મિથુન ચક્રવર્તીની વહુ છે “સ્વર્ગ ની અપ્સરા” કરતાં પણ વધારે સુંદર, આ તસ્વીરો છે તેની સાબિતી

Posted by

મિથુન ચક્રવર્તી ની વહુ મદાલસા શર્મા પોતાની સુંદરતા અને ગ્લેમરસ અંદાજ માટે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. તેની વચ્ચે મદાલસા ની અમુક તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ છવાયેલી રહે છે. મદાલસા શર્મા સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની ગ્લેમરસ તસ્વીરો શેર કરીને ફેન્સની ઊંઘ ઉડાવતી રહે છે.

મદાલસા શર્માનો અંદાજ જોઈને ફેન્સના ધબકારા વધી જાય છે. જો તમે મદાલસા નાં ફેન નથી તો તેની તસ્વીરો જોયા બાદ જરૂરથી તેના ફેન્સ બની જશો. મદાલસા જેટલી સુંદર છે, રીયલ લાઇફમાં એટલી જ ગ્લેમરસ છે. તેની સાબિતી મદાલસા ની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો ઉપર મળી જાય છે. મદાલસા શર્મા હાલના દિવસોમાં સ્ટાર પ્લસના શો “અનુપમા” માં નજર આવી રહી છે. આ શો માં તે કાવ્યા ની ભુમિકામાં ફેન્સનું મનોરંજન કરી રહી છે.

કાવ્યા નું કેરેક્ટર ભલે નેગેટિવ છે, પરંતુ ફેન્સ નો પ્રેમ તેને ખુબ જ સારો મળતો રહે છે. અનુપમા શો માં એન્ટ્રી કર્યા બાદથી મદાલસા ની ફેન ફોલોવિંગ માં ખુબ જ વધારો થયો છે. કાવ્યા ને શો માં અવારનવાર વનરાજની આગળ પાછળ ચક્કર લગાવતા જોવામાં આવેલ છે.

મદાલસા એ શો માં એક એવી મહિલાનું કેરેક્ટર પ્લેટ કરેલ છે, જેને પરણીત અને ત્રણ બાળકોના બાપ સાથે પ્રેમ થઈ જાય છે. એટલું જ નહીં તે વ્યક્તિ સાથે રહેવા માટે કાવ્યા કોઈ પણ હદ સુધી જઈ શકે છે, પછી તે પ્રેમથી હોય કે ડરાવી ધમકાવીને હોય.

મિથુન ચક્રવર્તી ની વહુ અને ટીવી એક્ટ્રેસ મદાલસા શર્મા પોતાની એક્ટિંગની સાથોસાથ પોતાની સુંદરતા માટે પણ ઓળખવામાં આવે છે. મદાલસા શર્મા ખુબ જ સુંદર છે અને તેની સાબિતી તેના ઇન્સ્ટાગ્રામ ઉપર રહેલ તેની તસ્વીરો ઉપરથી જોવા મળી આવે છે. મદાલસા કોઈપણ આઉટફીટ પહેરે છે, તો તે માટે સુંદર જરૂરથી દેખાય છે.

મિમોહ ચક્રવર્તી ની પત્ની મદાલસા તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક પ્રસિદ્ધ અભિનેત્રી રહી ચુકેલ છે. મદાલસા શર્મા ટીવી શો “અનુપમા” નો લોકપ્રિય ચહેરો છે. તેનો જન્મ ૨૬ સપ્ટેમ્બર, ૧૯૯૧નાં રોજ મુંબઈમાં થયો હતો. તે લેખક તથા નિર્દેશક સુભાષ શર્મા અને અભિનેત્રી શીલા ડેવિડ શર્મા ની દીકરી છે. ફિલ્મી પરિવાર સાથે સંબંધ ધરાવતી હોવા છતાં પણ મદાલસા એક્ટિંગમાં કારકિર્દી બનાવવા માંગતી ન હતી, પરંતુ નસીબ તેને આ ઇન્ડસ્ટ્રીમાં લઈ આવ્યું અને આજે તેને ઘર-ઘરમાં ઓળખવામાં આવે છે.

મદાલસા શર્માએ જુલાઈ ૨૦૧૮માં મિથુન ચક્રવર્તીના દીકરા મહાક્ષય ચક્રવર્તી સાથે લગ્ન કરી લીધા હતા. બંનેએ ૭ જુલાઈ, ૨૦૧૮નાં રોજ કોર્ટ મેરેજ કર્યા. ત્યારબાદ ૧૦ જુલાઈ, ૨૦૧૮નાં રોજ ઉટીમાં હિન્દુ રીતિરવાજોથી લગ્ન કરેલા હતા. મહાક્ષય ચક્રવર્તી પોતાના મિત્રોની વચ્ચેની મિમોહ ચક્રવર્તી નાં નામથી લોકપ્રિય છે.

મદાલસા સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ ઉપર ખુબ જ પોપ્યુલર છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ૧૦ લાખથી વધારે ફોલોવર્સ છે. તે ટ્રેન્ડિંગ રિલ્સ તથા પોતાની તસ્વીરો શેર કરીને ફેન્સની વચ્ચે છવાયેલી રહે છે. મદાલસા અનુપમા સીરીયલ ના પોતાના કો-સ્ટાર ‘વનરાજ શાહ’ એટલે કે સુધાંશુ પાંડેની સાથે પણ અવારનવાર તસ્વીરો અને રિલ્સ શેર કરતી રહે છે.

મદાલસા શર્માની આ તસવીર સિંગાપુરનાં મરીન બે ની છે. તેમાં એક્ટ્રેસ મરીન બે પર પુલમાં બ્લેક ગોગલ્સમાં ગ્લેમરસ સ્ટાઈલ થી લોકોને દીવાના બનાવી રહેલ છે. આ ફોટો શેર કરીને લખ્યું હતું કે, “તે ચીજ કરીને પોતાની જાતને દરરોજ જીવંત કરો, જેનાથી તમને સારું લાગે છે.”