લોકોએ નજરઅંદાજ કરી દીધી આ ૫ ફિલ્મોમાં આ મજેદાર ભુલો, શોલે માં પણ દેખાઈ ગયા હતા ઠાકુરનાં હાથ

ફિલ્મો આપણા મનોરંજન માટેનો સૌથી સારો ઉપાય છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દર શુક્રવારના દિવસે કોઈ ને કોઈ ફિલ્મ રિલીઝ કરવામાં આવે છે. અમુક ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપર ડુપર હીટ થઇને પૈસા કમાય છે, તો અમુક ફિલ્મોમાં ફ્લોપ થવાને કારણે નિર્માતાઓને ખૂબ જ નુકસાન વેઠવું પડે છે. પરંતુ આજે અમે તમને આવી જ સુપરહિટ ફિલ્મો માં થયેલ નાની નાની ભૂલો વિષે જણાવીશું, જેના પર કદાચ તમે ક્યારેય ધ્યાન આપ્યું નહિ હોય. આ ભૂલો જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

રબને બનાદી જોડી

રબને બનાદી જોડી ફિલ્મ ૧૨ ડિસેમ્બર ૨૦૦૮ના રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં મુખ્ય કલાકાર શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા હતા. ફિલ્મમાં શાહરુખ ખાન દ્વારા ડબલ રોલ કરવામાં આવ્યો હતો. રબને બનાદી જોડી ફિલ્મમાં શાહરુખ ખાન એક તરફ રાજ બનીને અનુષ્કા સાથે ફ્લર્ટ કરે છે. વળી શાહરૂખને અનુષ્કા શર્માના પતિના રૂપમાં સુરેન્દ્રનું પાત્ર નિભાવ્યું હતું. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે ફક્ત મુછ હટાવી દેવાથી અને વાળ સ્ટ્રેટ કરી લેવાથી વ્યક્તિની ઓળખ બદલી જાય છે અને અનુષ્કા પોતાના પતિને ઓળખી શકતી નથી. હવે ધ્યાન આપવા જેવી બાબત એ છે કે એવી કઈ પત્ની છે જે પોતાના પતિને મૂછ વગર ઓળખી ન શકે.

બેંગ બેંગ

આ ફિલ્મ ૨ ઓક્ટોબરના રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં રિતિક રોશન અને કેટરીના કેફ છે. આ ફિલ્મના એક સીનમાં રિતિક રોશન દુશ્મનોની ધોલાઈ કર્યા બાદ કેટરીના કેફ પાસે લંગડાતો આવે છે અને પછી તુરંત જ “તું મેરી” સોંગ પર ડાન્સ કરવા લાગે છે. હવે જણાવો કે ઘાયલ થયા બાદ તુરંત જ કોઈ વ્યક્તિ કેવી રીતે ડાન્સ કરી શકે.

ચેન્નાઇ એક્સપ્રેસ

ચેન્નઈ એક્સપ્રેસ ખૂબ જ મનોરંજક ફિલ્મ છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન વારંવાર એક જ ડાયલોગ બોલે છે “ગોવા ઇઝ ઓન”. તમારું ધ્યાન હશે કે જ્યારે શાહરૂખ ખાન ગુંડા અને દીપિકા સાથે ટ્રેનમાં ફસાઈ જાય છે, તો તેઓ જનરલ બોગી માં દાખલ થાય છે. પરંતુ બહાર નીકળતા સમયે તેઓ સ્લીપર બોગી માંથી બહાર આવે છે.

ઈડિયટ્સ

આ એક ખૂબ જ સુપરડુપર હિટ ફિલ્મ હતી. આ ફિલ્મમાં આમિર ખાન, આર. માધવન, શર્મન જોશી ની સાથે કરિના કપૂર પણ હતી. આ ફિલ્મના એક સીનમાં અમીરખાન સ્ટુડન્ટની ક્લાસ લઈ રહ્યા હોય છે. તેઓ ગ્રીન બોર્ડ ઉપર કંઇક લખે છે અને બાદમાં તેઓ પોતાના લખેલા આ શબ્દોને પોતાના મિત્રોના નામ બતાવે છે. પરંતુ શું તમે જોયું છે કે બંને સીન્સમાં બોર્ડ પર લખેલ શબ્દોની રાઇટીંગ બદલી જાય છે.

શોલે

શોલે આજ સુધીની સૌથી મોટી સુપરહિટ ફિલ્મ રહી છે. શોલે ફિલ્મનો એક સીન સિનેમાના ઇતિહાસમાં અમર થઈ ગયો છે. આ ફિલ્મના અંતમાં સંજીવ કુમાર ઠાકુરનાં રોલમાં ગબ્બરની ખૂબ જ ધોલાઈ કરતા જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં સંજીવ કુમારનાં હાથ હોતા નથી. પરંતુ જો ધ્યાનથી જોવામાં આવે તો ઘણી જગ્યાએ તમને સંજીવ કપૂરનાં હાથ જોવા મળી જશે.