માર્કેટમાં ધમાલ મચાવશે આ ઇલેક્ટ્રિક સ્કુટર, ભારતીય કંપનીનું આ સ્કુટર સિંગલ ચાર્જમાં ચાલશે ૪૮૦ કિલોમીટર, જાણો કિંમત

અમે દરરોજ તમને ભારતમાં એક નવા ઈલેક્ટ્રીક સ્કુટરનાં લોન્ચ વિશે બતાવીએ છીએ અને આજની ખબર પણ એક અપકમિંગ ઈલેક્ટ્રીક સ્કુટર સાથે જોડાયેલી છે. ભારતીય મુળની એક કંપની Raft Motors ટુ-વ્હીલર્સ બનાવે છે અને કંપનીએ ઇલેક્ટ્રિક સ્કુટરનાં સેગમેન્ટમાં એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. Raft Motors દ્વારા એવું ઈલેક્ટ્રીક સ્કુટર બનાવવામાં આવ્યું છે, જે સિંગલ ચાર્જમાં ૪૮૦ કિલોમીટરની રેન્જ આપશે. જી હાં, તમે બિલકુલ બરોબર વાંચ્યું. આ સ્કુટર ભારતીય માર્કેટમાં પગલાં રાખવાનું છે અને કંપની એ હાલમાં તેની કિંમત અને થોડા ફીચર્સ પરથી પડદો પણ ઉઠાવી લીધો છે. આ ઈલેક્ટ્રીક સ્કુટરનું મોડલનું નામ Indus NX હશે.

aft Motors નાં નવા ઈલેક્ટ્રીક સ્કુટરને ત્રણ નવા મોડલ માં રજુ કરવામાં આવી રહ્યું છે. તેના 48v 65ah બેટરી વેરિએંટની એક્સ શોરૂમ કિંમત ૧,૧૮,૫૦૦ રૂપિયા હશે. આ બેટરી પેક સાથે સિંગલ ચાર્જમાં ૧૫૬ કિલોમીટરની રેન્જ મળશે. વળી બીજું વેરિએન્ટ 48V 135Ah બેટરી સાથે આવશે. જેની રેન્જ ૩૨૪ કિલોમીટરની હશે અને કિંમત ૧,૯૧,૯૭૬ રૂપિયા (એક્સ શોરૂમ) હશે. ટોપ મોડલનું નામ Indus NX Pro છે. જે ડ્યુઅલ બેટરી પેક સાથે આવશે. જેના કારણે સ્કુટર સિંગલ ચાર્જમાં ૪૮૦ કિલોમીટરની રેન્જ આપશે. તેની એક્સ શોરૂમ કિંમત ૨,૫૭,૪૩૧ હશે.

કસ્ટમરને Raft Indus NX નાં આ ઈલેક્ટ્રીક સ્કુટર માં 10 amps નું ચાર્જર મળશે. કંપનીએ તેમાં એન્ટી થેફ્ટ એલાર્મ, પાર્કિંગ મોડ, રિવર્સ ગિયર, ડિસ્ક બ્રેક અને કી લેસ સ્ટાર્ટ જેવા એડવાન્સ ફિચર્સ આપ્યા છે.

Raft Motors ની ભારતમાં ૫૫૦ શહેરમાં ડીલરશીપ ઉપલબ્ધ છે. કંપનીનું કહેવાનું છે કે તેમાં ૨૦૨૨ સુધી ભારતના દરેક જિલ્લામાં અને માર્ચ ૨૦૨૩ સુધી દુનિયાભરના દરેક દેશમાં પોતાનો પગ પસેરો કરવાની યોજના બનાવી રહી છે. ઇલેક્ટ્રીક ટુ-વ્હીલર સિવાય રાફ્ટ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પર પણ કામ કરી રહી છે અને કંપનીએ હાલમાં જ Android આધારિત સ્માર્ટ ટીવી અને હાઈફાઈ Karaoke સાઉન્ડ સિસ્ટમ પણ લોન્ચ કરી હતી.