મોટો શર્ટ પહેરીને રસ્તા પર નીકળી મલાઇકા અરોડા, ફેન્સે પુછ્યું – “અર્જુનનો શર્ટ છે?”

પોતાની લાઇફ સ્ટાઇલ અને અર્જુન કપુર સાથેના અફેરને લઈને હંમેશા ચર્ચામાં રહેવા વાળી મલાઈકા અરોડા ફરી એકવાર થી સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહી છે. મલાઈકા ભલે હાલના સમયમાં ફિલ્મોથી દૂર હોય, પરંતુ તેમ છતાં પણ તેમને સોશિયલ મીડિયામાં ટ્રેન્ડમાં કેવી રીતે રહેવું તે સારી રીતે આવડે છે. ચાલો જાણીએ કે આખરે મલાઈકા ફરીથી સોશિયલ મીડિયામાં શા માટે ટ્રેન્ડ કરી રહી છે. ૪૬ની ઉંમર વટાવી ચૂકેલ મલાઇકા હજુ પણ ૨૬ વર્ષની નજર આવે છે. તે પોતાની કારકિર્દીની શરૂઆતમાં જેવી દેખાતી હતી, તેમનો લુક અત્યારે પણ તેવો જ છે. એવું પણ કહી શકાય છે કે મલાઈકા ની પાસે વધતી ઉંમરને રોકવા માટેનો એક સારો નુસખો છે.

હવે તો મલાઈકાએ પોતાના લૂકને પણ ઘણો ચેન્જ કરી દીધો છે અને પોતાની ડ્રેસિંગ સ્ટાઈલ માં પણ થોડા બદલાવ કર્યા છે. જણાવી દઈએ કે મલાઈકા અરોડા ના વોર્ડરોબમાં બોડી-હગિંગ સિલ્હુટ્સ માટે એક ખાસ જગ્યા છે. ત્યાં વાત જો અર્જુન કપૂર સાથેના ડિનર ડેટની હોય અથવા રેડ કાર્પેટ પર વાહવાહી લૂંટવાની હોય, તો દરેક વખતે મલાઇકા ની સ્ટાઇલ જોવાલાયક હોય છે.

આટલા ખરાબ કપડાં શા માટે પહેરો છો મેડમ” – મલાઈકા ના ફેન્સ

હકીકતમાં જ્યારથી મલાઈકા અને અર્જુન કપૂર એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું છે, ત્યારથી સોશિયલ મીડિયા પર આ કપલ અવાર-નવાર ચર્ચામાં રહે છે. ઘણા ફેન્સ તો આ લવબર્ડનાં અંગત જીવનમાં ખૂબ જ દિલચસ્પી રાખે છે અને તેઓ પોતાની નજર આ કપલ ઉપર હંમેશા જમાવી રાખે છે. હાલમાં જ મલાઈકા ની એક નવી તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે. જે હાલના સમયમાં સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઇ રહી છે.

પાછલા દિવસોમાં મલાઇકાની એક તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી હતી. જેમાં ફેન્સ દ્વારા કોમેન્ટ કરીને લખવામાં આવ્યું હતું કે, મલાઈકા આટલી ફેશનેબલ હોવા છતાં પણ આટલા ખરાબ કપડાં શા માટે પહેરે છે. વળી બીજા ફેન્સે તો લખ્યું હતું કે, મલાઇકા આખરે આવા કપડાં પહેરવા માટે શા માટે મજબૂર છે?

શું હકીકતમાં મલાઈકાએ અર્જુન ના કપડા પહેર્યા હતા?

હંમેશા પોતાના કૉમેન્ટ્સ ને લઈને ચર્ચામાં રહેવા વાળી મલાઈકા થોડા દિવસ પહેલા સિટી આઉટિંગ માટે ઝારાની એક ઓવરસાઈડ શર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસની સાથે તેમણે રેડ બુટ કેરી કર્યા હતા. એટલું જ નહીં આ ડ્રેસિંગ સ્ટાઇલને અપનાવતા મલાઈકાએ પ્રિન્ટ ઓન પ્રિન્ટ પ્રવૃત્તિ ઉપર પણ હાથ અજમાવ્યો હતો અને એનિમલ પ્રિન્ટ વાળા શુઝ ની સાથે વાઈટ એન્ડ બ્લેક શર્ટ પહેરવાનું મન બનાવ્યું હતું.

ફેશન અને ફિટનેસ માટે હંમેશાં જાણીતી મલાઈકાએ પોતાના લુકને સિમ્પલ અને એટ્રેક્ટિવ રાખવા માટે વાળને મેસી બન માં સ્ટાઇલ કર્યા હતા. પરંતુ મલાઈકાનો આ લુક તેમના ફેન્સને બિલકુલ પસંદ આવ્યો નહીં અને ફેન્સે મલાઈકા ના ડ્રેસિંગ સેન્સને ખૂબ જ ટ્રોલ કર્યો હતો. ફેન્સને મલાઈકા ની આ ફેશન બિલકુલ પસંદ આવી નહીં. અમુક ફ્રેન્ડ્સ દ્વારા તો એવું પણ કહેવામાં આવ્યું હતું કે, મેડમે અર્જુન કપૂરનાં કપડા શા માટે પહેર્યા છે? વળી ઘણા ફેન્સ દ્વારા તો એવું પણ કહેવામાં આવ્યું કે, આ મલાઈકા અરોડા નો અત્યાર સુધીનો ખરાબ લુક છે.