“મરી ગયેલો સૈનિક ઉઠ્યો અને ફરીથી મરી ગયો” વાઇરલ થઈ રહ્યો છે મહાભારતનો આ મજેદાર સીન

તે વાતમાં કોઈ શંકા નથી કે લોકડાઉને ૮૦-૯૦ ના દશકની યાદ તાજી કરાવી દીધી છે. વડીલો પાસેથી આપણે જે વસ્તુઓ વિશે ફક્ત સાંભળતા હતા, આ લોકડાઉને કારણે હવે તેને જોવાનો પણ મોકો મળી રહ્યો છે. રામાનંદ સાગરની રામાયણ હોય કે બીઆર ચોપડા ની મહાભારત તે સમયમાં આ બધાને જોવા માટે ટીવીની સામે લોકો હાથ જોડીને બેસી જતા હતા.

કોરોના વાયરસને લીધે શૂટિંગ બંધ હોવાને કારણે એકવાર ફરીથી આ ધારાવાહિકનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. જેને લઇને લોકો ખૂબ જ દિલચસ્પી બતાવી રહ્યા છે. આ જૂની અને ઐતિહાસિક ધારાવાહિક ટીઆરપીની બાબતમાં મોટામાં મોટા શો ને પણ ટક્કર આપી રહેલ દેખાઈ રહી છે. પરંતુ તેની વચ્ચે મહાભારતનો એક સીન સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે. જેને લઇને લોકો મજાક ઉડાવી રહ્યા છે.

વાઇરલ થઇ રહ્યો છે મહાભારતનો આ સીન

જણાવી દઈએ કે ટીક ટોક પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. આ વિડીયો મહાભારતના એક સીનનો છે. આ વીડિયોમાં એક મૃત સૈનિક અચાનક જીવિત થઈ જાય છે અને પોતાના કપડા ઠીક કરવા લાગે છે, ત્યારબાદ સૈનિક ફરીથી મરી જાય છે. વળી આ દરમિયાન ભીષ્મ પિતામહનાં બાણશૈયા વાળો સીન ટેલિકાસ્ટ થઈ રહ્યો હોય છે. આ સીનમાં ભીષ્મપિતા માતા ગંગા સાથે વાત કરી રહ્યા હોય છે. તેવામાં હવે આ મજેદાર વિડિયો ટીક ટોક પર બધા જ રેકોર્ડ તોડી રહ્યો છે.

વાઇરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાછળ બધા જ મરેલા સૈનિક જમીન પર પડેલા છે. આ દરમિયાન એક મરેલ સૈનિક અચાનક ઊઠે છે અને પોતાના કપડા ઠીક કરે છે અને ફરીથી બીજી વખત મળી જાય છે. બને છે એવું કે જે સૈનિકો ઊઠે છે તેને લાગે છે કે સીન ખતમ થઈ ચૂક્યો છે પરંતુ જ્યારે તે જુએ છે કે સીન હજુ ચાલી રહ્યો છે, તો તે ફરીથી સુઈ જાય છે. જેને લઇને હવે આ સીનનો સોશિયલ મીડિયા પર ખૂબ જ મજાક ઉડાવવામાં આવી રહી છે.

ટીક ટોક પર યુઝરે કર્યો શેયર

જણાવી દઈએ કે આ વીડિયોને શેયર કરનાર વ્યક્તિએ લખ્યું છે, “મહાભારતનો મૃત વ્યક્તિ જીવિત થયો, શૂટિંગ હજુ પૂરી થઈ નથી.” આ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે અને લોકો આ વીડિયો પર જુદા જુદા પ્રકારના કોમેન્ટ કરી રહ્યા છે. જણાવી દઈએ કે ટીક ટોક યુઝર્સ દ્વારા પોતાના ટીક ટોક એકાઉન્ટ પર આ વીડિયો શેયર કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે જ્યારે મહાભારત અને રામાયણ શરૂ થઈ હતી, ત્યારે તેની સાથે જોડાયેલ તમામ પ્રકારના કિસ્સા સામે આવી રહ્યા છે. આ ધારાવાહિકનાં દરેક પાત્ર મહત્વપૂર્ણ હતા અને બધા પાત્રો લઈને કોઈ ને કોઈ કહાની ચલાવવામાં આવી રહી છે. તેવામાં આવું પહેલી વખત બન્યું છે જ્યારે કોઈ મજેદાર વિડિયો વાઇરલ થયો છે. ગંભીર સીન દરમિયાન પણ આ મજેદાર થયેલી ભૂલને પણ લોકો ખુબ જ એન્જોય કરી રહ્યા છે અને તેને ખૂબ જ લાઇક અને શેયર કરી રહ્યા છે.