મહાભારતમાં ચીરહરણ બાદ અડધો કલાક સુધી રડ્યા હતા રૂપા ગાંગુલી, પહેરી હતી ૨૫૦ મીટરની લાંબી સાડી

Posted by

ભારતમાં હાલના સમયે લોકો કોરોના સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. આ સમયે તેનો સામનો કરવા માટે દેશવ્યાપી લોકડાઉન કરવામાં આવેલ છે. તેવામાં ટેલિવિઝન પર રામાયણની સાથે મહાભારતનું પણ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. મહાભારત પણ દર્શકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. મહાભારત સાથે જોડાયેલા ઘણા કિસ્સાઓ તમને વારંવાર સાંભળવા મળતા હોય છે.

બી.આર. ચોપડાની મહેનત

બી.આર. ચોપડા એ મહાભારતનું નિર્માણ કર્યું હતું. મહાભારતમાં તેમણે જે દ્રશ્યો ફિલ્માવેલ છે, તેમાં તેઓએ ખૂબ જ મહેનત કરેલ છે. તેમણે બધા કલાકારોને એવી રીતે તૈયાર કરેલ હતા કે દરેક સિકવન્સ તેમણે ખૂબ જ મહેનત થી કરેલ હતા. મહાભારતમાં દ્રૌપદીના ચીરહરણના સીનને લઇને બી.આર. ચોપડા ખૂબ જ ગંભીર હતાં. તેનું કારણ પણ ખાસ હતું. સમગ્ર મહાભારતનું યુદ્ધ હકીકતમાં તેની સાથે જોડાયેલ હતુ. જો દ્રૌપદીનું ચીરહરણ થયુ ના હોત તો મહાભારતનું યુદ્ધ પણ લડવામાં આવ્યું નહોતું. તેવામાં ખાસ જરૂરી હતું કે આ સિકવન્સ ખૂબ જ પ્રભાવી રીતે શૂટ કરવામાં આવે. બી.આર. ચોપડા ઇચ્છતા હતા કે આ ઘટનાનું જે મહત્વ છે અને તેના પ્રભાવને જે તાકાત છે, તેને દર્શકોના હૃદય સુધી પહોંચાડવામાં આવે.

આવી હતી સાડી

વળી, આ વાતની જાણકારી ખૂબ જ ઓછા લોકોને હશે કે આ સિકવન્સ માટે બી. આર. ચોપડા તરફથી ખૂબ જ ખાસ તૈયારી કરવામાં આવી હતી. તેમણે તેના માટે ખૂબ જ લાંબી સાડીની વ્યવસ્થા કરી હતી. તમને જણાવી દઈએ કે જે સાડી તેમણે દ્રૌપદીના ચીરહરણ માટે બનાવી હતી, તે ૨૫૦ મીટર લાંબી એક અનકટ સાડી હતી. સાડીનો ઉપયોગ તે સમયે કરવાનો હતો, જ્યારે એક સિકવન્સમાં દ્રૌપદીનું ચીરહરણ થાય છે અને ભગવાન શ્રીકૃષ્ણ ત્યાં તેમની લાજ બચાવવા માટે પહોંચી જાય છે.

રૂપા ગાંગુલી ની તૈયારી

મહાભારતમાં દ્રૌપદીનું કિરદાર રૂપા ગાંગુલીએ નિભાવ્યું હતું. રૂપા ગાંગુલીને નિર્માતાઓએ કહી દીધું હતું કે આ સિકવન્સ માટે તેમણે પોતાને તે પ્રકારના મિજાજમાં લઈ જવાનો છે, જેમાં કોઇ મહિલાને જ્યારે વાળ ખેંચીને ભરેલ સભામાં લાવવામાં આવે છે અને તેનું વસ્ત્રહરણ થાય છે તો તે શું મહેસૂસ કરે છે. રૂપા ગાંગુલી તરફથી આ સિકવન્સ માટે ખૂબ જ મોટી તૈયારી પણ કરવામાં આવી હતી. સિક્વન્સ શૂટ થવા લાગ્યો ત્યારે રૂપા ગાંગુલી આ કારણને લીધે ખૂબ જ ભાવુક પણ થઇ ગઇ ગયા હતાં.

રડી પડ્યા હતા રૂપા ગાંગુલી

આ એક ખૂબ જ દમદાર સિકવન્સ હતો. એક જ વખતમાં પૂર્ણ રીતે તેને શૂટ કરી લેવામાં આવ્યો હતો. મહાભારતના નિર્માતાઓએ આ સિકવન્સ વિશે જણાવ્યું હતું કે દ્રૌપદીના ચીરહરણનો આ સિકવન્સ ખૂબ જ દર્દ ભરેલ હતો. રૂપા ગાંગુલીએ આ દર્દને તે સમયે મહેસૂસ કરેલ હતું. એ જ કારણ હતું કે તે ખૂબ જ રડવા લાગી હતી. સેટ પર રૂપા ગાંગુલી એટલું રડી પડ્યા હતા કે મહાભારતના નિર્માતાઓની સાથે બાકીના જે સ્ટાર કાસ્ટ ત્યાં હાજર હતા, તેમણે રૂપા ગાંગુલીને ચુપ કરાવવા માટે અડધો કલાકનો સમય લાગ્યો હતો.