મરી જવું પણ આવો કાળો દોરો પહેરવાની ભુલ ક્યારેય કરતાં નહીં, આખી જિંદગી ગરીબી પીછો નહીં છોડે

Posted by

જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાળા દોરાનો સંબંધ શનિ સાથે હોય છે. તે સિવાય તે રાહુ અને કેતુના અશુભ પ્રભાવને પણ ઓછું કરવામાં સહાયક હોય છે. રાહુ કેતુને જ્યોતિષશાસ્ત્રમાં નજર લાગવાનું કારણ માનવામાં આવે છે. અભિમંત્રિત કરવામાં આવેલો કાળો દોરો અથવા તો શનિવારના દિવસે શનિદેવની પૂજામાં ઉપયોગ કરવામાં આવતો કાળો દોરો કાંદા ઉપર બાંધવાથી અથવા તો ગળામાં ધારણ કરવાથી નજરદોષ સામે બચાવ થાય છે. કાળો દોરો ધારણ કર્યા બાદ શનિદેવનો મંત્ર ઓછામાં ઓછો ૨૧ વખત વાંચવો જોઈએ.

કાળા દોરા ઉપર ૯ ગાંઠ બાંધી લીધા બાદ ધારણ કરવો જોઈએ. કાળા દોરા ને મંત્રોચ્ચારની સાથે પહેરવો જોઈએ. કોશિશ કરવી જોઈએ કે કાળો દોરો કોઇ શુભ મુહુર્ત અથવા બ્રહ્મ મુહુર્તમાં પહેરવો જોઈએ. પોતાના ગોચર અથવા દશા નાં આધાર ઉપર મંત્ર જાપ કરવા જોઈએ. યોગ્ય રહેશે કે તમે કોઈ સારા જ્યોતિષી પાસેથી સલાહ લઈને તેને પહેરો.

કાળા દોરા ને ૨, ૪, ૬ અથવા ૮ વખત વીંટાળીને પહેરવો જોઈએ નહીં. જે હાથમાં કાળો દોરો બાંધેલો હોય તે હાથમાં અન્ય કોઈ રંગ જેમ કે લાલ અથવા પીળા રંગનો દોરો પહેરવો જોઈએ નહીં. કાળા દોરા ને શનિવારના દિવસે બાંધવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. કાળો રંગ શનિ ગ્રહનું પ્રતીક છે એટલા માટે કાળા દોરા ને કુંડળીના અનુકુળ ગ્રહોની દશા અથવા પ્રતિકુળ ગ્રહોના દોષના નિવારણના સમયમાં પહેરવો જોઈએ.

તમે ઘણી વખત મહિલાઓ અને પુરુષોના પગ, ગળા અને કાંડામાં કાળો દોરો બાંધેલો જોયો હશે. આ દોરો ફક્ત નોર્મલ લોકો જ નહીં, પરંતુ ઘણા બધા બોલીવુડ સેલિબ્રિટી પણ પહેરે છે. આ બાબતમાં જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કાળો દોરો ખરાબ નજર અને શનિ દોષથી બચવા માટે પહેરવામાં આવે છે, જેથી નકારાત્મક શક્તિઓ દુર રહે. પરંતુ અમુક લોકો એવા પણ છે જે ફેશનના રૂપમાં તેને પહેરે છે. વળી અમુક લોકો એવા છે જે અન્ય કોઈ વ્યક્તિના કહેવા ઉપર પહેરતા હોય છે. તેને પહેરવાના ઘણા બધા ફાયદા છે. પરંતુ તેને ધારણ કરતા સમયે અમુક સાવધાની રાખવી જોઈએ, જેથી તેનો પ્રભાવ સારો રહે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે કાળો દોરો બાંધવો શુભ માનવામાં આવે છે. મંગળવારના દિવસે કાળો દોરો બાંધવાથી આર્થિક લાભ મળે છે. આ દિવસે જમણા પગમાં કાળો દોરો બાંધવાથી વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. જે લોકોને પેટમાં દુખાવાની સમસ્યા રહેતી હોય તેમણે પગના અંગુઠામાં કાળો દોરો બાંધવો જોઈએ. ઘરમાં ખરાબ શક્તિઓ પ્રવેશ ના કરી શકે તેના માટે કાળા દોરા ને લીંબુની સાથે પોતાના ઘરના દરવાજા ઉપર બાંધી શકો છો.

ઘરના કોઈ સદસ્યની રોગપ્રતિરોધક ક્ષમતા ઓછી હોય તો શનિવારના દિવસે કાળા દોરાને હનુમાનજીના પગનું સિંદુર લગાવીને ગળામાં ધારણ કરવાથી રોગ સામે લડવાની ક્ષમતા વધી જાય છે. જો ઘરમાં પૈસાની કમી રહેતી હોય તો મંગળવારના દિવસે જમણા પગમાં કાળો દોરો બાંધવો જોઈએ, તેનાથી ધન સંબંધિત બધી જ સમસ્યાઓ દુર થઈ જાય છે. જો તમે લોકોની ખરાબ નજરથી બચીને રહેવા માંગો છો તો તમારે કાળા દોરા ને હાથ પગ ગળા વગેરેમાં પહેરીને પોતાને સુરક્ષિત રાખી શકો છો.