માસ્કનો યોગ્ય રીતે ઉપયોગ ના કરવો પડી શકે છે ભારે, WHO એ જણાવ્યુ કાપડનું માસ્ક પહેરતા સમયે શું કરવું અને શું ના કરવું

લોકોમાં કોરોના વાયરસનો ડર ભલે ખતમ થઈ ગયો, પરંતુ વાયરસ ખતમ થયો નથી. ભારતમાં પાછલા દિવસોમાં રેકોર્ડ ૬૦ હજારથી વધારે મામલા પ્રતિદિવસ સામે આવી રહ્યા છે. તેવામાં જો તમે ઘરની બહાર નીકળો છો અને અજાણ્યા લોકોના સંપર્કમાં આવો છો, તો તમને ફક્ત અને ફક્ત એક જ ચીજ વાયરસથી બચાવી શકે છે અને તે છે ફેસ માસ્ક. કોરોના સંક્રમિત દર્દીઓની વાત કરવાથી, છીંકવાથી અને ખાંસી દરમ્યાન આ વાયરસ તમારા શરીરમાં પ્રવેશ કરી શકે છે. તેનાથી બચવા માટે જરૂરી છે કે તમે ફેસ માસ્કનો ઉપયોગ કરો.

લોકોએ કોરોના વાયરસથી બચવા માટે માસ્ક પહેરવાનું શરૂ કરી દીધું છે, પરંતુ મોટાભાગના લોકો તેને ખોટી રીતે પહેરી રહ્યા છે. જેના કારણે તેમને વાયરસથી કોઈ સુરક્ષા મળી રહી હતી અને વાયરસ ફેલાતો જઈ રહ્યો છે. જો તમે ઘરે કપડા માંથી બનાવેલું માસ્ક, બજારમાં વેચાતા ફેબ્રિક થી બનેલ માસ્ક અથવા અન્ય કોઇ નોન મેડિકલ માસ્કનો પ્રયોગ કરો છો તો તેને યોગ્ય રીતે પહેરવું જોઈએ, જેથી વાઈરસથી તમને સંપૂર્ણ રીતે સુરક્ષા મળે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (World Health Organisation) એટલે કે WHO દ્વારા મેડિકલ ફેબ્રિક માસ્કના ઉપયોગને લઈને જરૂરી નિર્દેશ રજૂ કરવામાં આવેલ છે. WHO એ જણાવ્યું છે કે તમારે માસ્કને કેવી રીતે પહેરવું જોઇએ અને તેનો ઉપયોગ કરતા વખતે કઈ ભૂલ ન કરવી જોઈએ.

WHO અનુસાર માસ્ક પહેરવાની યોગ્ય રીત

 • માસ્કને સ્પર્શ કરતાં પહેલાં પોતાના હાથને યોગ્ય રીતે સાફ કરી લેવા.
 • હવે માત્ર માસ્કની દોરી પકડીને તેને ઉઠાવો અને જોઈ લેવું કે માસ્ક કોઈ જગ્યાએથી ડેમેજ અથવા ગંદુ તો નથી ને.
 • હવે માસ્કને પોતાના ચહેરા પર એડજસ્ટ કરો. ધ્યાન રાખવું કે માસ્ક તમારા ચહેરા પર સંપૂર્ણ રીતે ચીપકીને રહે, ધીમા સાઇડમાંથી અથવા ઉપરની તરફ ખુલ્લું હોવું જોઈએ નહીં.
 • માસ્કથી પોતાના મોઢા, નાક અને ગાલને સંપૂર્ણ રીતે કવર કરો.
 • માસ્કને ઉતરતા અથવા સ્પર્શ કરતા પહેલા પોતાના હાથને ફરીથી યોગ્ય રીતે સાબુ અથવા સેનેટાઈઝર થી સાફ કરો.
 • હવે કાન પાછળની જે દોરી છે, ત્યાંથી પકડીને માસ્કને ઉતારો.

 • જો તમે આ માસ્કનો ફરીથી ઉપયોગ કરવા માંગો છો તો તેને કોઈ પ્લાસ્ટિકની બેગ અથવા પાઉચમાં સાવધાનીપૂર્વક ભરી દો.
 • ત્યારબાદ પોતાના હાથને યોગ્ય રીતે સાબુ અને પાણીથી ૨૦ સેકન્ડ સુધી સાફ કરો.
 • ફરી વખત ઉપયોગ કરતા સમયે આ માસ્કને તે પાઉચમાંથી દોરીથી પકડીને જ બહાર કાઢો અને પછી સાબુ અથવા ડિટર્જન્ટમાં તેને ધોઈ લો. જો તમે માસ્કને ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરો છો તો તે વધારે સારું રહેશે.
 • માસ્કને દિવસમાં ઓછામાં ઓછું એક વખત જરૂર થી ધોઈ લેવું. ધોયા વગર માસ્કનો બીજી વખત ઉપયોગ કરવો નહીં.

કોરોના વાયરસથી બચવુ છે તો માસ્ક પહેરતા સમયે આ ભૂલ કરવી નહીં

 • જો તમારું ડેમેજ છે અને તેમાં કોઈ જગ્યાએ કાણું પડી ગયું છે અથવા તો તે ગંદુ થઈ ગયું છે તો તેનો ઉપયોગ કરવો નહીં.
 • ઢીલું માસ્ક પહેરવું નહીં, જે ચહેરા પર યોગ્ય રીતે ફીટ બેસતું ન હોય.
 • માસ્કને સરકાવીને નાકની નીચે લાવવું નહીં, તેનાથી તમે વાયરસથી બચી શકશો નહીં અને માસ્ક પહેરવાનો પણ કોઈ ફાયદો મળશે નહીં.
 • જો તમે ૧ મીટર થી ઓછા અંતરમાં કોઈ સાથે વાત કરી રહ્યા છો, તો પોતાનું માસ્ક બિલકુલ ઉતારવું નહીં.
 • એવા માસ્કનો ઉપયોગ ક્યારેય ન કરવો જેમાં તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય.
 • ગંદુ અથવા ભીનું માસ્ક ત્યારે પહેરવું નહીં, માસ્ક હંમેશા ચોખ્ખું અને સુકાયેલું હોવું જોઈએ.
 • પોતાનું માસ્ક અન્ય કોઈ વ્યક્તિને ઉપયોગ માટે આપવું નહીં અને અન્ય કોઈ વ્યક્તિના માસ્કનો તમારે પણ ઉપયોગ કરવો નહીં.