મહાદેવને પ્રિય છે આ ૩ રાશિઓ, જાણો શ્રાવણ મહિનામાં કેવી રીતે કરી શકો છો શિવજીને પ્રસન્ન

Posted by

દેવશયની એકાદશીની સાથે ભગવાન વિષ્ણુ હવે ૪ મહિના સુધી પાતાળલોકમાં સુવા માટે ચાલ્યા ગયા છે. તેની સાથે જ આ સૃષ્ટિની જવાબદારી ભગવાન શિવજીના હાથમાં આવી ગઇ છે. હવે ૪ મહિના સુધી ભગવાન મહાદેવ સૃષ્ટિ ચલાવશે. ભગવાન શિવને ભોલે ભંડારી પણ કહેવામાં આવે છે. કારણ કે તેઓ ખૂબ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. કહેવામાં આવે છે કે શિવજીના શરણે આવેલા ભક્તોને ભોલેનાથ કાળના મુખમાંથી પણ બહાર કાઢી લે છે.

શ્રાવણ મહિનો શિવજીનો પ્રિય મહિનો જ હોય છે અને એક મહિના સુધી ભગવાન શિવજીની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે શ્રાવણ ૬ જુલાઇથી શરૂ થઇ રહ્યો છે. ભગવાન શિવ દરેક ભક્ત પર એક જેવી કૃપા વરસાવે છે પરંતુ ૩ રાશિ પર તેનો પ્રભાવ સૌથી વધારે હોય છે. આ ૩ રાશિના જાતકોને આ શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની વિશેષ કૃપા મળશે.

મેષ રાશિ

મેષ રાશીનો સ્વામી મંગળ ગ્રહ છે. આ રાશિ ભગવાન શિવજીને ખૂબ જ પ્રિય છે. એવું કહેવામાં આવે છે કે જેમની કુંડળીમાં મંગળનો પ્રભાવ ચાલી રહી હોય તેણે સોમવારના દિવસે શિવલિંગ પર જળ ચડાવવું જોઈએ. આવું કરવાથી ભગવાન શિવજી પ્રસન્ન થાય છે અને મંગળનો પ્રભાવ ઓછો થાય છે. મેષ રાશિના જાતકો પર ભગવાન શિવજી પોતાની કૃપા હંમેશા જાળવી રાખે છે. આવા લોકોને ધન-ધાન્યની ક્યારેય પણ અસર થતી નથી. તેવામાં મેષ રાશિના જાતકોએ શિવલિંગ પર દર સોમવારે જળ ચડાવવું જોઈએ.

મેષ રાશિના જાતકોને શિવજીની કૃપાથી વેપારમાં ખૂબ જ મોટો ફાયદો મળે છે. આવા લોકોએ ધન માટે કઠોર તપ અથવા આરાધના કરવી પડતી નથી. જો તમારી રાશિ મેષ છે અને તમે નોકરીની તલાશમાં છો, તો શ્રાવણ મહિનામાં શિવલિંગ પર જળ ચડાવતા સમયે ઓમ નમઃ શિવાય’નો જપ જરૂર કરો. જો આવી રીતે શ્રાવણ મહિનામાં આ ઉપાય કરવામાં આવે તો તમને નોકરી જરૂરથી મળી જશે.

મકર રાશિ

મકર રાશિનો સ્વામી શનિ ગ્રહ હોય છે. આ રાશિ પણ ભગવાન શિવજીને અત્યંત પ્રિય છે. આ રાશિના લોકો પર ભગવાન શિવજીની કૃપા હંમેશા જળવાય રહે છે. મકર રાશિના જાતકોની દરેક મુસિબત શ્રાવણ મહિનામાં દૂર થઈ જશે. તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ આવશે. જો તમે હંમેશા પરિવાર સાથે ખુશ રહેવા માંગતા હોય તો શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા જરૂરથી કરવી. તેના માટે દર સોમવારે શિવલિંગ પર બીલીપત્ર અને જળ ચડાવવું. જળ ચડાવતા સમયે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો. તેનાથી તમને લાભ મળશે. જો તમને ધનહાનિ થઈ રહી હોય તો આ ઉપાય કરવાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. આ મહિનો શિવજીની કૃપા મેળવવા માટે ખુબ જ સારૂ માનવામાં આવે છે.

કુંભ રાશિ

કુંભ રાશિના સ્વામી પણ શનિ દેવ હોય છે. પરંતુ આ રાશિ પર શનિ દેવની વિશેષ કૃપા રહેતી હોય છે. શ્રાવણ મહિનામાં તમે મહાદેવની સાથે સાથે શનિદેવની કૃપા પણ મેળવી શકો છો. ઘણા લોકોને માલુમ નથી હોતું કે કયા દેવતાની કૃપા પ્રાપ્ત કરવાની છે. તેવામાં તેમને વિશેષ કૃપા મળી શકતી નથી. આ શ્રાવણ મહિનામાં તમારે શિવજીની આરાધના કરવી જોઈએ. શિવજીની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે વધારે કંઈ કરવાનું નથી, પરંતુ તમારે દરરોજ ઓમ નમઃ શિવાયનો જાપ કરવાનો રહેશે, તો તે તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત રહેશે. ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે સાચા મનથી પૂજા કરો, તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે.