે કોરોના વાયરસનો ખતરો પણ વધી જાય છે. આ દરમિયાન ૧૪ દિવસમાં તમારા શરીરની અંદર કોરોનાવાયરસ ના લક્ષણો દેખાઇ શકે છે.

લક્ષણ

 • જો તમને કોરોના વાયરસનું ઇન્ફેકશન થયેલ છે તો તેની શરૂઆતમાં તમને હળવો તાવ, શરદી અને ખાંસીની સમસ્યા થઈ શકે છે.
 • ઇન્ફેક્શન વધવા પર તમને ન્યુમોનિયા, શ્વાસ લેવામાં તકલીફ અને સેપ્સિસ જેવી સમસ્યા વધી શકે છે.
 • એટલા માટે જ ડોક્ટરનું ધ્યાન ઇન્ફેક્શનની શરૂઆતમાં દર્દીઓને ઓળખીને તેમને અલગ રાખવા પર રહે છે.
 • જો કોઇ વ્યક્તિની અંદર ગંભીર લક્ષણો નજર આવે છે તો તેમને તુરંત જ આઈસીયુમાં એડમીટ કરવામાં આવે છે.
 • જે લોકોની અંદર આ વાયરસના લક્ષણો ઓછા નજર આવે છે તેમને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવતા નથી.
 • જો કોઈ કોરોના વાયરસ થી ઇન્ફેક્ટેડ દર્દી હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઇને ઘરે આવે છે અને તેના શરીરમાં બીજી વખત આ બીમારીના લક્ષણો ધરાવે છે તો તેમને તુરંત જ હોસ્પિટલ જોઈને રિપોર્ટ કરાવવો જોઈએ.

સામાન્ય બીમારી

 • શ્વાસ નળીમાં વાઇરલ ઇન્ફેક્શન ના લક્ષણ નજર આવે છે.
 • તે સિવાય તાવ, કફ, ગળામાં બળતરા, માથાનો દુખાવો જેવી સમસ્યા જોવા મળે છે.

હળવો ન્યૂમોનિયા

 • વિશેષ રૂપથી બાળકોને અંદર શ્વાસ લેવાની તકલીફ ઝડપથી શ્વાસ લેવા જેવા લક્ષણ નજર આવે છે. તે સિવાય ખાંસી અને શરદી ના પણ લક્ષણ હોઈ શકે છે.

ગંભીર ન્યુમોનિયા

 • ખાસ કરીને વયસ્કોની અંદર આ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. જેમાં તાવ શ્વાસ સંબંધી ઈંફેક્શન જોવા મળે છે. તે સિવાય શ્વસન દર પ્રતિ મિનિટ ૩૦ થી વધારે થઈ જાય છે. જો કોઇ બાળકની અંદર આ લક્ષણ જોવા મળે છે તો તેને ખાંસી, પ્રવાહી પદાર્થો લેવામાં અક્ષમતા, શારીરિક થાક અને ઝડપથી શ્વાસ લેવા જેવા લક્ષણો નજર આવે છે.

સેપ્સિસ

 • આ પરિસ્થિતિમાં અંગોને કામ કરવામાં પરેશાની થવા લાગે છે. વયસ્કોને માનસિક સ્થિરતા ભંગ થવા લાગે છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, મૂત્ર વિસર્જનમાં ઉણપ, હૃદયના ધબકારા વધી જવા અથવા બ્લડ પ્રેશર લો થઈ જવું, ઠંડી લાગવી જેવાં લક્ષણો ધરાવે છે. વળી બાળકોની અંદર તાપમાન અને શ્વેત રક્ત કોશિકાઓની સંખ્યામાં અસમાનતા નજર આવવી.

સેપ્સિસ શાક

 • વયસ્કોમાં હાઇપોટેન્શન બની રહેવું, વળી બાળકોમાં માનસિક શ્રમ અને હાઇપોટેન્શન ના લક્ષણો ધરાવે છે.

વૃદ્ધ લોકોએ આ વાતોનું ધ્યાન રાખવું

 • કોરોના વાયરસ થી બચવા માટે ઘરની બહાર ના નીકળો અને લોકોથી ૧ મીટરનું અંતર રાખો.
 • થોડા થોડા સમય પોતાના ચહેરાને અને હાથને સાબુથી સાફ કરતા રહો.
 • છીંક અને ખાંસી સમયે પોતાના મોઢા પર રૂમાલ અથવા ટીશ્યુ પેપર લગાવો.
 • જો તમે આ બીમારીથી બચવા માંગો છો તો પોતાના ઘરનો પોષ્ટિક આહાર જ ગ્રહણ કરો.
 • વધુ માત્રામાં પાણી પીવો અને જ્યૂસનું સેવન કરવું.
 • નિયમિત રૂપથી વ્યાયામ કરો અને પોતાના શરીરને વધારે થાક લાગે એવું કામ ન કરો.
 • ડોક્ટર દ્વારા પહેલાથી આપવામાં આવેલ દવાઓ નિયમિત રૂપે પર લેતા રહો.
 • બહાર જતા સદસ્યો સાથે ફોન અથવા વિડીયો કોલ થી જ વાત કરો.
 • પોતાની આસપાસ નિયમિત રૂપથી સાફ સફાઈ કરતા રહો.
 • જો તમને તાવ શરદી અથવા શ્વાસ લેવામાં તકલીફ છે તો તુરંત જ ડોક્ટરને મળો.

વૃદ્ધ લોકો એ શું ન કરવું જોઇએ

 • પોતાના ચહેરા પર રૂમાલ રાખ્યા વગર છીંક અથવા ખાંસી લેવી નહિ.
 • જો તમને આવશે તો પોતાની આસપાસના લોકોથી અંતર બનાવીને રાખો.
 • વારંવાર આંખ, નાક મોઢું અને જીભને સ્પર્શ કરવાથી બચો.
 • બીમાર લોકોની નજીક ન જવું. જો તમને કોઈ તકલીફ છે તો જાતે તેનો ઈલાજ ન કરો.
 • ઘર પરિવારના કોઇ પણ સદસ્યને ગળે લગાવવું નહીં.
 • દરરોજ તપાસ અને સલાહ માટે હોસ્પિટલ જવા થી બચો.
 • પોતાના ડોક્ટર સાથે સતત ફોન પર વાતચીત કરતા રહો.
 • ભીડવાળી જગ્યા પર જેમકે પાર્ક બજાર અને ધાર્મિક સ્થળો ની પાસે ન જવું.
 • જરૂરી કામ વગર ઘરથી બહાર નીકળવું નહીં.
 • પરિવારના લોકોએ આ પ્રકારે વૃદ્ધ લોકોનું ધ્યાન રાખવું જેના લીધે તેમને લોકડાઉન દરમિયાન કોઈપણ પ્રકારની તકલીફ ન થાય.
 • વધુમાં વધુ સમય તેમની સાથે પસાર કરો પરંતુ પૂરતી સાવધાની સાથે.
 • વૃદ્ધ લોકો પોતાની ખાણી-પીણીનો વિશેષ ધ્યાન રાખે.
 • દરરોજ તેઓને પૌષ્ટિક આહાર આપતા રહો જેનાથી તેમના શરીરની ઇમ્યુનિટી પાવર મજબૂત બને.