લગ્નને રમત સમજીને આ અભિનેત્રીઓએ કર્યા ઘણી અનેક વખત લગ્ન, એક એક્ટ્રેસ તો રહી ચુકેલ છે ૪ લોકોની પત્ની

Posted by

લગ્ન સાત જન્મનું બંધન હોય છે અને કહેવામાં આવે છે પતિ-પત્નીએ આ બંધન સાત જન્મ સુધી નિભાવવું પડે છે. પરંતુ ઘણી વખત આ કહેવત ખોટી પણ નજર આવે છે, જ્યારે આપણે પોતાની આસપાસ થતા છૂટાછેડાને જોતા હોઈએ છીએ. બોલીવુડ એક એવી જગ્યા છે જ્યાં અવારનવાર છુટાછેડાનાં સમાચાર સામે આવતા રહે છે. અહીંયા ખૂબ જ ઓછા કપલ એવા છે જે વર્ષોથી પરિણીત છે અને આજે પણ આ પવિત્ર સંબંધને નિભાવી રહ્યા છે. જો કે ઈન્ડસ્ટ્રીમાં એકથી વધારે લગ્ન કરવા હવે ફેશન સ્ટેટમેન્ટ બની ચૂક્યું છે. એટલા માટે આજની પોસ્ટમાં અમે તમને બોલિવૂડની એવી અભિનેત્રીઓ સાથે મુલાકાત કરાવીશું, જેઓ એક નહીં પરંતુ ઘણા લગ્ન કરી ચુક્યા છે.

કિરણ ખેર

કિરણ ખેર બોલિવૂડ અને પોલિટિક્સમાં એક જાણીતું નામ છે. કિરણ ખેર પોતાના જમાનાની એક મશહૂર અભિનેત્રી હતાં. હાલના દિવસોમાં તેઓ ફિલ્મમાં માંનો રોલ નિભાવતા નજર આવે છે. જણાવી દઈએ કે કિરણ ખેરે બે લગ્ન કરેલ છે. કિરણ ખેરના પહેલા લગ્ન ગૌતમ બેરી સાથે થયા હતા, પરંતુ થોડા સમય બાદ બંને વચ્ચે છુટાછેડા થઇ ગયા. ત્યારબાદ કિરણ ખેરે બીજા લગ્ન અનુપમ ખેર સાથે કર્યા અને આજે બંને ખુશહાલ જીવન પસાર કરી રહ્યા છે. સિકંદર ખેર કિરણ અને ગૌતમનું સંતાન છે.

નીલિમા અઝીમ

બોલિવૂડ એક્ટ્રેસ નીલિમા અઝીમે એક નહીં પરંતુ ચાર લગ્ન કરેલ છે. ચાર વખત અલગ અલગ લોકોની પત્ની રહી ચુકેલ છે. તમને જણાવી દઈએ કે નીલિમા અઝીમના દિકરા શાહિદ કપૂર બોલીવૂડના મોટા સ્ટાર છે. નીલિમાનાં પહેલા લગ્ન પંકજ કપૂર સાથે થયા હતા. પંકજ સાથે છુટાછેડા લીધા બાદ તેમણે રાજેશ ખટ્ટર સાથે બીજા લગ્ન કર્યા હતા. ઈશાન ખટ્ટર નીલિમા અને રાજેશનાં દીકરા છે. બાદમાં તે બંને વચ્ચે પણ છૂટાછેડા થઈ ગયા. ત્યારબાદ નીલિમાએ પોતાના બાળપણનાં મિત્ર ઉસ્તાદ રજા અલી ખાનને પોતાના હમસફર બનાવ્યા.

નીલમ કોઠારી

નીલમ કોઠારી ૯૦નાં દશકની મશહૂર અભિનેત્રી હતી. તે દરમિયાન તેમણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું. નીલમના પહેલા લગ્ન કંઈ ખાસ રહ્યા નહીં અને તેમણે પોતાના પતિ સાથે છૂટાછેડા લઇ લીધા. છૂટાછેડા બાદ તેમણે એક્ટર સમીર સોની સાથે લગ્ન કર્યા અને અમુક સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંને વર્ષ ૨૦૧૧માં લગ્ન કરી લીધા. નીલમ અને સમીર આજે એક ખુશહાલ જીવન પસાર કરી રહ્યા છે. બંનેની એક દીકરી પણ છે જેનું નામ અહાના સોની છે.

યોગીતા બાલી

યોગીતા બાલી પોતાના જમાનાની મશહૂર અભિનેત્રીઓમાં સામેલ હતા. યોગીતાનાં પહેલા લગ્ન કિશોર કુમાર સાથે થયા હતા, પરંતુ તે કિશોરકુમારના ત્રીજા પત્ની હતા. યોગીતા અને કિશોર કુમારના લગ્ન વધારે સમય સુધી ટકી શક્યા નહી અને આખરે બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો. કિશોર કુમાર સાથે છુટાછેડા લીધા બાદ યોગીતાએ અભિનેતા મિથુન ચક્રવર્તી સાથે વર્ષ ૧૯૭૬માં બીજા લગ્ન કર્યા. યોગીતા અને મિથુનના ૪ બાળકો છે, જેમનું નામ મહાક્ષય, ઉશ્મે, નમાશી અને દિશાની ચક્રવર્તી છે. દિશાની તેમની દત્તક લીધેલી દીકરી છે.