માર્ક ઝુકરબર્ગે પત્નીની ઉંઘ બગડતી અટકાવવાં પોતાની ઉંઘ હરામ કરી નાખી

ફેસબુકનાં સીઇઓ માર્ક ઝુકરબર્ગે પત્નીની ઉંઘ માટે એક ખાસ ડીવાઇસની શોધ કરી છે. આની તેમણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં એક તસવીર મુકી છે.  દેખાવમાં તે એક લાકડાની પેટી આકારનું છે. જે સવારનાં 6 થી 7 સુધી ચમકતું હોય છે. ઝુકરબર્ગનાં કહેવું છે કે આ ગ્લોઇંગ વુડન બોક્સ તેમની પત્ની પ્રિસીલા ચાનને ફોન ચેક કર્યા વગર રાત્રે સારી ઉંઘ લાવવામાં મદદ કરે છે. પ્રિસીલા સવારે બાળકોને તૈયાર કરવા માંટે ઉઠીને કેટલીય વાર ફોન પર સમય ચેક કરતી હતી. જેનાથી તેની ઉંઘમાં ખલેલ થતી હતી. પરંતુ હવે તેની પરેશાનીનો અંત આવ્યો છે.

પત્નીની પરેશાની માંથી પ્રેરણા મળી :

માર્ક ઝુકરબર્ગે તેમની પોસ્ટ પર વર્ણન કર્યું હતું કે તેમની પત્ની પ્રિસીલા ચાને આની પ્રેરણા આપી હતી. સવારે બાળકોને તૈયાર કરવા માટે તે ઉઠીને મોબાઇલ પર સમય ચેક કરતી હતી જેમાં સમય ચેક કર્યા બાદ ચિંતામાં ઉંઘ આવતી નહોતી. આમ તેની ઉંઘ બગડી જતી હતી. વુડન બોક્સ બાબતમાં તેમનું કહેવું છે કે તે વુડન બોક્સ માંથી નીકળતી લાઇટ એટલી વિઝિબલ છે કે તેણી સમજી જાય કે, હવે અમારે બે માંથી એકને ઉઠીને બાળકોને તૈયાર કરવાં પડશે.

માર્કનું કહેવું છે કે વુડન બોક્સની લાઇટ એટલી ડીમ છે કે જો તેણી સુતી હશે તો પણ ઉંઘ બગડશે નહીં. આ બોક્સ સમય નથી બતાવતું કે જેથી પ્રિસીલાને સમય બાબતની ચિંતા રહે નહીં. તેમનાં જણાવ્યા મુજબ હવે આ બોક્સ ધારણા કરતાં પણ વધારે સરસ રીતે કામ કરે છે. આ રીતે પ્રિસીલા આખી રાત નિરાંતે સૂતી રહે છે અને પાર્ટનર સારી રીતે ઉંઘ માણી શકે. મારાં માટે એ પ્રેમ અને આભાર વ્યક્ત કરવાની સૌથી મોટી ક્ષણો હશે.

માર્ક ઝુકરબર્ગની આ પોસ્ટ પર બહું મોટી સંખ્યામાં લોકોની કોમેન્ટ આવી રહી છે. ફેસબુકના પુર્વ મેનેજર ડેવ મોર્ટીને આ ડીવાઇસનું “જીનિયસ” નામ આપ્યું છે. આમ ફેસબુકનાં મહારથીએ પોતાની પત્નીની ઉંઘ હરામ ના થાય તે માટે અનોખા ઉપકરણની શોધ કરી એ વાત દુનિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

લેખ સંપાદક :મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)