મોદી સરકારે પેટ્રોલ, ડીઝલ અને ગેસ સિલિન્ડરમાં કર્યો અધધધ ઘટાડો, નવા ભાવ અહી જાણી લો

Posted by

મોદી સરકારે સામાન્ય જનતાને ખુબ જ મોટી રાહત આપી છે. સરકારે પેટ્રોલ અને ડીઝલમાં લાગતી એક્સાઈઝ ડ્યૂટીમાં ક્રમશઃ ૮ રૂપિયા અને ૬ રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ સંબંધમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે ટ્વિટ કરીને જાણકારી આપી છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે પેટ્રોલ પરથી ૮ રૂપિયા અને ડીઝલ પરથી ૬ રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. તેનાથી પેટ્રોલની કિંમત અંદાજે ૯.૫૦ રૂપિયા અને ડીઝલની કિંમત અંદાજે ૭ રૂપિયા જેટલી ઓછી થઈ જશે. આ નિર્ણય આજે રાત્રે ૧૨:૦૦ થી લાગુ થશે.

સરકાર આપી રહી છે ૨૦૦ રૂપિયાની સબસીડી

ગેસ સિલિન્ડરના ભાવ ની વાત કરવામાં આવે તો તેમાં સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. પ્રતિ સિલિન્ડર ૨૦૦ રૂપિયા ઓછા કરવામાં આવેલ છે. તેને લઈને જાણકારી આપવામાં આવી છે કે ૨૦૦ રૂપિયા સરકારે સબસિડીના રૂપમાં આપવાનો નિર્ણય કર્યો છે.

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે શું કહ્યું

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, “અમે પેટ્રોલ પર એકસાઈઝ ડ્યુટીમાં ૮ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર ૬ રૂપિયા પ્રતિ લીટર નો ઘટાડો કરી રહ્યા છીએ. તેનાથી પેટ્રોલની કિંમતમાં ૯.૫૦ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં ૭ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો આવશે.” તેમણે આગળ કહ્યું હતું કે આ વર્ષે અમે ૯ કરોડથી વધારે લોકો માટે (પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના નાં લાભાર્થી) પ્રતિ ગેસ સિલિન્ડર (૧૨ સિલિન્ડર સુધી) ૨૦૦ રૂપિયાની સબસિડી આપીશું.

એકસાઈઝ ડ્યુટીમાં ઘટાડો

શુક્રવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જયપુરમાં કહ્યું હતું કે સામાન્ય માણસની ભલાઈ વિશે વિચારવાનું છે. ત્યાર બાદ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આ નિર્ણય કર્યો છે. તેમણે નવેમ્બર બાદ બીજી વખત એકસાઇઝ ડયુટીમાં ઘટાડો કરીને વધતી મોંઘવારી ઉપર લગાવવાનું કામ કર્યું છે. સ્પષ્ટ વાત છે કે આ નિર્ણયથી લોકોને મોટી રાહત મળશે.