મોંઘવારીનાં આ જમાનામાં અહિયાં ફક્ત ૭૫ રૂપિયામાં વેચાઈ રહ્યા છે સુંદર મકાન, જુઓ ગામની સુંદર તસ્વીરો

દુનિયાભરમાં લગભગ બધા જ દેશો કોરોના વાયરસનો માર સહન કરી રહ્યા છે. ઈટાલીની વાત કરવામાં આવે તો આ દેશમાં સૌથી વધારે કોરોનાનો પ્રકોપ છે. આ વાઇરસને કારણે દેશમાં હજારો લોકોના જીવ ચાલ્યા ગયા છે. જોકે અહીં એક ગામ એવું છે કે જ્યાં કોરોનાનો એક પણ દર્દી નથી. તમને જાણીને હેરાની થશે કે ઇટાલીના થોડી ગામમાં ફક્ત ૧ ડોલર એટલે કે ૭૫ રૂપિયા માં ઘર વેચાઈ રહ્યું છે. સામાન્ય રીતે આ મોંઘવારીના જમાનામાં ઘર ખરીદવા માટે લોકોને પરસેવો વળી જતો હોય છે. તેવામાં આ ગામમાં સસ્તા ભાવમાં વેચાઈ રહેલા ઘર ને જોઈને દરેક હેરાન થઈ જાય છે.

આ કારણને લીધે સસ્તામાં વેચાઇ રહ્યા છે ઘર

હવે તમારા માંથી લોકો વિચારી રહ્યા હશે કે જરૂર આ કોઈ બેકાર ગામ હશે, જેના કારણે સસ્તી કિંમત પર ઘર વેચાઇ રહ્યા છે, પરંતુ આવું નથી. ગામ દેખાવમાં ખૂબ જ સુંદર છે અને સાથોસાથ આ ગામમાં દર વર્ષે હજારો ટૂરિસ્ટ પણ આવે છે.

હકીકતમાં અહીંયા ઘર સસ્તી કિંમતમાં વેચાવવા પાછળ કંઈક બીજું કારણ છે. વાત એ છે કે અહિયાંનાં મેયર મિશેલા કોનીયાં પોતાના ગામની સંખ્યા વધારવા માંગે છે. લોકોને ગામ ખરીદવા પ્રોત્સાહિત કરવા માટે અહિયાં આ ઘરની કિંમત ફક્ત ૧ ડોલર રાખવામાં આવી છે.

આ શરતો પણ માનવાની રહેશે

ઘર તો તમને સસ્તા ભાવમા મળી જશે. પરંતુ સાથે અમુક શરતો પણ છે જેનું પાલન કરવું અનિવાર્ય છે. જેમ કે ઘર ખરીદનાર વ્યક્તિએ દર વર્ષે ૨૮૦ રૂપિયાનો વીમો કરાવવો પડશે. ઘરને એકદમ સ્વચ્છ અને સુઘડ રાખવાનું રહેશે. કલર કરાવવા અને સારસંભાળની જવાબદારી ખરીદાર વ્યક્તિની રહેશે. આ બધા કામ દર ૩ વર્ષે કરાવવા અનિવાર્ય છે. જો તમે પ્રત્યેક ત્રણ વર્ષમાં ઘરની સાર સંભાળ અથવા સજાવટ નથી કરતા, તો તમારા ઉપર ૨૨ હજાર ડોલર એટલે કે અંદાજે ૧૬,૪૩,૯૪૩ રૂપિયા દંડ ભરવો પડશે.

ખૂબ જ સુંદર છે ગામ

ગામની સુંદરતાના જેટલા પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે. અહીંયા થી ૧૦ કિલોમીટર દૂર એક સમુદ્ર તટ છે, ગામમાં ચારે તરફ હરિયાળી, પહાડ અને પ્રાકૃતિક દ્રશ્યો જોવા મળી આવે છે. ગામના લોકોને રંગો સાથે ખૂબ જ લગાવ છે. અહીંયા તેમણે પોતાની સીડીઓને રંગબેરંગી કલર થી પેન્ટ કરાવીને રાખી છે.

ગામના લોકો અહીંયા દર વર્ષે જલસો મનાવે છે. તેમાં આ લોકો પોતાના માથા પર લીલા છોડ લઈને ગામની ગલીઓમાં ફરે છે. બસ એ જ કારણ છે કે આ ગામમાં ટુરિસ્ટ દર વર્ષે આવતા જતા રહે છે. તેવામાં આ ગામમાં ફક્ત ૭૫ રૂપિયા માં ઘર ખરીદવું કોઈ ખરાબ સોદો ના કહી શકાય.

સોશિયલ મીડિયા પર આ ગામ ઓછી કિંમત હોવાને કારણે ચર્ચાનો વિષય બન્યું છે. જેને જાણી લીધા બાદ ઘણા લોકોએ અહીં એક ઘર ખરીદવાનો પ્લાનિંગ બનાવી દીધું છે. સૌથી બેસ્ટ ચીજ એ છે કે આ ગામમાં એક પણ કોરોનાનો દર્દી નથી. વળી આ ગામ વિશે તમારું શું કહેવું છે તે અમને જરૂરથી જણાવો. શું તમે પોતાના માટે અહિયાં એક ઘર ખરીદવાનું પસંદ કરશો કે નહીં.