તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને મળી ગયા નવા “દયા ભાભી”, તેની આગળ “બાબીતા જી” પણ ઝાંખા લાગશે

ટીવીનો સૌથી ચર્ચા શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ને લોકો ખુબ જ પસંદ કરે છે. વિતેલા વર્ષોમાં શો માં ઘણા બદલાવ થયેલા છે, જેમાં સૌથી મોટી વાત એ થઈ કે શો ના મનપસંદ કિરદારોએ આ શોને છોડી દીધો. આ કડીમાં લોકોને સૌથી મોટો ધક્કો ત્યારે લાગ્યો હતો જ્યારે શો માં દયાબેન નું પાત્ર ભજવનાર દિશા વાકાણીએ શો ને અલવિદા કહી દીધું હતું. દયાબેન ના કીરદાર માટે મેકર્સને વર્ષોથી કોઈ ખાસ ની તલાશ હતી અને હવે તેમની આ તલાશ પુરી થઈ ચુકી છે. કારણ કે દયાબેનના રોલ માટે એક નવો ચહેરો મળી ચુક્યો છે અને તે છે ટીવી એક્ટ્રેસ કાજલ પિસાલ.

કોણ છે કાજલ?

કાજલ પિસાલ એક જાણીતી તેવી એક્ટ્રેસ છે. કાજલનો સૌથી ફેમસ શો હતો “સાથ નિભાના સાથિયા”, જ્યાંથી તેને મોટા લેવલ ઉપર ઓળખ મળી હતી. કાજલ ટીવી શો “કુછ ઇસ તરહ સે” થી ડેબ્યુ કર્યું હતું. આ શો ત્યારે ખુબ જ ફેમસ બન્યો હતો.

કાજલ એક પરિણીત એક્ટ્રેસ છે. તેમના પતિનું નામ અભિજિત પિસાલ છે. તેમની એક દીકરી પણ છે, જેમનું નામ સારા છે. કાજલને એક્ટિંગ સિવાય ઘરના કામ કરવા ખુબ જ પસંદ છે. કાજલ ને એક્ટિંગ કરવા સિવાય ડાન્સ કરવો પણ ખુબ જ પસંદ છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઘણા એવા ફોટો અને વિડીયો પોસ્ટ કરે છે, જેમાં તેનું ટેલેન્ટ સ્પષ્ટ જોવા મળે છે.

કાજલ પિસાલ એક્ટિંગમાં તો હોશિયાર છે, સાથો સાથ પુજાપાઠમાં પણ ખુબ જ રુચિ ધરાવે છે. કાજલ ભગવાન ગણેશની ખુબ જ મોટી ભક્ત છે. તે ભગવાન ગણેશની પુજા અર્ચના પણ કરે છે. કાજલ પિસાલે “કુછ ઇસ તરહ”, “આહટ”, “સાથ નિભાના સાથિયા”, “બડે અચ્છે લગતે હૈ” અને “હોરર નાઇટ્સ” જેવી હિટ સીરીયલ માં કામ કરેલ છે. હવે તમે કાજલને નવા કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા જઈ રહ્યા છો. ફેન્સને આશા છે કે તે દિશા વાકાણી ની જગ્યા લેવામાં સફળ રહેશે.

કાજલ માટે દયાબેન નો રોલ ખુબ જ મોટો પડકાર લઈને આવ્યો છે. તેણે કોઈપણ સ્થિતિમાં આ પડકાર ઉપર ખરું ઉતરવાનું રહેશે. લોકોના દિલમાં જગ્યા બનાવવી તેના કામની મજબુરી છે. કોઈએ પણ ક્યારેય વિચાર્યું નહીં હોય કે દયાબેનના રોડ માટે કાજલની પસંદગી કરવામાં આવશે, પરંતુ બધાને પાછળ છોડીને કાજલે બાજી મારી લીધી અને આ રોલ માટે ઓડિશનને ક્વોલિફાય કરી લીધું.

તમને જણાવી દઈએ કે કાજલ પહેલા ટીવીની જાણીતી એક્ટ્રેસ એશ્વર્યા સખુજા અને રાખી વિઝન જેવા અમુક નામ ચર્ચામાં રહ્યા હતા. વળી કાજલની કારકિર્દીની વાત કરવામાં આવે તો ટીવી શો “બડે અચ્છે લગતે હૈ”, “નાગિન-૫” અને “સાથ નિભાના સાથિયા” જેવા શોમાં પણ તે નજર આવી ચુકી છે.