આ છે બોલીવુડની ૮ નણંદ-ભાભીની જોડીઓ, સગી બહેનો કરતાં પણ વધારે ઊંડો છે તેમનો સંબંધ

જ્યારે કોઈ યુવતી પોતાના પિતાનું ઘર છોડીને લગ્ન બાદ પતિના ઘરમાં આવે છે, તો નણંદ ભાભીના રૂપમાં એક સારી મિત્ર મળે છે. પરંતુ આપણે નાના પડદા પર હંમેશા જોઈએ છીએ કે નણંદ અને ભાભીની વચ્ચે સંબંધો સારા હોતા નથી, પરંતુ તેનાથી વિરુદ્ધ મોટાભાગની બોલીવુડ ની ભાભીની વચ્ચે રિયલ લાઇફના સંબંધોમાં પ્રેમ અને કેયર ભરેલા છે. આજે અમે તમને બોલિવૂડની અમુક આવી જ નણંદ ભાભીની જોડી સાથે મુલાકાત કરાવીશું, જેમની વચ્ચે સંબંધ સગી બહેનો કરતાં પણ વધારે ઊંડો છે. તો ચાલો જોઈએ કે બોલિવૂડની નણંદ ભાભીની ટોપ જોડી જે રિયલ લાઇફમાં સગી બહેનો ની જેમ રહે છે.

કરીના કપૂર ખાન અને સોહા અલી ખાન

આ જોડી બોલિવૂડની નણંદ ભાભીની ટોપ લિસ્ટમાં સૌથી ઉપર છે. આ બંને વચ્ચેનો સંબંધ સગી બહેનો ની જેમ છે. કરિના અને સોહા અવાર-નવાર એક સાથે રજાઓ ગાળવા માટે અને વિદેશ ટુર પર સાથે જોવામાં આવે છે. સોહાએ એક વખત પોતાની ભાભી એટલે કે કરીના કપૂરની પ્રશંસા કરતા કહ્યું હતું કે, “હું કરીનાનું તે વાતને લઈને સન્માન કરું છું કે તે કામ અને મારા ભાઈની પ્રાથમિકતાઓ માટે સ્પષ્ટ છે. તે મને પસંદ કરે છે, કારણ કે તેમની સાથે મારો વ્યવહાર સૈફની જેમ જ છે.”

એશ્વર્યા રાય બચ્ચન અને શ્વેતા નંદા

મીડિયામાં અવારનવાર એવા સમાચાર આવતા રહે છે કે બચ્ચન પરિવારમાં એશ્વર્યા અને શ્વેતાની વચ્ચે સંબંધો સારા નથી, પરંતુ આવું કંઈ પણ નથી. આ બંને એકબીજાની ખૂબ જ નજીક છે. બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા અને તેમની નણંદ શ્વેતાને અવારનવાર ઘણા કાર્યક્રમોમાં એક સાથે જોવામાં આવ્યા છે. શ્વેતાએ કોફી વિથ કરણ શોમાં કહ્યું હતું કે તે પોતાની ભાભીને ખૂબ જ પ્રેમ કરે છે અને ખુશ છે.

મલાઈકા અરોરા ખાન અને અર્પિતા ખાન

ભલે મલાઈકા અરબાઝ ખાન સાથે છૂટાછેડા લઇ લીધા હોય પરંતુ આજે પણ મલાઇકા અને અર્પિતાની વચ્ચે એક નણંદ ભાભી જેવા જ સંબંધો છે. એવા સમાચાર આવ્યા છે કે અર્પિતા અને અર્જુન એકબીજાને ડેટ કરી રહ્યા હતા, પરંતુ બાદમાં તેઓ મલાઈકાને લઈને ખબરમાં રહ્યા. એ જ કારણ છે કે અર્જુન અને અર્પિતાની વચ્ચેનાં સંબંધો થોડા ખરાબ થઈ ગયા, પરંતુ પારિવારિક કાર્યક્રમોમાં હંમેશા એકબીજાની સાથે નજર આવે છે.

સોનાક્ષી સિંહા અને તરૂણા અગ્રવાલ

સોનાક્ષીના મોટાભાઈ કુશે વર્ષ ૨૦૧૫માં તરુણા સાથે લગ્ન કર્યા હતા. સોનાક્ષી પોતાના ભાઈના લગ્નને લઈને ખુબ જ ઉત્સાહિત હતી અને તેમને સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો પોસ્ટ કરી હતી. તરુણા અને સોનાક્ષી એકબીજાની ખૂબ જ નજીક છે અને સગી બહેનની જેમ રહે છે.

રાની મુખરજી અને જ્યોતિ મુખર્જી

રાની મુખરજી પોતાના પરિવારની ખૂબ જ નજીક છે. વિશેષ રૂપથી પોતાની ભાભી ની સાથે તેઓ એક સગી બહેનની જેમ રહે છે. રાનીએ ઘણા વર્ષો સુધી લગ્ન કર્યા નહીં, કારણ કે તે પોતાના પરિવારની દેખભાળ કરવામાં માંગતી હતી. એ જ કારણ છે કે રાની ના ભાઈએ પોતાના પરિવારની જવાબદારી લીધી હતી નહીં. જેના લીધે રાનીએ ઘરની બધી જવાબદારી પોતાના ઉપર રાખી હતી. પરંતુ રાની પોતાની ભાભી અને ભત્રીજીને દરેક પ્રકારે મદદ કરે છે. બંને એકબીજાની ખૂબ જ સારી મિત્ર છે.

નીતુ સિંહ અને રીમાં જૈન

બોલિવૂડની નંદ ભાભીની ટોપ જોડીઑ તો તમે જોઈ લીધી. પરંતુ અમારા લિસ્ટમાં આ જોડી સૌથી જુની છે. નીતુ અને રીમા સેન ની વચ્ચે સંબંધો સગી બહેન જેવા છે. બન્ને વિવિધ કાર્યક્રમોમાં એક સાથે નજર આવે છે.

ટ્વિંકલ ખન્ના અને અલકા ભાટીયા

અક્ષય કુમારના જીવનમાં આ બંનેનું વિશેષ મહત્વ છે. ટ્વિંકલ અને અલકા ઘરનું બધું કામ સંભાળે છે. જ્યારે અક્ષય કુમાર પોતાની બહેનનાં એક એવા વ્યક્તિ સાથે લગ્ન કરવાના નિર્ણયમાં વિરુદ્ધ હતા, જે તેનાથી ૧૫ વર્ષ મોટો છે અને છુટાછેડા લીધેલ પણ હતો, પરંતુ ટ્વિન્કલે અક્ષયને મનાવી લીધા હતા.

ગૌરી ખાન અને શહનાજ

શાહરૂખ ખાનની બહેન શહનાજ તેમનાથી ૬ વર્ષ મોટી છે અને ખાન પરિવાર તેમને ખૂબ જ પ્રેમ કરે છે. પોતાની માતાના નિધન બાદ શહનાજ ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. તે હંમેશા ચુપ અને પોતાનામાં ખોવાયેલી રહેતી હતી. પરંતુ ગૌરી શહનાજનું ખૂબ જ ધ્યાન રાખે છે. ગૌરીના જીવનમાં તેમની ભાભી સૌથી મહત્વપૂર્ણ લોકોમાંથી એક છે. ગૌરી શહનાજની દરેક ઈચ્છા પૂરી કરે છે.