લોકોને એડ માં જોવા મળી ભુલ, શું તમને બિગ-બી ની તસ્વીરમાં કઈ અજીબ જોવા મળ્યું

સોશિયલ મીડિયા દુનિયામાં અમુક લોકોની નજર બાજ જેવી હોય છે. તેઓ તસ્વીરોમાંથી સાંપ, વાઘ અને પક્ષીઓને શોધવાની સાથે સાથે એવી ખામીઓ પણ પકડી લેતા હોય છે, જેના વિશે ખુબ જ ઓછા લોકોએ વિચાર્યું હશે. હાલમાં જ એક ટ્વિટર યુઝર્સ અમિતાભ બચ્ચનનાં એક વિજ્ઞાપનમાં મોટી ભુલ પકડી લીધી હતી. યુઝરે જોયું કે તસ્વીરમાં બચ્ચન સાહેબનો હાથ ફોટોશોપ કરવામાં આવેલ છે. ત્યારબાદ ટ્વિટર પર લોકો આ યુઝરનાં ઓબ્ઝર્વેશન ની પ્રશંસા કરવા લાગ્યા હતા.

જરા બિગ બીનો હાથ જુઓ


આ ફોટો અને ટ્વિટર યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ હતો. તેમણે કેપ્શન માં લખ્યું હતું કે કોઇએ ધ્યાન આપ્યું કે પિતાજી નાં લાંબા હાથ કેટલા દુર સુધી જઈ શકે છે. આવું એટલા માટે કારણ કે મોડેલ કોઈ ફિલ્મ સ્ટાર નથી અને બિગ-બી તેની સાથે પોઝ આપવા માંગતા ન હતા. ફોટોશોપ માટે ૧૦ માંથી ૧ નંબર અને ૧ નંબર મહિલા મોડલને દ્રઢતા સાથે પોઝ આપવા માટે.

આ કાનુનાં હાથ છે

હવે આ ખુબ જ અજીબ લાગી રહ્યું છે

કોસ્ટ કટિંગ નો જમાનો છે

બરોબર પકડાઈ ગયા

ઓબ્ઝર્વેશન માટે ૧૦ માંથી ૧૦


આ વાયરલ તસ્વીરમાં જોઇ શકાય છે કે બચ્ચન સાહેબ એક યુવતી સાથે ઉભેલા છે. એવું બતાવવામાં આવ્યું છે કે તેઓ દુલ્હનનાં પહેરવેશમાં ઊભી રહેલી યુવતીના પિતા છે. અમિતાભનો ડાબો હાથ દીકરીનાં ખભાની પાસે છે, પરંતુ ધ્યાનથી જોવા પર તે ખુબ જ અટપટુ લાગી રહ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ફોટોશોપ કરીને તે હાથને ત્યાં સેટ કરવામાં આવેલ છે.