નવી જનરેશનનાં આ ૫ સ્ટાર્સને સેલિબ્રિટિ હોવાનું જરા પણ ઘમંડ નથી, ફેન્સને સામાન્ય લોકોની જેમ મળે છે

Posted by

કહેવામાં આવે છે કે જ્યારે વ્યક્તિ સફળતાની ઉંચાઈને સ્પર્શ કરતો હોય તે દરમિયાન તેના પગ જમીન પર રહેવા જોઈએ. કારણ કે મોટાભાગે એવું જોવામાં આવે છે કે સફળ થવા પર વ્યક્તિ ભૂલી જાય છે કે આ સ્થાને પહોચવા માટે તેણે કઈ કઈ પરેશાનીઓનો સામનો કર્યો છે. આ વાત જેણે પણ કહી છે સાચી કહી છે કે વ્યક્તિએ પોતાના ખરાબ દિવસોને ક્યારે ભુલવા જોઈએ નહીં. કારણ કે તેને યાદ રહેશે કે તે કઈ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ ચૂક્યો છે, તો તેના હંમેશા જમીન સાથે રહેશે અને તે અન્ય વ્યક્તિ સાથે ખરાબ વ્યવહાર કરશે નહીં.

પૈસાનો નશો સૌથી ખરાબ નશો હોય છે. તે સારામાં સારા વ્યક્તિઓનો દિમાગ ખરાબ કરી નાખે છે. પરંતુ સફળ વ્યક્તિ એ જ કહેવાય છે જે સફળ થયા બાદ પણ જમીન સાથે જોડાયેલા રહે છે અને પોતાના જીવનમાં રહેલ લોકોની ઈજ્જત કરે છે. સફળ વ્યક્તિ એ જ હોય છે જે સંબંધોનું મહત્વ સમજે છે અને પોતાના મગજ પર પૈસાનો નશો ન ચડવા દેતો નથી. આજની પોસ્ટમાં અમે તમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અમુક આવા કલાકારો સાથે મુલાકાત કરાવીશું જે ફેમસ અને સફળ થયા બાદ પણ બિલકુલ અભિમાની બન્યા નથી.

કાર્તિક આર્યન

થોડા સમયમાં જ કાર્તિક આર્યન બોલિવૂડના મશહુર હીરો બની ગયા. પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટુ કી સ્વીટી, અને લુકા છુપી જેવી ફિલ્મોમાં કામ કરીને કાર્તિક યુવતીઓની પહેલી પસંદગી બની ગયા છે. કાર્તિકને આ વાતનો બિલકુલ ઘમંડ નથી કે તે એક સ્ટાર છે. તે આજે પણ પોતાના ફેન્સને એક સામાન્ય વ્યક્તિની જેમ મળે છે.

સારા અલી ખાન

સતત બે હિટ ફિલ્મો આપ્યા બાદ સારા અલી ખાન બોલીવુડ ની આગલી સેન્સેશનલ બની ગઈ છે. સારા એ ખૂબ જ ઓછા સમયમાં પોપ્યુલારીટી ના મામલામાં ઇન્ડસ્ટ્રીની મોટી મોટી હીરોઈનોની પાછળ છોડી દીધી છે. તેને આજે ઇન્સ્ટાગ્રામ પર લાખો લોકો ફોલો કરી રહ્યા છે. સારા સ્ટાર હોવા છતાં પણ ખૂબ જ સિમ્પલ રીતે રહે છે અને તેને પોતાની પ્રસિદ્ધિનો જરાપણ ઘમંડ નથી.

ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફ આજે બોલિવૂડનાં જાણીતું નામ છે. જોકે ટાઈગરને હજુ ફિલ્મોમાં આવ્યા ને વધારે સમય થયો નથી, પરંતુ તેમણે પોતાની અદાકારી અને હોટનેસ થી બધાના દિલ જીતી લીધા છે. તે એક સારા એક્ટર અને ડાન્સર હોવાની સાથે-સાથે એક ખૂબ જ સારા વ્યક્તિ પણ છે. ટાઈગરની આજે ખૂબ જ સારી ફેન ફોલોઈંગ છે, પરંતુ તેઓ પોતાની પોપ્યુલારિટી પર બિલકુલ ઘમંડ કરતા નથી.

અનન્યા પાંડે

અનન્યા પાંડે ભલે એક જ ફિલ્મમાં નજર આવી હોય, પરંતુ એક ફિલ્મ કરીને તે ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી બની ગઇ છે અને હાલમાં જ કરણ જોહરની ફિલ્મ “સ્ટુડન્ટ ઓફ ધ યર-૨” થી ડેબ્યું કર્યું હતું. અનન્યા સ્ટાર કિડ્ઝ હોવાની સાથે-સાથે એક એક્ટ્રેસ પણ બની ગઈ છે પરંતુ તેનામાં આ વાતનો જરાપણ ઘમંડ નથી. તે પોતાના ફેન્સને ખૂબ જ શાલીનતાથી મળે છે.

વરુણ ધવન

વરુણ ધવન ફેમસ ડાયરેક્ટર ડેવિડ ધવનનાં દીકરા છે. વરુણ ધવનને થોડા વર્ષોમાં જ બોલીવુડમાં પોતાનો સિક્કો જમાવી લીધો છે. અત્યાર સુધીમાં તેઓ ઘણી હિટ ફિલ્મો આપી ચૂક્યા છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ “ઓફ ધ યર” થી કરી હતી. વરુણ બોલિવૂડના મશહૂર હીરો છે અને તેનામાં કોઈપણ ચીજનું બિલકુલ ઘમંડ નથી.