અમદાવાદ : મ્યુનિસિપલ કમિશ્નરનો દાવો, મે મહિનાનાં અંત સુધીમાં અમદાવાદમાં હોય શકે છે ૮ લાખ કોરોના દર્દીઓ

ગુજરાતના અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધતું જઈ રહ્યું છે. તેની વચ્ચે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરે દાવો કર્યો છે કે, જો ૪ દિવસે દર્દીઓની સંખ્યા બમણી થવાની ઝડપ ચાલુ રહી, તો મે મહિનાના અંત સુધીમાં કોરોના વાયરસના અંદાજે ૮ લાખ દર્દીઓ હોઈ શકે છે. અત્યાર સુધીમાં ગુજરાતના કુલ મામલામાં થી કોરોના વાયરસ સંક્રમણના ૬૫% મામલા અમદાવાદમાંથી જ સામે આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ એક વિડીયો સંદેશમાં કહ્યું હતું કે કુલ દર્દીઓમાંથી હજુ પણ ૧૪૫૯ લોકો સંક્રમિત છે અને ૭૫ દર્દીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે, જ્યારે ૧૦૫ અન્ય લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે. મહેરાએ કહ્યું હતું કે વર્તમાનમાં અમદાવાદમાં મામલા ડબલ થવાનો દર ૪ દિવસનો છે, જેનો મતલબ છે કે દર ૪ દિવસમાં મામલા બમણા થઈ રહ્યા છે. જો આવી રીતે જ ચાલતું રહેશે તો અહીંયા ૧૫મી સુધીમાં ૫૦,૦૦૦ મામલા થઈ જશે અને ૩૧ મે સુધીમાં અંદાજે ૮ લાખ.

જે ફક્ત દક્ષિણ કોરિયા કરી શક્યું, તે આપણે કરવાનું છે

નહેરાએ કહ્યું હતું કે, “અમારો ઉદ્દેશ્ય આ દરને ઓછો કરીને ૮ દિવસ સુધી લઈ જવાનો છે. તે ખૂબ જ મુશ્કેલ કામ થશે કારણ કે અમુક જ દેશ તેને પ્રાપ્ત કરી શક્યા છે.”તેમણે કહ્યું કે અમેરિકા અને યુરોપમાં આ સમયે ૪ દિવસમાં મામલા બમણા થઈ રહ્યા છે અને ફક્ત દક્ષિણ કોરિયા જ ૮ દિવસમાં મામલા બમણા થવાનો દર લક્ષ્ય પ્રાપ્ત કરી ચૂક્યું છે.

… તો ૩૧ મે સુધીમાં થશે ૫૦ હજાર દર્દીઓ

વિજય નેહરાએ જણાવ્યું હતું કે, “જો આપણે બમણા થવાના દરને ઓછો કરીને ૮ દિવસ સુધી લઈ જઈ શકીએ છીએ તો ૧૫ મે સુધીમાં આપણે ત્યાં ૫૦ હજાર ના બદલે ફક્ત ૧૦ હજાર મામલા હશે. આ રીતે ૩૦ મે સુધી ૮ લાખ મામલા ના અનુમાનમાં વિપરીત આ સંખ્યા ૫૦ હજાર સુધી સીમિત થઈ જશે. જે રીતે અમદાવાદ નગર નિગમ પગલાં ઉઠાવી રહ્યું છે, અમને પૂરો ભરોસો છે કે લોકોની મદદથી અમે આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકીશું.”

ગુજરાત સરકારે આપી એન્ટીબોડી ટેસ્ટની મંજૂરી

વળી ગુજરાત સરકારે કોરોના વાયરસ સંક્રમણ પર નજર રાખવા માટે રાજ્યમાં ઝડપી એન્ટીબોડી નો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધેલ છે. જોકે દેશના અમુક ભાગમાં આ કિટનાં ઉપયોગને લઈને શંકાની સ્થિતિ છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે કહ્યું હતું કે રેપિડ ટેસ્ટ કીટનાં ઉપયોગનો ઉદેશ્ય ફક્ત નજર રાખવાનો હશે, તેના ઉપયોગથી કોઈ પણ વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટી કરવામાં આવશે નહીં.