મોદી સરકારનો મોટો નિર્ણય, દેશભરમાં લોકડાઉનને વધુ ૨ સપ્તાહ માટે વધારવામાં આવ્યું

Posted by

સરકારે કોરોના વાયરસના મુદ્દે લોકડાઉન ૩ મે પછી વધુ બે અઠવાડિયા માટે વધારવાનો નિર્ણય લીધો છે. સરકારે કોરોના વાયરસના મુદ્દે લોકડાઉન ૩ મે પછી વધુ બે અઠવાડિયા માટે વધારવાનો નિર્ણય લીધો છે. લોકડાઉનનો બીજો તબક્કો ૩ મે સુધી ચાલુ રહેવાનો હતો, જેને સરકારે વધુ બે અઠવાડિયા લંબાવી દીધો હતો. સરકારના નવા નિર્ણય મુજબ હવે લોકડાઉન ૧૭ મે સુધી ચાલશે. મતલબ કે હવે લોકડાઉન-3 વધુ ૨ સપ્તાહ માટે વધારીને ૧૭ મે સુધીનું કરી દેવામાં આવેલ છે.

તમને જણાવી દઈએ કે શુક્રવારે સરકારે લોકડાઉનને ધ્યાનમાં રાખીને જુદી જુદી જગ્યાએ ફસાયેલા કામદારો અને વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો હતો. આ સમયગાળા દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે, ગૃહ મંત્રાલયે નવી માર્ગદર્શિકા પણ જારી કરી છે, જે કોરોનાના વધતા જતા ખતરા અનુસાર દેશના જિલ્લાઓને રેડ, ઓરેંજ અને ગ્રીન ઝોનમાં વહેંચવાના આધારે કરવામાં આવી છે. સરકારે કહ્યું હતું કે ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં આવતા જિલ્લાઓને પણ અનેક પ્રકારની છૂટ આપવામાં આવશે.

વળી, લોકડાઉનનો બીજો તબક્કો પૂરો થાય તે પહેલાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશભરના રેડ, ઓરેંજ અને ગ્રીન ઝોનમાં તમામ જિલ્લાઓને વહેંચી દીધા છે. દેશના ૧૩૦ જિલ્લાઓને રેડ ઝોન, ૨૪૪ ઓરેંજ ઝોન તરીકે અને ૩૧૯ જિલ્લાઓને ગ્રીન ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ક્ષેત્રોને કોવિડ-19 કેસોની સંખ્યાના આધારે, કેસોના બમણા દર, તપાસની ક્ષમતા અને મોનિટરિંગ એજન્સીઓ પાસેથી મળેલી માહિતીના આધારે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. “કાંટેનમેંટ ઓપરેશન” માટેના જિલ્લાઓનું આ વર્ગીકરણ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ૩ મેથી અપનાવવામાં આવશે. લોકડાઉનનો બીજો તબક્કો ૩ મેના રોજ સમાપ્ત થાય છે.

કોરોના વાયરસ ચેપથી સર્જાયેલી પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા બાદ સરકારે આ નિર્ણય લીધો છે. ગૃહમંત્રાલયે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ હેઠળ આજે આ આદેશ જારી કર્યો હતો અને લોકડાઉન બે અઠવાડિયા સુધી વધારવાનો નિર્ણય કર્યો હતો. ગ્રીન ઝોનમાં શરતો સાથે બસો દોડશે. બસમાં ક્ષમતાથી અડધી સવારી લઈ જવા માટેની છુટ આપવામાં આવી છે.

સિનેમા મોલ, જીમ, ક્લબ ૧૭ મે સુધી બંધ રહેશે. ઓરેંજ ઝોનમાં ટેક્સી ડ્રાઇવરની સાથે ૧ મુસાફરને લઈ જવાની મંજૂરી આપવામાં આવી છે. ૬૫ વર્ષની વયના લોકોને બહાર નીકળવા પર પ્રતિબંધ છે. ૧૦ વર્ષથી ઓછી વયના બાળકોને હજુ પણ બહાર જવાની મનાઈ છે. ગર્ભવતી મહિલાઓને ઘરથી બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવી નથી.