માસ્ક પહેરતા સમયે ના કરો આ ગંભીર ભુલો, નહિતર ફાયદાને બદલે થશે નુકશાન

કોરોના વાયરસનાં સંક્રમણથી બચવા માટે રજૂ કરવામાં આવેલી ગાઈડ લાઈનમાં માસ્ક પહેરવું અનિવાર્ય જણાવવામાં આવેલ છે અને લોકો દ્વારા તેનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે. લોકો ઘરેથી બહાર નિકળતા પહેલા માણસ જરૂર પહેરે છે. જેથી તેમની રક્ષા કોરોના વાયરસથી થઈ શકે. જોકે ઘણા લોકો એવા પણ છે જેમને જાણ નથી હોતી કે માસ્ક કેવી રીતે પહેરવું જોઈએ.

ખોટી રીતે માસ્ક પહેરવું બની શકે છે ઘાતક

ખોટી રીતે માસ્ક પહેરવું તમને નુકસાન પહોંચાડી શકે છે અને ઘણા લોકોને માસ્ક પહેરવાની યોગ્ય રીતની જાણ હોતી નથી. જેના લીધે તેમના જીવ પર જોખમ બની રહે છે. માસ્ક પહેરતા પહેલા તમે નીચે દર્શાવવામાં આવેલી વાતોનું પાલન જરૂરથી કરો અને આ નિયમો અંતર્ગત જ માસ્ક પહેરો.

ચહેરાને સાફ કરો

માસ્ક પહેરતા પહેલા પોતાના ચહેરાને સાફ કરો. ચહેરાને સાફ કરી લીધા બાદ સારી ક્વોલિટીનું મોઈશ્ચરાઈઝર લગાવો. મોઈશ્ચરાઈઝર લગાવ્યા બાદ પોતાના બંને હાથને સારી રીતે સાફ કરો અને પછી ચહેરા પર માસ્ક લગાવો. મોઈશ્ચરાઈઝર લગાવવાથી એલર્જી થવાની આશંકા ઓછી થઈ જાય છે.

મેકઅપ ઓછો લગાવો

ઘણા લોકો મેકઅપ કર્યા બાદ માસ્ક પહેરે છે, જે એકદમ ખોટી રીત છે. તમે હંમેશા એવી કોશિશ કરો કે તમારા ચહેરા પર માસ્ક પહેરેલા સમયે મેકઅપ કરેલો ન હોય. કારણ કે માસ્ક પહેર્યા બાદ મેકઅપનો મોઢામાં જવાનો ખતરો વધી જાય છે. સાથોસાથ ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. એટલા માટે મેકઅપ કરવાથી બચો અને ખૂબ જ જરૂરી હોય તો ઓછામાં ઓછો મેકઅપ કરો.

માસ્ક સારા કપડાં હોવું જોઈએ

દુકાનોમાં ઘણા પ્રકારના માસ્ક ઉપલબ્ધ છે, પરંતુ તમે ફક્ત તે માસ્ક જ ખરીદો જે કોટનના સારા કપડાં થી બનેલ હોય. કોટન ના કપડા સિવાય અન્ય કપડાથી બનેલા માસ્ક પહેરવાથી બચો.

વધારે સમય સુધી માસ્ક પહેરવું નહીં

માસ્કને વધારે સમય સુધી પહેરવું નહીં અને સમય સમય પર તેને હટાવતાં રહેવું. ઘણા લોકોમાં તેને સતત પહેરીને રાખે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે એટલા માટે તમે પણ આ ભુલ ન કરો અને થોડા થોડા સમયે ચહેરા પરથી માસ્કને હટાવતા રહો.

માસ્કને સાફ કરો

ઘરે આવ્યા બાદ પોતાના માસ્કને સારી રીતે સાફ જરૂરથી કરો. માસ્ક ઉતારી દીધા બાદ તેને સાબુથી સાફ કરો અને તડકામાં સૂકવી દો. યાદ રાખો કે માસ્કને સાફ કર્યા બાદ જ ફરીથી પહેરવું. આવું કરવાથી માસ્ક પર લાગેલી માટી અને અન્ય કણ સાફ થઈ જશે.

ચહેરાને સાફ કરો

માસ્ક ઉતારી લીધા બાદ પોતાના ચહેરાને ફેસવોશ અથવા ક્લીંજરથી સાફ કરો. ત્યાર બાદ માઈલ્ડ મોઈશ્ચરાઈઝર પણ ચહેરા પર લગાવો અને પોતાના હાથને સાબુથી સાફ કરી લો.

આ વાતોનું રાખો ધ્યાન

  • મોર્નિંગ વોક કરતાં સમયે માસ્કને પહેરવું નહીં. આવું કરવાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.
  • કસરત અથવા કોઈ કામ કરતા સમયે પણ માસ્ક પહેરવું નહીં.
  • અન્ય કોઇ વ્યક્તિના માસ્કને પહેરવું નહીં અને પોતાનું માસ્ક કોઈ વ્યક્તિને આપવું નહીં.