મેકઅપ વગર સામે આવ્યો સલમાન ખાનનો અસલી ચહેરો, બોડીગાર્ડ શેરાએ શેયર કરી તસ્વીર

Posted by

સલમાન ખાનની ગણતરી બી ટાઉનના દિગ્ગજ કલાકારોમાં થાય છે. દેશભરમાં સલમાન ખાનને ચાહતા લોકોની સંખ્યા સૌથી વધારે છે. તેમને તેમના ફેન્સ ભગવાનની જેમ પૂજતાં હોય છે. સલમાન ના ફેન્સ તેમની ફિલ્મની રાહ જોતા હોય છે. સલમાન ખાનની દરેક ફિલ્મ ૧૦૦ કરોડ ક્લબમાં ઉપસ્થિત હોય છે. સલમાન જેટલું પોતાની ફિલ્મ માટે જાણીતા છે તેનાથી વધુ તે પોતાના દયાળુ સ્વભાવના લીધે મશહૂર છે. સલમાન સામાન્ય દિવસોમાં પણ જરૂરતમંદ લોકોની મદદ કરતા જોવા મળે છે.

આ દિવસોમાં કોરોના વાયરસના લીધે લોકડાઉન ચાલી રહ્યું છે, જેના લીધે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઠપ્પ પડી ગઈ છે. આ સ્થિતિમાં ૨૫ હજારથી વધુ બોલીવુડ ના કામદારોને મદદ કરવાનો નિર્ણય લઇને સલમાને સાબિત કર્યું છે કે તે બોલિવૂડના અસલી સિંહ છે. સલમાને પોતાના પૂરા સ્ટાફનો પણ ખર્ચો ઉઠાવ્યો છે, એટલું જ નહીં તે સામાન્ય દિવસોમાં પણ ગરીબોને ખાવાનું આપે છે. ઈદના દિવસે તેમણે ગરીબોને રાશન પણ મોકલાવ્યું હતું.

બોડીગાર્ડ શેરા એ શેયર કર્યો ફોટો

દર વર્ષે ઉપર સલમાન ખાનની ફિલ્મ રિલીઝ થતી હોય છે. પરંતુ આ વર્ષે એવું ના થયું તેમણે પોતાના ફેન્સ માટે એક ગીત રિલીઝ કર્યું. ત્યાં જ એમના સૌથી નજીક માનવામાં આવતા બોડીગાર્ડ શેરા એ પણ સલમાનને ઇદની શુભકામનાઓ આપી. શેરાએ સલમાનના સાથે એક ફોટો શેયર કરી અને તેમણે ઇદની શુભકામનાઓ આપી. શેરાએ સલમાન ખાનનો એક ફોટો શેયર કર્યો છે, જેમાં સલમાન ખાન બેઠેલા છે અને શેરા તેમની પાછળ ઉભેલા છે. જ્યારે સલમાન ખાન પોતાના પનવેલ વાળા ફાર્મ હાઉસમાં ફસાયેલા હતા. તે દરમિયાન આ ફોટો લેવામાં આવ્યો હતો.

ખૂબ જ અલગ લાગ્યા સલમાન ખાન


શેરા દ્વારા શેયર કરવામાં આવેલા આ ફોટામાં સલમાન ખાન ખૂબ જ અલગ જોવા મળી રહ્યા છે. ખાસ રીતે આ ફોટામાં તેમનો ચહેરો એકદમ અલગ જ જોવા મળી રહ્યો છે. આ ફોટામાં સલમાન ખાનનાં ચહેરા ઉપર ઉંમર સ્પષ્ટ દેખાય છે. વાસ્તવમાં સલમાન ખાન જ્યારે પણ ટીવી કે મોટા પડદા પર આવે છે ત્યારે તેમના ચહેરા પર મેકઅપ હોય છે. પરંતુ મેકઅપ વગરનો આ ફોટો સામે આવ્યો છે. આ ફોટાને જોઈને લાગી રહ્યુ છે કે ૫૪ વર્ષના સલમાન ખાનની હવે તેમની ઉમર દેખાવા લાગી છે. સલમાનના આ ફોટો પર ફેન્સ ની પણ ઘણી કોમેન્ટો આવી રહી છે. ફેન્સ પણ પોતાના હીરોને આ હાલમાં જોઈને હેરાન છે.

શેરાએ સલમાનના આ ફોટોને શેયર કરતા કહ્યું હતું કે “મેરે માલિક કે બીના મેરી ઈદ અધુરી હૈ. આપ સભી કો ઈદ મુબારક” પોતાના ઘરના સાથે ઘરે રહીને એન્જોય કરો. આ પોસ્ટ પર શેરાએ સલમાન ખાનને પણ ટેગ કર્યો છે. જણાવી દઈએ તો સલમાન ખાન પણ શેરાને ખૂબ જ વધુ માન આપે છે. તે જ્યાં પણ જાય છે ત્યાં શેરા હંમેશા તેમની સાથે હોય છે. શેરા ઘણા વર્ષોથી સલમાન ખાનનો બોડીગાર્ડ છે. સલમાન તેને પોતાની ફેમિલીની રીતે ટ્રીટ કરે છે. છેલ્લા ૨૫ વર્ષથી શેરા સલમાન ખાનની રક્ષા કરી રહ્યો છે.