લોકોને હસાવી-હસાવીને કરોડો રૂપિયા છાપે છે “ધ કપિલ શર્મા શો” નાં કલાકારો, જાણો તેમની કુલ સંપતિ

કપિલ શર્મા આજે ભારતનો નંબર વન કોમેડિયન છે. તેનો શો “ધ કપિલ શર્મા શો” ટીવી પર ખૂબ જ લોકપ્રિય છે. તે એક ફેમિલી કોમેડી છે. અહીંયા બોલિવૂડના સિતારાઓ પોતાની ફિલ્મના પ્રમોશન કરવા માટે આવે છે. આ દરમિયાન કપિલ આ સિતારાઓની સાથે વાતચીત કરે છે અને તેમની સાથે કોમેડી કરીને લોકોનું મનોરંજન કરે છે.

કપિલના શોમાં તેમના સિવાય અન્ય પણ ઘણાં સિતારાઓ છે, જે આજે ઘરે ઘરે જાણીતા બની ચૂક્યા છે. આજે અમે તમને આ શોમાં કામ કરતા કોમેડી કલાકારોની કુલ સંપત્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ સિતારાઓએ લોકોને હસાવીને ખૂબ જ બેંક બેલેન્સ વધારી દીધું છે.

કપિલ શર્મા

કપિલ પોતાના શો ધ કપિલ શર્મા શો ના મુખ્ય કલાકાર છે. તેઓ આ શોમાંથી ખૂબ જ પૈસા કમાય છે. તે સિવાય તેમનું “K9 પ્રોડક્શન્સ” નામનું એક પ્રોડક્શન હાઉસ પણ છે. જેમાં તેઓ પંજાબી ફિલ્મ પ્રોડ્યુસ કરે છે. ૨૦૧૯માં કપિલનું નામ ફોર્બ્સની સૌથી વધારે પૈસા કમાનાર સેલિબ્રિટીના લિસ્ટમાં પણ આવ્યું હતું. તેની કુલ સંપત્તિ લગભગ ૧૯૯ કરોડ રૂપિયા છે.

અર્ચના પુરન સિંહ

અર્ચના પુરન સિંહ એક અભિનેત્રી હોવાની સાથે-સાથે ટીવી પ્રેઝેન્ટર પણ છે. તે હાલના દિવસોમાં ધ કપિલ શર્મા શોમાં જજની ભૂમિકા નિભાવી રહી છે. આ પહેલા તે કપિલના અન્ય એક શો કોમેડી સર્કસમાં પણ જજ રહી ચુકેલ છે. તેની કુલ સંપત્તિની કિંમત અંદાજે ૨૨૨ કરોડ રૂપિયા છે.

કિકુ શારદા

પાછલા ઘણા વર્ષોથી કિકુ અભિનય કરી રહ્યા છે. તે મનોરંજનની દુનિયામાં એક જાણીતો ચહેરો છે. તે અત્યાર સુધીમાં ૧૮ ટીવી શો અથવા સીરિયલ્સમાં નજર આવી ચુકેલ છે. આ સિવાય તેણે બોલિવૂડની ૧૦ ફિલ્મોમાં પણ કામ કરેલ છે. તેને સાચી ઓળખ બાળકોના શોખ “હાતિમ” માં “હોબો” કેરેક્ટર થી મળી હતી. ત્યારબાદ તે કપિલ શર્મા શો માં આવીને ફેમસ થઈ ગયા. તેની કુલ સંપત્તિ ૩૮ કરોડ રૂપિયા છે.

સુમોના ચક્રવર્તી

સુમોનાએ બાળ કલાકારના રૂપથી અભિનયની શરૂઆત કરી હતી. તેમને પહેલી વખત આમિર ખાન અને મનીષા કોઈરાલાની ફિલ્મ “મન” માં નોટિસ કરવામાં આવેલ હતી. ત્યારબાદ તે ઘણા વિજ્ઞાપનમાં નજર આવી. ટીવી સિરિયલ “બડે અચ્છે લગતે હૈ” માં નતાશા નો રોલ કરી ફેમસ થઇ હતી. ત્યારબાદ તેણે કપિલ શર્માની સાથે “કહાની કોમેડી સર્કસ કી” શોમાં ભાગ લીધો હતો. તેમાં તે કપિલની સાથે વિજેતા બની હતી. બસ ત્યારથી સુમોના અને કપિલ ની જોડી ફેમસ થઈ ગઈ. વર્તમાનમાં સુમોના પાસે લગભગ ૩૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે.

ચંદન પ્રભાકર

ચંદન “ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ-૩” માં ફર્સ્ટ રનર-અપ હતા. વર્તમાનમાં તે કપિલના શો પર લોકોને ખડખડાટ હસાવે છે. ચંદનને એક શો કરવા માટે લગભગ ૫ થી ૭ લાખ રૂપિયા મળે છે. હાલમાં તેમની કુલ સંપત્તિ વિશે જાણકારી નથી.

કૃષ્ણા અભિષેક

કૃષ્ણા અભિષેક પહેલા કપિલના પ્રતિસ્પર્ધી હતા, પરંતુ હાલના દિવસોમાં તે કપિલની સાથે કામ કરી રહ્યા છે. ખબરોનું માનવામાં આવે તો કૃષ્ણા એક એપિસોડના ૪૦ થી ૫૦ લાખ રૂપિયા સુધી ચાર્જ વસૂલ કરે છે. તેમની કુલ સંપત્તિ ૩૮ કરોડની આસપાસ છે.