એમએસ ધોની બીજી વખત પિતા બનવાના છે? પત્ની સાક્ષી પ્રેગ્નન્ટ હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાઇરલ

કેપ્ટન કુલનાં નામથી મશહુર મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ શુક્રવારે રાત્રે કોલકાતા નાઇટ રાઇડર્સને ૨૭ રનથી હરાવીને ચોથી વખત આઈપીએલની ટ્રોફી જીતી લીધી છે. ચેન્નાઇની ટીમ ૨૦૧૦, ૨૦૧૧ અને ૨૦૧૮માં પણ આઇપીએલ વિજેતા બની હતી. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલ આ મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ૩ વિકેટનાં નુકસાન પર ૧૯૨ રનનો મજબુત સ્કોર બનાવ્યો હતો અને ત્યારબાદ પોતાના બોલિંગમાં શાનદાર પ્રદર્શનથી કોલકત્તાને ૯ વિકેટ પર ૧૬૫ રન પર રોકી દીધું હતું. ચેન્નઈની આ જીત બાદ સ્ટેડિયમમાં હાજર કેપ્ટન ધોનીની પત્ની સાક્ષી ખુશીથી ઝુમી ઉઠી હતી. સાક્ષીએ ચેન્નાઈની જીત બાદ પોતાની આસપાસ રહેલા પોતાના ખાસ લોકોનાં ગળે મળીને જીતની શુભેચ્છા પાઠવી હતી.

સાક્ષી જ્યારે જીતની ઉજવણી કરી રહી હતી ત્યારે એવું લાગી રહ્યું હતું કે તે પ્રેગ્નન્ટ છે અને માહી નાં ઘરે ખુબ જ જલ્દી બીજો નવો મહેમાન આવનાર છે. ચેન્નાઈનાં ચોથી વખત ચેમ્પિયન બન્યા બાદ થી સોશિયલ મીડિયા પર સાક્ષી પ્રેગ્નેંટ હોવાના સમાચાર આગની જેમ ફેલાઈ ગયા છે. સોશિયલ મીડિયા પર ખબરોમાં કહેવામાં આવી રહ્યું છે કે ધોનીની પત્ની સાક્ષી પ્રેગનેટ છે અને ખુબ જ જલ્દી તેમના ઘરે એક નાનો મહેમાન આવવાનો છે. રિપોર્ટનું માનવામાં આવે તો ચેન્નઈ ની ટીમના સાથી સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા રૈનાએ સાક્ષીના પ્રેગ્નન્ટ હોવાની જાણકારી આપી છે. જણાવવામાં આવી રહ્યું છે કે સાક્ષી ૪ મહિનાની પ્રેગનેટ છે.

દેહરાદુન ની રહેવાવાળી સાક્ષી ૪ જુલાઈ, ૨૦૧૦નાં રોજ ધોની સાથે લગ્નના બંધનમાં બંધાઈ હતી. તે સમયે સાક્ષીએ હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહી હતી અને ટ્રેની નાં રૂપમાં કોલકાતામાં તાજ બંગાળ હોટલમાં કામ કરી રહી હતી. સાક્ષી અને પુર્વ ભારતીય કેપ્ટન ધોની બાળપણથી એકબીજાને જાણતા હતા અને બન્નેનાં પિતા રાંચીમાં એક ફર્મમાં કામ કરતા હતા. સાક્ષી અને ધોનીની કલકત્તામાં લગભગ ૧૦ વર્ષ બાદ મળ્યા અને  વર્ષની મિત્રતા બાદ બન્નેએ લગ્ન કરી લીધા. સાક્ષી અને ધોનીની એક દીકરી છે, જેનું નામ જીવા છે. એમએસ ધોની ફેબ્રુઆરી ૨૦૧૫માં પહેલી વખત પિતા બન્યા હતા અને જીવા હાલમાં ૬ વર્ષની છે, પરંતુ આઇપીએલ ૨૦૨૧ ફાઇનલ બાદની ખબરોનું માનવામાં આવે તો ધોની બીજી વખત પિતા બનવાના છે.