લગ્ન વગર એક જ બેડરૂમમાં સાથે રહેતા હતા આ સિતારાઓ, નંબર ૫ નો પ્રેમી તો ઉંમરમાં તો ૧૮ વર્ષ મોટો

બોલિવૂડની દુનિયા ગ્લેમર અને બોલ્ડનેસ થી ભરેલી છે. અહિયા અવાર-નવાર અભિનેતાઓ અને અભિનેત્રીઓનાં લવ અફેર અને તેમના બ્રેકઅપ ના સમાચાર સામે આવતા રહેતા હોય છે. સામાન્ય રીતે જ્યારે એક યુવક અને એક યુવતી લગ્ન કરે છે ત્યારબાદ જ તેઓ એકસાથે એક ઘરમાં કપલની જેમ રહેતા હોય છે. જોકે આજના મોર્ડન જમાના માં “લિવ ઇન રિલેશનશિપ” નો કોન્સેપ્ટ પણ છે. મતલબ કે યુવક અને યુવતીનાં લગ્ન ભલે ના થયા હોય, પરંતુ તેઓની પરસ્પર સહમતિથી તેઓ એક જ ઘરમાં લવર ની જેમ રહી શકે છે.

મોટાભાગે લોકો આવું બે કારણોને લીધે કરે છે. પહેલું કે તેઓ લગ્ન પહેલાં પોતાના પાર્ટનરને યોગ્ય રીતે જાણી લેવા માંગતા હોય છે અથવા તેઓને લગ્નમાં કોઈ ઇન્ટરેસ્ટ હોતો નથી અને તેઓ પ્રેમમાં તેઓ દરેક સમયે સાથે રહેવા માગતા હોય છે. આજે અમે તમને બોલિવૂડના એવા કલાકારો સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ. જે લગ્ન વગર એકબીજાની સાથે એક જ રૂમમાં રહેતા હતા, એટલે કે તેઓ પણ ક્યારેક લિવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા.

રણબીર કપૂર અને કેટરીના કેફ

અજબ પ્રેમ કી ગજબ કહાની ફિલ્મ દરમિયાન કેટરીના અને રણબીરની લવ સ્ટોરી શરૂ થઈ હતી. તેમનો પ્રેમ ખૂબ જ ઊંડો હતો. એટલે સુધી કે તેમના લગ્ન કરવાના સમાચાર પણ સામે આવવા લાગ્યા હતા. એવામાં આ બન્ને સિતારાઓએ પહેલા એક સાથે લિવ ઇનમાં રહેવાનો નિર્ણય કર્યો હતો. આ બંને ઘણા દિવસો સુધી બાંદ્રાના એક ફ્લેટમાં સાથે રહ્યા હતા. ફક્ત એટલું જ નહીં રણબીરે પોતાની માટે અને કેટરિના માટે એક મકાન પણ લઈ લીધું હતું. જોકે બાદમાં બંને વચ્ચે કોઈ કારણને લીધે બ્રેકઅપ થઈ ગયું હતું.

સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે

સુશાંત અને અંકિતા બંને ટીવી સીરિયલ્સમાં કામ કરતા હતા, તે દરમિયાન બન્ને વચ્ચેનો સંબંધ એટલો ઊંડો બની ગયો હતો કે આ બંને કપલ લીવ ઈનમાં પણ રહેતા હતા. જેના લીધે આ બંને ના લગ્નના સમાચાર પણ સામે આવવા લાગ્યા હતા. જોકે કોઈ કારણને લીધે બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું.

જોન અબ્રાહમ અને બિપાશા બાસુ

જોન અને બિપાશાની જોડી બોલિવૂડમાં ખૂબ જ ફેમસ થઇ હતી. આ બંને વચ્ચે ખૂબ જ લાંબા સમય સુધી લવ અફેર ચાલુ હતું. તેઓ ઘણા લાંબા સમય સુધી લીવ ઈનમાં રહ્યાં હતા. જોકે ત્યારબાદ બંને વચ્ચે અંતર વધવા લાગ્યું અને તેમનું બ્રેક-અપ થઈ ગયું હતું. જ્યાં જોન પ્રિયા રૂંચાલ સાથે લગ્ન કરી લીધા, તો વળી બિપાશાએ કરણ સિંહ ગ્રોવર સાથે વિવાહ કરી લીધા.

અભય દેઓલ અને પ્રીતિ દેસાઈ

૪૨ વર્ષના અભય દેઓલ હજુ સુધી કુંવારા છે. જોકે તેઓ પણ લીવ ઇન ની મજા લઇ ચૂક્યા છે. તેમનું લીવ ઇન ૨૦૧૧માં ન્યુયોર્ક સિટીમાં પ્રીતિ દેસાઈની સાથે હતું. થોડો સમય સાથે રહ્યા બાદ તેમનું પણ બ્રેકઅપ થઈ ગયું હતું.

રાહુલ દેવ અને મુગ્ધા ગોડસે

રાહુલ અને મુગ્ધાની ઉંમર વચ્ચે ૧૮ વર્ષનું અંતર છે. જોકે તેમ છતાં પણ તેઓ એકબીજાને પ્રેમ તો કરે છે, પરંતુ તેઓ લિવ ઇનમાં સાથે પણ રહે છે. દિલચસ્પ વાત એ છે કે આ કપલ હાલના દિવસોમાં પણ લીવ-ઈનમાં રહે છે. તેઓએ હજુ સુધી પોતાના સંબંધને કોઈ નામ આપ્યું નથી.