ક્યારેય રીલીઝ ના થયું સુશાંત અને અંકિતા લોખંડેનું આ રોમેન્ટીક સોંગ, અહિયાં જુઓ પુરો વિડિયો

Posted by

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત ની આત્મહત્યાનું દુઃખ હજુ સુધી કોઇ ભૂલી શકતું નથી. કોઈને પણ વિશ્વાસ નથી આવી રહ્યું કે સુશાંત હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેમના ફેન્સ, પરિવાર અને મિત્રો આ ખબર બાદથી ખૂબ જ દુઃખી છે. દરેક વ્યક્તિના મનમાં બસ એ જ સવાલ ઊભો થઈ રહ્યો છે કે આખરે સુશાંત જેવા સફળ અભિનેતા એ આત્મહત્યા જેવું મોટું પગલું શા માટે ભર્યું? પોલીસ હાલમાં સુશાંતની આત્મહત્યા કેસની તપાસ કરી રહી છે. આ સંબંધમાં તેઓએ અત્યાર સુધીમાં સુશાંતનાં જાણીતા ૨૭ લોકોની પૂછપરછ કરી ચૂકી છે.

સુશાંતના ગયા બાદ તેમની પુર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. અંકિતા અને સુશાંત એકબીજા સાથે ૬ વર્ષ સુધી રિલેશનશીપમાં હતા. એવું લાગી રહ્યું હતું કે તેઓ ખૂબ જલ્દી લગ્ન પણ કરી લેશે, પરંતુ પછી બંનેની વચ્ચે બ્રેકઅપ થઈ ગયું. સુશાંતના એક મિત્રએ જણાવ્યું હતું કે અંકિતા સુશાંતને લઈને ખૂબ જ વધારે પજેસિવ બની ગઈ હતી. સુશાંતે તેને ઘણી વખત સમજાવ્યું હતું કે તેઓ ક્યારેય પણ તેને દગો આપશે નહીં. પરંતુ તેમ છતાં પણ બંનેની વચ્ચે અંતર વધતું ગયું અને બ્રેકઅપ થઈ ગયું.

વાયરલ થઈ રહ્યું છે અંકિતા સુશાંતનો જુનો વિડિયો

અંકિતા અને સુશાંતની પહેલી મુલાકાત એકતા કપૂરની સિરિયલ પવિત્ર રિશ્તા ના સેટ પર થઈ હતી. આ સીરિયલ દરમિયાન બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર બંનેનું એક સોંગ “જેસી હો વૈસી હી રહો” ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. હકીકતમાં આ મ્યુઝિક વિડીયો પવિત્ર રિશ્તા સીરીયલ દરમિયાન શૂટ કરવામાં આવ્યો હતો. પરંતુ આ સોંગને ક્યારેય પણ રિલીઝ થઈ શક્યું નહીં. આ ગીતમાં અંકિતા અને સુશાંત એકબીજા સાથે રોમેન્ટિક સમય શેયર કરતા જોવા મળે છે. લોકોને આ બંને વચ્ચેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી રહી છે.

જુઓ વિડિયો

અંકિતાને મિસ કરી રહ્યા હતા સુશાંત

ઘણા લોકોનું માનવું છે કે જો અંકિતા લોખંડે સાથે તેમનું બ્રેક-અપ થયું ન હોત તો તે કદાચ આજે જીવતા હોત. સુશાંતનાં જીવનમાં ઘણી બધી યુવતીઓ આવી હતી, પરંતુ જેવી રીતે અંકિતા તેમનું ધ્યાન રાખતી હતી તેની બરાબરી કોઈ કરી શકે તેમ નહોતું. ખુદ સુશાંતને પણ આ અહેસાસ પાછલા થોડા સમયથી પરેશાન કરી રહ્યો હતો. તેમના મનોચિકિત્સક કેસરી ચાવડા ખુલાસો કર્યો હતો કે સુશાંત અંકિતાને ખૂબ જ મિસ કરી રહ્યા હતા. તેમને અહેસાસ થઇ રહ્યો હતો કે અંકિતા સાથે બ્રેક અપ કરીને તેમણે ખૂબ જ મોટી ભૂલ કરી છે.

સુશાંત ના જ્યારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા તો ત્યાં અંકિતા પણ આવી હતી. તે દરમિયાન તે ખુબ જ દુખી દેખાઈ રહી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે અંકિતા બાદમાં સુશાંત ના પરિવારને મળી હતી. અંકિતા સિવાય સુશાંત ની જિંદગીમાં વધુ બે કથિત ગર્લફ્રેન્ડ આવી હતી. તેમાં પહેલું નામ કૃતિ સેનન અને જ્યારે બીજું નામ રિયા ચક્રવર્તીનું છે.