મોબાઈલ ફોનથી ઘરે બેઠા કમાઈ શકો છો અઢળક પૈસા, ક્યાંય મગજ દોડાવવાની જરૂર નથી, તમે પણ કહેશો – “વાહ! શું આઇડિયા છે”

Posted by

આજના જમાનામાં દરેક લોકો પાસે સ્માર્ટફોન છે. ફોનમાં તે દરેક ચીજ છે જે આપણા કામમાં આવતી હોય છે. તેના દ્વારા પૈસા પણ કમાઈ શકાય છે. જી હાં, એવી ઘણી એપ્સ છે જે લોકોને પૈસા કમાવાનો મોકો આપે છે. જો તમે પણ ઘરે બેસીને કંટાળી ગયા છો અથવા પૈસા કમાવવાનો કોઈ રસ્તો શોધી રહ્યા છો તો આ એપ્સ તમારી મદદ કરશે. તેમાં વધારે મગજ દોડાવવાની જરૂરિયાત નથી અને કોઈ રોકાણની પણ જરૂરિયાત નથી.

સ્માર્ટફોનથી ઘરે બેઠા કમાઇ શકો છો અઢળક પૈસા

ત્રણ એવી એપ્સ છે, જેને ફક્ત વિદ્યાર્થીઓ નહીં કોઈ પણ ઉપયોગ કરી શકે છે. આ ત્રણ એપ્સ Earn Karo, ySense અને Task Mate છે. તેમાંથી તમારે કોઈમાં ઇ-કોમર્સ વેબસાઈટની લીંક શેર કરવાની હોય છે, તો કોઈમાં આઈડીયા આપવાના પૈસા મળે છે. તો ચાલો તમને આ ત્રણ એપ્સ વિશે વિસ્તારપુર્વક જણાવીએ.

Earn Karo

આ એક ભારતીય એપ્સ છે, જે કેશબેક આપે છે. આ એપ્સ દ્વારા પૈસા કમાવવા ખુબ જ સરળ છે. અહીંયા તમારે ફક્ત પોતાના મિત્ર અથવા તો પોતાના ફોલોઅર્સને ડિલ્સ શેર કરવાની હોય છે. માની લો કે જેમ કે તમારે કોઈ ઇ-કોમર્સ વેબસાઇટ પર કોઈ ડિલ જોવા મળે તો તમે તે લિંકને Earn Karo લિંકમાં જનરેટ કરી શકો છો અને તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી શકો છો. તમારે Earn Karo એપ્સ અને વેબસાઈટ પર લિસ્ટેડ પ્રોડક્ટને સર્વિસને પ્રોત્સાહન આપવાનું હોય છે.

આવી રીતે કમાઈ શકો છો પૈસા

તમારા દ્વારા શેર કરવામાં આવેલા લિંકને ખોલીને કોઈપણ વ્યક્તિએ શોપિંગ કરી, તો તેનું રોકડ કમિશન તમને મળશે. તમે આ પૈસાને બેંક એકાઉન્ટમાં પણ ટ્રાન્સફર કરી શકો છો. ગુગલ પર આ એપ્સ ટોપ લિસ્ટેડ છે. તેને અત્યાર સુધીમાં ૧૦ લાખથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી ચુકેલ છે.

ySense

ySense એપ દ્વારા ઘણી મોટી કંપનીઓ લોકો પાસે મંતવ્ય માંગે છે, તેની ઉપર ઘણાં સર્વે પણ થતાં હોય છે. જેને પુરા કરવા પર ડોલરમાં કમાણી કરી શકાય છે. તે સિવાય તેમાં ગિફ્ટ વાઉચર પણ આપવામાં આવે છે. કમાયેલા પૈસાને તમે રિડિમ પણ કરી શકો છો. ગુગલ પ્લે સ્ટોર પર આ એપ્સને ૧ લાખથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવેલ છે.

Task Mate

Task Mate ગુગલ એપ્સ છે, જેનું હાલમાં ફક્ત બીટા વર્ઝન છે. એટલે કે અમુક લોકો જ તેનો ઉપયોગ કરી શકે છે. આ એપ્સમાં દુનિયાભરના બિઝનેસ નાના-મોટા કામ આપે છે. જેમકે અંગ્રેજી ની લાઈનને પોતાની ભાષામાં ટ્રાન્સલેટ કરવી, કોઈ રેસ્ટોરન્ટ ની તસ્વીર લેવી, સર્વેમાં ભાગ લઇને પોતાની પ્રતિક્રિયા આપવી. એટલે કે તમે પોતાની પસંદગીનું કામ કરી શકો છો. કામને પુર્ણ કરવાના પૈસા પણ મળે છે. ગુગલ પ્લે સ્ટોર પર આ એપ્સને ૧૦ લાખથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવેલ છે.