લંકાપતિ રાવણ કોનો અવતાર હતા? ૯૯% લોકો આ વાત નહીં જાણતા હોય, જાણો તેમના પુર્વજન્મની કથા

લંકાપતિ રાવણને બધા લોકો જાણે છે. જેણે માતા સીતાનું હરણ કર્યું હતું અને પ્રભુ શ્રીરામના હાથે મૃત્યુ પામ્યા હતા. લોકો લંકાપતિ રાવણને અનીતિ, અનાચાર, દંભ, કામ, ક્રોધ, લોભ અને અધર્મનું પ્રતિક માને છે અને તેનાથી ઘૃણા કરે છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે રાવણમાં ભલે ગમે તેટલું રાક્ષસત્વ હોય, પરંતુ તેના ગુણોને પણ અવગણી શકાય નહીં. રાવણમાં અવગુણને અપેક્ષામાં ગુણ વધારે હતા.

રાવણ એક પ્રચંડ વિદ્વાન હતો. વેદ શાસ્ત્રો પર તેની સારી પકડ હતી અને તે ભગવાન શંકરનો અનન્ય ભક્ત હતો. તેને તંત્ર-મંત્ર અને સિદ્ધિઓ તથા ઘણી ગૂઢ વિદ્યાઓન જ્ઞાન હતું. જ્યોતિષવિદ્યામાં પણ તેણે ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરી હતી. પરંતુ શું તમે રાવણના પૂર્વજન્મ વિશે જાણો છો? પુરાણોમાં રાવણના પૂર્વ જન્મનું પણ વર્ણન મળે છે. જેમાં તેઓ ભગવાન વિષ્ણુજીનાં દ્વારપાલ હતા. પરંતુ એક શ્રાપને કારણે તેમનો જન્મ રાક્ષસ કુળમાં થયો હતો. હવે તે કહાની શું છે તે અમે તમને જણાવીએ.

એક પૌરાણિક કથા અનુસાર એક વખત સનક, સનન્દન, સનાતન અને સનત્કુમાર (આ ચારેય સનકાદિક ઋષિ કહેવાય છે. તેઓ સદાય એક નાના બાળકના રૂપમાં રહે છે અને તેઓ બ્રહ્માનાં પુત્ર છે) સંપૂર્ણ લોકોમાં તેઓ પોતાની ઈચ્છા અનુસાર કોઈપણ જગ્યાએ જઈ શકે છે. એકવાર તેમના મનમાં ભગવાન વિષ્ણુના દર્શન કરવાની ઇચ્છા ઉત્પન્ન થઈ. એટલા માટે તેઓ વૈકુંઠ લોકમાં ગયા. વૈકુંઠલોક ના દ્વાર પર જય અને વિજય નામના બે દ્વારપાળ હતા. જય અને વિજયે સનકાદિક ઋષિને દ્વાર પર જ રોકી લેવામાં આવ્યા અને અંદર જવાથી મનાઈ કરવા લાગ્યા.

તેમના આ પ્રકારથી મનાઈ ફરમાવવાને કારણે સનકાદિક ઋષિઓ ક્રોધમાં આવી ગયા અને કહ્યું, “અરે મૂર્ખાઓ, અમે ભગવાન વિષ્ણુના ભક્ત છીએ. અમારી ગતિ કોઈ પણ જગ્યા રોકી શકાતી નથી. અમે વિષ્ણુજી ના દર્શન કરવા માંગીએ છીએ. તમે અમને તેમના દર્શન કરવાથી શા માટે રોકો છો? તમે લોકો તો ભગવાનની સેવામાં રહો છો. તમારે તો તેમની જેમ સમદર્શી હોવું જોઈએ. જેમ કે ભગવાનનો સ્વભાવ પરમ શાંતિમય હોય છે, તમારો સ્વભાવ પણ તેઓ જ હોવો જોઈએ. અમને ભગવાન વિષ્ણુજીનાં દર્શન માટે જવા દો.” સનકાદિક ઋષિઓના આ પ્રકારના નિવેદન છતાં પણ જય અને વિજય તેમને વૈકુંઠની અંદર જવાથી રોકવા લાગ્યા.

જય વિજય ને શ્રાપ

“શાપ” શબ્દ સંસ્કૃત ભાષાના “શ્રાપ” નો અપભ્રંશ છે. જય અને વિજય ના આ પ્રકારથી રોકવાને કારણે સનકાદિક ઋષિઓએ ક્રોધિત થઈને કહ્યું, “ભગવાન વિષ્ણુ નજીક રહેવા છતાં પણ તમારા લોકોની અંદર અહંકાર આવી ગયો છે અને અહંકારનો વાસ વૈકુંઠમાં થઈ શકે નહીં. એટલા માટે અમે તમને શાપ આપીએ છીએ કે તમે લોકો મૃત્યુ લોકમાં જાઓ.” તેમના આ પ્રકારે શાપ આપવા પર જય અને વિજય ભયભીત થઈને તેમના ચરણોમાં પડી ગયા અને ક્ષમા માંગવા લાગ્યા.

ભગવાન વિષ્ણુજી અને લક્ષ્મીજીનું આગમન

સનકાદિક સાથે મુલાકાત કરવા માટે ભગવાન વિષ્ણુ તથા લક્ષ્મીજી પોતાના સમસ્ત પાર્ષદો (દ્વારપાળ)ની સાથે તેમના સ્વાગત માટે પધાર્યા. ભગવાન વિષ્ણુએ તેમને કહ્યું, “હે મુનિશ્વરો ! જય અને વિજય મારા પાર્ષદ છે. તે બંને અહંકારમાં આવીને તમારું અપમાન કરવાનો અપરાધ કર્યો છે. તમે લોકો મારા પ્રિય ભક્ત છો અને તેઓએ તમારી અવગણના કરીને મારી પણ અવગણના કરી છે. તેને શાપ આપીને તમે ઉત્તમ કાર્ય કર્યું છે. તેમણે બ્રાહ્મણોનો તિરસ્કાર કર્યો છે અને તેને હું મારો તિરસ્કાર સમજુ છું. હું જય અને વિજય તરફથી ક્ષમા યાચના કરું છું. સેવકોનો અપરાધ થવા પર પણ સંસાર સ્વામીનો જ અપરાધ માને છે. એટલા માટે હું તમારા લોકોની પ્રસન્નતાની ભીખ ઇચ્છું છું.”

ભગવાનનાં આ મધુર વચનોથી સનકાદિક ઋષિઓનો ક્રોધ શાંત થઈ જાય છે. ભગવાનની આવી ઉદારતાથી તેઓ આનંદિત થયા અને બોલ્યા, “તમે ધર્મની મર્યાદા રાખવા માટે બ્રાહ્મણોને આટલો આદર આપો છો. હે નાથ ! અમે આ નિરપરાધ પાર્ષદોને ક્રોધમાં આવીને શાપ આપી દીધો છે, તેના માટે અમે ક્ષમા માંગીએ છીએ. તમને યોગ્ય લાગે તો તમે આ દ્વારપાળોંને ક્ષમા કરીને અમારા શાપમાંથી મુક્ત કરી શકો છો.”

જય વિજય ને શ્રાપ આપવાની હકીકત

ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે, “હે મુનીગણ ! હું સર્વ શક્તિમાન હોવા છતાં પણ બ્રાહ્મણોના વચનને અસત્ય કરવા માંગતો નથી. કારણ કે તેનાથી ધર્મનું ઉલ્લંઘન થાય છે. તમે જે શાપ આપ્યો છે તે મારી જ પ્રેરણાથી થયો છે.” ત્યારે સનકાદિક ઋષિઓએ કહ્યું કે જય અને વિજયે ત્રણ જન્મ લેવા પડશે, ત્યારે તેઓ શ્રાપમાંથી મુકત થઇ જશે.

હવે અહીંયા પર ધ્યાન આપવાની બાબત છે કે જે ભક્ત ભગવાનને મેળવી લે છે તેને મહાવીર પુરુષ કહે છે. તેના પર માયા (કામ, ક્રોધ, લોભ વગેરે) ક્યારેય પણ હાવી થઈ શકતા નથી. એટલા માટે સનક, સનન્દન, સનાતન અને સનત્કુમાર તથા જય અને વિજય આ મહાપુરુષ છે. કારણ કે ભગવાનના લોકમાં ફક્ત મહાપુરુષો જ રહે છે. એટલા માટે જય અને વિજયને અહંકાર થયો ન હતો અને ઋષિઓને પણ ક્રોધ થયો ન હતો. તેઓ લીલા કરી રહ્યા હતા. આ વાતને લઈને બાદમાં વિષ્ણુજીએ કહ્યું કે જે કઈ પણ થયું છે તે મારી પ્રેરણાથી થયું છે.

જય અને વિજયનાં ત્રણ જન્મ થયા

જય અને વિજય પોતાના પહેલા જન્મમાં હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષ ના રૂપમાં જન્મ લીધો. ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લઈને હિરણ્યાક્ષનો વધ અને નરસિંહ અવતાર લઈને હિરણ્યકશ્યપનો વધ કર્યો. બીજા જન્મમાં બંને રાવણ અને કુંભકર્ણ ના રૂપમાં જન્મ્યા અને રામ અવતાર ના હાથે મૃત્યુ પામ્યા. ત્રીજા જન્મમાં બંને શિશુપાલ અને દંતવક્ર ના રૂપ માં જન્મ્યા અને શ્રીકૃષ્ણ અવતાર ના હાથે મૃત્યુ પામ્યા અને અંતતઃ તેમને શ્રાપમાંથી મુક્તિ મળી ગઈ.